અન્ય

કોબીજ ના ફુદા

Mamestra brassicae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખરબચડા ભાગો છોડી પાંદડાઓ ખવાયેલા.
  • કોબીજ ના ઉપરના ભાગ પર પ્રવેશ છિદ્રોની આસપાસ ઈયળોનો પાછલો ભાગ.
  • આગળની પાંખો કથ્થઈ અને આછા રાખોડી રંગની પાછલી પાંખો વાળા ફુદા.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

કોબીના ફુદાંની ઈયળ પાંદડા ખાવાની શરૂઆત કરે છે અને કોબીના માથા પાસેથી કાણું પાડે છે. તે પાંદડાનું પડ ચાવે છે અને નસોને ટાળે છે, જેથી પાંદડા ઘણીવાર હાડપિંજર જેવા બને છે. પ્રથમ પેઢી (વસંત થી ઉનાળાની શરૂઆતમાં)થી વિપરીત, વધુ મજબૂત બીજી પેઢી(ઉનાળાથી ઓક્ટોબરની અંત સુધી) કઠણ પેશીઓને પણ ચાવે અને માત્ર પાંદડા નહિ પણ કોબીજમાં આંતરિક કાણું કે બોગદું બનાવે છે. છિદ્રો અને બોગદાની આસપાસ પાવડર જેવા ચિન્હો જોઈ શકાય છે. જેથી આ કોબીજના ફુદાની ઈયળ ખાસ કરીને પાક માટે નુકસાનકર્તા છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટ્રાયકોગ્રામા પ્રજાતિની પરોપજીવી ભમરીઓ ફુદાંના ઇંડાને નાશ કરવા માટે વાપરી શકાય છે. ઘણીબધી શિકારી પ્રજાતિ સીજે છે જેમાં હિંસક ફૂદાં, પીળા જેકેટ, લીલા ફિત, કરોળિયા અને પક્ષીઓ કે લાર્વા પર નભે છે તેનો સમાવેશ થાય છે. કુદરતી રીતે બનતું બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ અને કેટલાક વિષાણુજન્ય સંયોજન પર આધારિત ઉત્પાદનો ઇયળોને મારે છે અને જ્યારે પાંદડાની ઉપલી અને નીચલી સપાટી પર છાંટવામાં આવે ત્યારે ખૂબ જ અસરકારક હોય છે. આ જંતુનાશકો પર્યાવરણમાં હાજર હોતા નથી. રોગકારક નેમાટોડે પણ ઈયળ સામે કામ આપે છે અને જ્યારે પર્ણસમૂહ ભીના હોય ત્યારે, ઉદાહરણ તરીકે ઠંડી નીરસ હવામાન દરમિયાન, તેનો ઉપયોગ કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ ફૂદાંની ઈયળ સામે પાયરેથર્મ, લેમ્બડા-સાયહેલોથ્રિન અથવા ડેલ્ટામેથ્રિન પર આધારિત સક્રિય ઘટક ધરાવતા ઉત્પાદનો વાપરી શકાય છે. પાયરેથર્મનો અર્ક લણણી પહેલાં એક દિવસ સુધી અને ઘણી વખત લાગુ પાડી શકાય છે. લેમ્બડા-સાયહેલોથ્રિન અથવા ડેલ્ટામેથ્રિન માટે, મહત્તમ 2 વખત ઉપયોગમાં લઇ શકાય અને લણણીમાં સાત દિવસનો ગાળો હોવો જ જોઈએ.

તે શાના કારણે થયું?

મુખ્યત્વે લક્ષણો કોબીજ ના ફુદાની ઈયળો (મામેસ્ટર બ્રેસ્સીકા) દ્વારા થાય છે. શિયાળા દરમ્યાન પુખ્ત લાર્વા જમીનમાં રહે છે. પુખ્ત ફુદા ને આગળની પાંખો સ્પષ્ટ વિસ્તારોમાં કાળાશ પડતી કથ્થઈ છેદક રેખા સાથે કથ્થઈ રંગની હોય છે. પાછળની પાંખો આછા રાખોડી રંગની હોય છે. ઉદભવ બાદ થોડા અઠવાડિયા પછી, સ્ત્રીઓ પાંદડાની બંને સપાટી પરના પડ પર સફેદ ગોળાકાર ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા બાદ ઈયળ પાંદડાની પેશીઓને ખાવાનું શરૂ કરે છે, પાંદડાં અને છેવટે કોબીજના માથામાં બોગદાની રચના કરે છે. તેઓ પીળાશ પડતી લીલા અથવા કથ્થઇ લીલા રંગની હોય છે, અને શરીર પર વાળ હોતા નથી. કોબીજના ફૂદાં દર વર્ષે બે પેઢી પેદા કરે છે. વસંતઋતુના અંતમાં, ફૂદાંની પ્રથમ પેઢી જમીનમાંથી બહાર આવે છે, અને ઉપદ્રવ પામેલા છોડ પર ઇયળો જોઈ શકાય છે. ઉનાળાના અંતભાગમાં, બીજી પેઢી દેખાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો વધુ પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • રોગના ચિહ્નો માટે નિયમિત તમારા છોડ અથવા ખેતરને તપાસો.
  • જ્યારે સફેદ ગોળાકાર ફુદા ના ઇંડા અને ઇયળો દેખાય ત્યારે તેમને ખેંચી લો.સ્ત્રીને ઈંડા મુકતા અટકાવવા માટે તમારા કોબીજના પાકને ઝીણી જાળી નીચે ઉગાડો.
  • ઉપરના ભાગના વિકાસની શરૂઆતમાં જ વસતી વધારો ટાળવા વહેલી વાવણી કરો.બિન-સંવેદનશીલ યજમાનો સાથે પાકની ફેરબદલી કરો.
  • જંતુનાશકોના નિયંત્રિત ઉપયોગથી કુદરતી દુશ્મનોની વસતીને ઉત્તેજિત કરો.ફૂદાંને આકર્ષવા માટે અને સામુહિક પકડવા માટે ફેરોમોન છટકાનો ઉપયોગ કરો.
  • કોબીજ ના ખેતરની નજીક સંવેદનશીલ છોડનું વાવેતર ટાળો.નીંદણ દૂર કરો , કારણકે તેઓ વૈકલ્પિક યજમાનો તરીકે કામ આપે છે.
  • શિકારી અને ઠંડા તાપમાન માટે પ્યૂપા ને છતાં કરવા લણણી પછી ખેતર ની સારી રીતે ખેડ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો