રીંગણ

ફોમોપ્સીસ ફૂગ

Diaporthe vexans

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળ પર કથ્થઈ રંગના, નરમ, શોષાયેલ જખમ.
  • પાંદડા પર પ્રકાશિત કેન્દ્ર વાળા રાખોડી થી કથ્થઇ રંગના ટપકા.
  • પાંદડા પર ફૂગ અને કરમાશ.
  • થડ પર ઘેરા રંગની, શોષાયેલ ફૂગ.

માં પણ મળી શકે છે

1 પાક

રીંગણ

લક્ષણો

પાંદડા, ડાળી અને ફળ લક્ષણો દેખાય છે, જે પછીના તબક્કે સૌથી વધુ દૃશ્યમાન બને છે. પાંદડા પર પ્રકાશિત કેન્દ્ર વાળા નાના, રાખોડી થી કથ્થાઈ રંગના ટપકા દેખાય છે, જે સમયાંતરે અસંખ્ય માત્રામાં નિર્માણ થાય અને આંધળાની મોટાભાગની સપાટીને આવરી લે છે.ગંભીર રીતે ચેપગ્રસ્ત થયેલ પાંદડા પીળા પડે અને પાછળથી કરચલી વાળા, તિરાડ વાળા અને તેની પેશીઓ ફાટે છે ( પાંદડાંની ફૂગ). થડ પર કથ્થાઈ કે ઘેરા રંગની, તિરાડો વાળી અને શોષાયેલ ફૂગ જોવા મળે છે. છોડના પાયામાં આ ફૂગ થડને ફરતે પટ્ટો રચે છે અને પાણી તથા વાહકતત્વોના વહનને અવરોધે છે, જેનાથી સમયાંતરે છોડનો નાશ થાય છે. ફળો પર કથ્થાઈ, નરમ, શોષાયેલ જખમ દેખાય છે. જેમ જેમ તે મોટા થાય છે, તે એકરૂપ બને છે, અને ફળની સપાટીના વિશાળ ભાગને આવરી લે છે અને તેની કિનારી પર નાના કાળા ટપકાઓના કેન્દ્રિત વર્તુળની રચના કરે છે. છેવટે, ફળમાં સડો નિર્માણ થાય છે . થડ અને પાંદડાં પરના જુના જખ્મ માં નાના, કાળા ટપકાં પણ દેખાય છે. જો હવામાન શુષ્ક બને તો, ચેપગ્રત ફળ ચીમળાય છે, સુકાય, અને મૃત બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગના બનાવ અને ગંભીરતા ઓછી કરવા માટે જૈવિક ફૂગનાશકોથી સારવાર પણ ઉપયોગી બની રહે છે. કોપરના દ્રાવણ (દા.ત. બોર્ડેક્સ મિશ્રણ) પર આધારિત ઉત્પાદનોનો પાંદડા પર છંટકાવ કરવા માટે વાપરી શકાય છે. રોગના ઉપચાર માટે લીમડાના અર્કનો ઉપયોગ સલામત અને ઇકો-ફ્રેન્ડલી છે. ગરમ પાણી સાથે બીજની સારવારને પણ (56 ° સે 15 મિનિટ માટે) ગણી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ખેતરમાં રોગ મળી આવે અને તેણે આર્થિક સ્તર વટાવી દીધું હોય તો, ફૂગનાશક થી સારવારની ભલામણ કરવામાં આવે છે. વધુ સામાન્ય રીતે છંટકાવ તરીકે ઉપયોગમાં લેવાતા ફૂગનાશકોમાં એઝોકસીસ્ટ્રોબીન, બોસ્કલીડ, કેપ્ટન, ક્લોરોથેલોનીલ, કોપર ઓક્સીકલોરાઇડ, ડાયથીઓકાર્બેમેટ્સ, માનેબ, મેન્કોઝેબ, થીઓફેનેટ-મિથાઇલ, ટોલ્ક્લોફોસ-મિથાઇલ, પાયરેકલોસ્ટ્રોબીન નો સમાવેશ થાય છે. ખેતીની નિયંત્રિત પદ્ધતિઓ સાથે ફુગનાશકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સૌથી વધુ અસરકારક રહે છે. બીજની સારવારનો પણ ઉપયોગ કરી શકાય છે, ઉદાહરણ તરીકે થીઓફેનેટ મિથાઈલ (0.2%).

તે શાના કારણે થયું?

ફોમોપ્સીસ વેકસેન્સ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે ફક્ત રીંગણને અસર કરતા રોગ પેદા કરતા જીવાણુ છે (ટમેટા અને મરીમાં ચેપના પણ કેટલાક કિસ્સાઓના અહેવાલ મળ્યા હોવા છતાં). પાક.ના કચરામા ફૂગ ટકી રહે છે અને પવન તથા વરસાદ દ્વારા તેના કણો તંદુરસ્ત છોડ પર ફેલાય છે. તે બીજમાં અને બીજ પર પણ ફેલાઈ શકે છે તેવું માનવામાં આવે છે. તેથી આ રોગ સામે લડવા માટે પ્રમાણિત બીજ અને તંદુરસ્ત રોપા મેળવવા અતિ મહત્વનું બની જાય છે. પાંદડાંની પેશીઓમાં દાખલ થવા માટે 6-12 કલાક લાગી શકે છે, અને ચેપ તથા રોગના વિકાસ માટે ગરમ (27-35 ° સે) તથા ભેજવાળું વાતાવરણ જરૂરી હોય છે. મોટાભાગે, ફળ પર જખમનો વિકાસ સંગ્રહ દરમિયાન 30 ° સે તાપમાન અને 50% ભેજવાળી અવસ્થામાં થવાની શક્યતા છે.


નિવારક પગલાં

  • વિશ્વાસપાત્ર સ્ત્રોત તરફથી મેળવેલ ઉચ્ચ ગુણવત્તાના પ્રમાણિત બિયારણ નો જ ઉપયોગ કરવો.
  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ અને તમારા બજારની ઉપયોગિતાને અનુરૂપ છોડની વાવણી કરો.
  • છોડની બે પંક્તિઓ વચ્ચે વધુ જગ્યા રાખો.
  • પાંદડા ઝડપથી સૂકાઈ જાય તે માટે વર્તમાન પવનની દિશા ને અનુરૂપ સમાંતરે વાવણી કરવી.
  • સાંજ પહેલા પાંદડાને સૂકાવા માટે પૂરતો સમય મળી રહે તે રીતે પિયત નું આયોજન કરો.
  • નાઈટ્રોજનનું ઓછું પ્રમાણ અને વધુ માત્રામાં ફોસ્ફરસ અને પોટેશિયમ ધરાવતા ખાતરનો ઉપયોગ કરવો.
  • લણણી પછી પાકના અવશેષોને દૂર કરો અને તેનો નાશ કરો (ઊંડા ખેડાણ અથવા સળગાવીને).
  • શ્રેષ્ઠ તાપમાને (ઠંડી અને સૂકી) ફળોનો સંગ્રહ કરવો.
  • બે પાક વચ્ચે પાકની ફેરબદલીની આદત રાખો (3 વર્ષ કે તેથી વધુ).

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો