રીંગણ

મરીમાં ફૂગ

Phytophthora capsici

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • રોપાઓમાં આદ્રીકરણ.
  • ડાળીપર કાળા અથવા કથ્થઈ રંગના ઝખમ.
  • છોડના બધા ભાગો પર અસર થાય છે.
  • મૂળ ઘેરા બદામી રંગના અને નરમ બની જાય છે.
  • પાંદડાં અને ફળો પર ઘેરા બદામી લીલા રંગના પાણી શોષાવાથી થતાં ટપકાં.
  • કરમાશ અને અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


રીંગણ

લક્ષણો

સૂકા વિસ્તારોમાં, સામાન્ય રીતે ચેપ વનસ્પતિના મૂળિયાં અને ટોચ પર દેખાય છે. જમીનની લીટીમાં થડપર એક વિશિષ્ટ કાળા અથવા કથ્થઈ રંગના ઘા દેખાય છે. ઉચ્ચ ભેજવાળા વાતાવરણમાં, છોડના બધા ભાગો પર અસર થાય છે. અસરગ્રસ્ત મૂળ ઘેરા બદામી રંગના અને નરમ બની જાય છે, અને રોપાઓમાં આદ્રીકરણ થાય છે. પાંદડાં અને ફળો પર ઘેરા બદામી લીલા રંગના પાણી શોષાવાથી થતાં ટપકાં દેખાય છે. પુખ્ત છોડની ટોચ પર સડાના લક્ષણો દેખાય છે. થડ પર ઘેરા કથ્થાઈ રંગના જખમ નિર્માણ થાય છે અને છોડ મૃત્યુ પામે છે. ખેતરમાં, લણણી પછી અથવા સંગ્રહ દરમ્યાન ફળ સડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફાયટોફથોરા કેપ્સિકીના હરીફ અસર માટે બેક્ટેરિયમ બૂરખોલડેરીયા કેપ્સિકા (એમપીસી - 7)નું હકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવણી વખતે મેફેનોકસમ ધરાવતા ઉત્પાદનનો છંટકાવ અને પૂરક તરીકે બે અઠવાડિયા પછી એક નિશ્ચિત કોપર ફૂગનાશકનો ઉપયોગ, પાનખર દરમ્યાન રોગનો ચેપ લાગતો અટકાવશે. જયારે ટોચ પર સડાના લક્ષણ દેખાય ત્યારે ફળો પર નુકસાનને મર્યાદિત કરવા મેફેનોકસમનો ટપક સિંચાઈમાં ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફાયટોફથોરા કેપ્સિકી એક ભૂમીજન્ય રોગ પેદા કરતા જીવાણુ છે કે જે ભારે પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. તે વૈકલ્પિક યજમાનો પર છોડના કચરામાં અથવા માટીમાં ત્રણ વર્ષ સુધી જીવી શકે છે. તે ત્યારબાદ સિંચાઈ અથવા સપાટી પરના પાણીથી પ્રસરાય છે. પી કેપ્સિકી 7 ° સે થી 37 ° સે વચ્ચેના તાપમાનમાં વધે છે, અને લગભગ 30 ° સે તાપમાન શ્રેષ્ઠ છે. ઊંચા તાપમાન અને ઉચ્ચ ભેજની આદર્શ પરિસ્થિતિ હેઠળ, રોગ ખૂબ ઝડપથી વિકસે છે. ઠંડુ તાપમાન રોગોને ફેલાવામાં મર્યાદા મૂકે છે.


નિવારક પગલાં

  • જો શક્ય હોય તો જમીનની પીએચ તપાસો અને ચૂનાથી તેને સંતુલિત રાખો.
  • ખેતરની તૈયારી દરમિયાન જમીનમાં ખાતર ઉમેરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સહનશીલ અથવા રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • માટીનું ઘનીકરણ ઘટાડવા અતિશય સિંચાઇ ટાળો.
  • શ્રેષ્ઠ રીતે પાણીના નિકાલ માટે ગુંબજ આકારના ક્યારનો ઉપયોગ કરો.
  • છોડની વાવણી પછી તેના આધાર ભાગ પર કોઈપણ પ્રકારનું દબાણ ન હોય તેની ખાતરી કરો.
  • જમીનમાં ભેજ જાળવી રાખવા માટે પ્લાસ્ટિકના આવરણનો ઉપયોગ કરો.
  • ખેતરમાં અને તેની આસપાસ માંથી નીંદણ અને અન્ય વૈકલ્પિક યજમાનો દૂર કરો.
  • નાઇટ્રોજનના વિભાજન સાથે સાથે સંતુલિત ખાતરનો ઉપયોગ કરો.
  • નિયમિતરીતે અને સવારે પાણી આપો જેથી દિવસ દરમિયાન છોડ સારીરીતે કોરો થઇ શકે.
  • ખેતરની યોગ્ય સ્વચ્છતાની ખાતરી કરો, ખાસ કરીને પાણીની ગુણવત્તા, કપડાં અને સાધનોની.
  • બિન-સંવેદનશીલ પાક સાથે દર 2-3 વર્ષે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો