Cicadellidae
જંતુ
છોડ પર કોઈપણ પ્રકારનું નુકસાન, પોષક તત્ત્વોની ઉણપ અથવા છોડ પરનો તણાવ દર્શાવે છે. તીતીઘોડા પાંદડાઓની નીચે રહી પોષણ મેળવે છે. સામાન્ય રીતે પોષણ બિંદુઓની આસપાસના વિસ્તારો અને પાંદડાની કિનારીઓ પર ઈજા જોવા મળે છે. સામાન્ય રીતે, આ લક્ષણો "હોપરબર્ન" તરીકે ઓળખાય છે. પછીથી, આવા લક્ષણો પાંદડાના બાકીના ભાગમાં વિસ્તૃત થાય છે. પાંદડા નીચેની તરફ વળી શકે છે અને અંતે ખરી જાય છે. તેનાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ફળની ઉપજમાં ઘટાડો થાય છે.
જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે એનાગ્રાસ એટમસ જેવી પરોપજીવી જંતુ પ્રજાતિઓનો ઉપયોગ કરો. લેડીબગ્સ અને લેસવિંગ્સ જેવા ફાયદાકારક જંતુઓ તીતીઘોડાનાં ઇંડા અને લાર્વા બંનેના શિકારી છે. તીવ્ર ઉપદ્રવને કાબૂમાં રાખવા મેટરિઝિયમ એનિસોપ્લિયા, બૌવેરીયા બેસિયાના, પેસિલોમીસિસ ફ્યુમોસોરોસિયસ અને વર્ટિસિલિયમ લેકનઇ જેવી પરોપજીવી ફૂગની જાતિઓ ધરાવતા જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરો. જંતુનાશક સાબુ પણ ઉપયોગી પુરવાર થાય છે. સ્પિનોસદ @ ૦.૩૫ મિલી
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં લો. ક્લોરોપાયરીફોસ (૨.૫ મિલી/લિ), ફિપ્રોનિલ અથવા ફ્લોનીકેમિડ પર આધારિત વિશિષ્ટ જંતુનાશક દવાઓ દ્વારા બીજ ઉપચાર કરવાથી તીતીઘોડાની વસ્તીને નિયંત્રિત કરવામાં હકારાત્મક પરિણામો મળ્યા છે. જમીનમાં નાખવામાં આવે તો તે જમીનમાંની જીવાતોને મારી નાખે છે, અને તેમને છોડના મૂળ પર હુમલો કરતા અટકાવે છે, જેથી છોડને રક્ષણ મળે છે. વાવણી પછી ૩૦,૪૫,૬૦ દિવસે આ ઉપચારને લાગુ કરવામાં આવે છે. પાકના પાછળના તબક્કામાં કલોરન્ટ્રેનિલિપ્રોલે + લેમ્બડા-સાયલોથ્રિન @ ૦.૫ ml/લિ, લેમ્બડા-સાયલોથ્રિન 1 ml અથવા સાયપરમેથ્રિન @ 1 ml પ્રતિ એક લિટર પાણીનો એક-બે વાર છંટકાવ કરી શકાય છે.
અમ્રાસ્કાના જાતિના ઘણા તીતીઘોડાનાં કારણે આ રીતનું નુકસાન જોવા મળે છે. તે મોટે ભાગે ગ્રીનહાઉસ જંતુ છે, અને ઓછી સંખ્યામાં ઉપદ્હોરવ પામેલ હોવા છતાં પણ નુકસાન પહોંચાડે છે. પુખ્ત તીતીઘોડો લીલા રંગનો અને લગભગ ૩-૪ મીમી જેટલો મોટો હોય છે. બારેમાસ રહેતાં છોડ પર તેઓ જીવિત રહે છે. માદા તીતીઘોડા મોટેભાગે પાંદડાની નીચેની તરફ નસની અંદર પેશીમાં ઈંડા મૂકે છે. એકથી ચાર અઠવાડિયા ઈંડાને સેવે છે. નાનાં અને પુખ્ત તીતીઘોડા છોડની પેશીઓમાંથી રસ ચૂસીને યજમાન છોડને નુકસાન પહોંચાડે છે. રસ ચૂસતી વખતે આ તીતીઘોડા ઝેરી સંયોજન છોડે છે, જે છોડની વાહિનીઓને અવરોધિત કરી શકે છે, તેથી જ તેમની હાજરીનાં કારણે છોડ પર પાણી અને પોષક તત્ત્વોની ખામી જેવા લક્ષણો જોવા મળે છે.