તુવેર અને મસૂર

દક્ષિણનાં લીલા રંગના દુર્ગંધ મારતા કીડાં

Nezara viridula

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • સુકા અને નબળા અંકુરો.
  • ફળનો અયોગ્ય વિકાસ અને તે ખરી પણ કરી શકે.
  • ફૂલો ખરી શકે છે.
  • ફળ પર કાળા રંગના સખત ટપકાં.

માં પણ મળી શકે છે

11 પાક
કઠોળ
કારેલા
રીંગણ
જામફળ
વધુ

તુવેર અને મસૂર

લક્ષણો

આ જંતુઓ મોટે ભાગે ફળ અને વિકાસ પામતા અંકુરને ખાય છે. વધતા અંકુરની ટોચ સુકાઈને ખરી પડે છે. મોટાભાગનું નુકસાન ફળ ખાવવાનાં કારણે થાય છે. ફળ સંપૂર્ણપણે વિકસતાં નથી, આકારમાં ફેરફાર થાય છે અને ખરી પણ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફળો ખાવવાનાં કારણે તેની સપાટી પર કાળા રંગના સખત ટપકાં નિર્માણ થાય છે. ફૂલની કળીઓ ખાવાના કારણે ફૂલ ખરી પડે છે. ફળના સ્વાદને અસર થઈ શકે છે. ખોરાક લીધો હોય તે જગ્યા અન્ય જંતુઓ માટે પ્રવેશદ્વાર બની શકે છે. પાંદડાની નીચેની બાજુએ ઇંડાનો જથ્થો જોવા મળી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ જંતુઓના ઇંડાઓ માટે પરોપજીવી, ટ્રિસોલકસ બેસાલિસ, ટાચિનીડ ફ્લાય્સ ટાચિનસ પેનિપસ અને ટ્રાઇકોપોડા પિલિપસ નો આ જંતુને નિયંત્રિત કરવા માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાસાયણિક નિયંત્રણ

સામાન્ય રીતે જંતુનાશકથી સારવાર કરવી જરૂરી હોતી નથી, તેમ છતાં જો જંતુઓની વસ્તી વધારે હોય તો છંટકાવની જરૂર પડી શકે છે. આ જંતુને કાર્બેમેટ અને ઓર્ગેનોફોસ્ફેટ સંયોજનોના ઉપયોગ દ્વારા રાસાયણિક રીતે નિયંત્રિત કરી શકાય છે. જો કે, આમાંના મોટાભાગના સંયોજનો છોડ પર ખૂબ લાંબો સમય ટકી શકતા ન હોવાથી, સારવાર કરેલ પાકમાં ફરીથી નજીકના વિસ્તારોમાંથી ચેપ લાગવાનું જોખમ રહે છે. જ્યારે જીવાત સક્રિય હોય અને પાંદડાની નીચે છુપાયેલ ન હોય તેવા સમયનો લાભ લઈ જંતુનાશક નિયંત્રણની અસરકારકતામાં વધારો શકાય છે. આનાથી જંતુનાશકો તેમના સીધા સંપર્કમાં આવી શકે છે. દુર્ગંધ મારતાં આ જંતુઓ વહેલી સવાર અને મોડી બપોરે ખોરાક લેતાં જોવા મળ્યા છે.

તે શાના કારણે થયું?

નેઝારા વિરીડુલા નામના જંતુને કારણે આ નુકસાન થાય છે, જે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. તેમને "દુર્ગંધ મારતાં જંતુ" કહેવામાં આવે છે કારણ કે જ્યારે તે ભયજનક પરિસ્થિતિ અનુભવે ત્યારે તેઓ તીવ્ર ગંધ છોડે છે. પોતાના મોઢાના તીક્ષ્ણ ભાગ(સ્ટાયલસ) વડે કાણું પાડી આ જંતુઓ ખોરાક લે છે. ખોરાક માટે બનાવેલ વાસ્તવિક કાણું તરત દેખાતું નથી. યુવા અને કિશોર એમ બંને અવસ્થામાં આ જંતુઓ છોડને ખાય છે. તેઓ છોડના નાજુક ભાગો (વધતા અંકુરો, ફળ, ફૂલ) ને ખાવાનું પસંદ કરે છે. જ્યારે તે ઈંડામાંથી બહાર આવે ત્યારે કિશોર અવસ્થામાં તેઓ ઇંડાની નજીક રહે છે. પુખ્ત વયના જંતુઓ ઉડીને ખુબ જ ફરતાં રહે છે. સામાન્ય રીતે તેઓ લીલા રંગના હોવાથી છોડમાં તેને ઓળખવા મુશ્કેલ હોય છે. જંતુઓ જેમ જેમ વિકાસ પામે તેમ તેમ તેમનો રંગ બદલાય છે, દરેક તબક્કામાં તે વધુ લીલા રંગના બને છે. સામાન્ય રીતે વહેલી સવારે તેઓ છોડના ઉપરના ભાગમાં જાય છે.


નિવારક પગલાં

  • પાંદડાનો કચરો દૂર કરો.
  • તમારા ખેતરમાં નીંદણનું નિયંત્રિત કરો.
  • પહોળા ચાસ સાથે પાકનું વહેલું વાવેતર કરો.
  • જંતુને આકર્ષિત કરતાં લીગ્યુમિનસ અને ક્રુસિફેરસ જેવા વહેલા પાકતાં છોડનું છટકાં તરીકે વાવેતર કરો.
  • દક્ષિણી લીલા રંગના દુર્ગંધ આપતાં જંતુઓ પુખ્ત બની મુખ્ય પાક તરફ જાય તે પહેલાં છટકાં તરીકે લીધેલ પાકને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો