ટામેટા

ટામેટાના પાંદડાનો ખાણિયો

Tuta Absoluta

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડીઓ પર રાખોડી-સફેદ અનિયમિત કાણાં.
  • બાદમાં સૂકા બની જાય છે.
  • થડ પર ગેલેરીઓ અને મોટા ખાડા.
  • ફળો પર કાળા ટપકાં જ્યાંથી તેઓ દાખલ થાય અથવા બહાર નીકળે છે.
  • અટકેલ વિકાસ.
  • કથ્થાઈ ચાંદી રંગના વયસ્ક, 5-7 મીમી લાંબુ.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

ઉપદ્રવ પાકના જીવનચક્ર દરમ્યાન કોઈપણ તબક્કે થઇ શકે છે અને કોઈપણ ભાગને અસર કરી શકે છે. લાર્વા અણિયાળી કળીઓ, કુમળા નરમ પાંદડાઓ અને ફૂલોને પસંદ કરે છે. પાંદડા પર, લાર્વા અનિયમિત, રાખોડી-સફેદ કાણાં બનાવે છે જે પાછળથી સુકાઈ શકે છે. લાર્વા થડમાં પણ ખાડા પાડે છે જેનાથી છોડની વૃદ્ધિ પર અસર થાય છે. લાર્વાના અંદર અને બહાર જવાના માર્ગ પાસે ફાળોપર કાળા ટપકાં જોઈ શકાય છે. આ ખુલેલો ભાગ ગૌણ રોગાણુઓ માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે, અને ફળમાં સડો નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટી એબ્સોલ્યુતા ને ખોરાક તરીકે લેતા કેટલાક શિકારી મળી આવ્યા છે: અન્ય પ્રજાતિઓ માં શિકારી ભમરી ટ્રાયકોગ્રામા પ્રેટિઓસામ, અને નેસીદીઓકોરીસ કિડાં અને મેક્રોલોફર્સ પયગમેય્સ. મેટરહીઝીયમ એનિસોપીલીએ અને બેયુવેરીયા બેસીયાના સહિત અનેક ફૂગની પ્રજાતિઓ જંતુના ઇંડા, લાર્વા અને વયસ્કો પર હુમલો કરે છે. લીમડાના બીજનો અર્ક અથવા બેસીલસ થુરીનજેનેસીસ અથવા સ્પીનોસેડ સમાવતા જંતુનાશકો પણ કામ આપી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તૂટા એબ્સોલ્યૂતા સામે જંતુનાશકોનો ઉપયોગ તેમની ઊંચી પ્રજનન ક્ષમતા, તેમની ગૂઢ પ્રકૃતિ અને પ્રતિકારતાના વિકાસના કારણે પોસાય શકે તેમ નથી. તેની પ્રતીકરક્ષમતા નિવારવા માટે વિવિધ જંતુનાશકો જેવાકે ઇંડોક્સકાર્બ, અબીમેક્ટિન, એઝાડિરેક્ટિન, ફેનોકસીકાર્બ+લ્યુફેનુંરોન ફેરફાર સાથે ઉપયોગ કરવો.

તે શાના કારણે થયું?

તૂટા એબ્સોલ્યૂતા તેની ઊંચી પ્રજનન ક્ષમતા, દર વર્ષે 12 પેઢીઓ સુધી, ના કારણે ટમેટા માટે એક ભયંકર જંતુ છે. માદા પાંદડા ની નીચેની પર 300 સુધી ક્રીમી રંગના ઇંડા મૂકી શકે છે. 26-30ºC અને 60-75% આરએચ પર તે ઇંડામાંથી બહાર આવે છે. લાર્વા તેમના માથા પાછળ એક લાક્ષણિક કાળા પટ્ટા સાથે આછા લીલા રંગના હોય છે. સાનુકૂળ સ્થિતિ (તાપમાન, ભેજ) હેઠળ, 20 દિવસોમાં તેમનો વિકાસ પૂર્ણ થાય છે. પુખ્ત ફૂદાં રૂપેરી કથ્થાઈ, 5-7 મીમી લાંબા અને દિવસ દરમિયાન પાંદડા વચ્ચે છુપાઈ રહે છે. તૂટા એબ્સોલ્યૂતા ઇંડા, લાર્વા અથવા પુખ્ત તરીકે પાંદડા પર અથવા માટી માં ઠંડી દરમ્યાન ટકી શકે છે.


નિવારક પગલાં

  • જંતુ રહિત રોપા વાપરો.
  • તમારા ખેતરનું નિરીક્ષણ કરવા અને સામૂહિક રીતેહ પુખ્ત ફૂદાંને પકડવા ચીટકી જવાય તેવા અને ફેરોમોન ફાંસા વાપરો.
  • નુકસાનગ્રસ્ત છોડ અને તેના ભાગો ને ચૂંટી કાઢો અને નાશ કરો.
  • ખેતરમાં અને આસપાસથી વૈકલ્પિક યજમાન છોડને નિયંત્રિત કરો.
  • જમીન ખેડી અને તેના પર પ્લાસ્ટિક ઘાસથી આવરી લો અથવા તડકાંમાં તપાવો.
  • લણણી પછી ચેપગ્રસ્ત છોડને દૂર કરો અને નાશ કરો.
  • અગાઉના પાકમાંથી ચેપ આગળ વધતો અટકાવવા માટે, આગામી પાકનું વાવેતર કરતા પહેલાં ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી રાહ જુઓ.
  • મોટા પાયે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો