તુવેર અને મસૂર

તુવેરની ડાળીમાં સડો

Phytophthora drechsleri f. sp. cajani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પાણીથી થતા સડા જેવા જખમ.
  • ડાળી અને પાંદડાંના ડીટાં પર કથ્થાઈ-કાળા રંગના જખમ.
  • ચેપગ્રસ્ત છોડનું અચાનક મૃત્યુ.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

ચેપગ્રસ્ત છોડના પાંદડા પર પાણીથી થતા સડા જેવા જખમ જોઈ શકાય છે. ડાળી અને પાંદડાંની ડીટાં પર, કાળા કથ્થઈ રંગના અને ચપટા જખમ દેખાય છે. ડાળી પર જખમ પડવાથી છોડ કરમાવાનું શરૂ થાય છે અને છેવટે નાશ પામે છે. કુમળા રોપાઓમાં ચેપ લાગવાથી તે (અચાનક નાશ) આદ્ર બને છે. જો છોડ નાશ ન પામે તો, ડાળી પર પિત્ત નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ અને બેસિલસ સબટાઇટલિસ, તેમજ ટ્રાઇકોડર્મા વિરિડી અને હેમાટમ થડના સડા સામે ખુબ જ અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફિટોફથોરા ફુગને અટકાવવા તમે પ્રતિ કિલો બીજ ને 4 ગ્રામ મેટાલેકસીલ સાથે સારવાર આપી શકો છો.

તે શાના કારણે થયું?

ફિટોફથોરા એ જમીનમાં નિર્માણ થતી ફૂગ છે. તે છોડના કાટમાળ માં ઠંડી દરમ્યાન ટકે છે. ઝરમર વરસાદ અને 25 ° સે આસપાસનું તાપમાન જેવી ભેજવાળી સ્થિતિમાં ચેપ શકે છે. ચેપ માટે પાંદડાંમાં 8h ભેજ જરૂરી છે. થોડા સમય પછી તુવેરમાં રોગ માટે પ્રતિકારક્ષમતા નિર્માણ થાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતનો ઉપયોગ કરવો.
  • પાણીના નિકાલ માટે યોગ્ય નહેર ન હોય તેવા ખેતરમાં અથવા ભેજવાળી જમીનમાં પાણીનો ભરાવો ટાળવા ઉંચા ક્યારનો ઉપયોગ કરો.
  • અગાઉ ફૂગ નોંધાયેલ હોય તેવા ખેતરમાં તુવેર રોપણી કરવાનું ટાળો.
  • વાવણી સમયે બીજ અથવા રોપાઓ વચ્ચે વધુ જગ્યા રાખો.
  • પાકની ફેરબદલી કરો.
  • કોમ્પોસ્ટથી ઢાંકવું, અથવા ઉદાહરણ તરીકે મગ કે અડદ ની આંતરપાક વાવણી કરવાથી ફૂગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • પોટેશિયમયુક્ત ખાતર વાપરવાથી પણ ચેપનું જોખમ ઘટાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો