રાયડો

કાળા પગ

Plenodomus lingam

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર ગોળાકાર, કાળા કણો અને ઘેરા રંગના સુકાયેલ ડાઘ બંને સાથે આછા ભૂખરા ડાઘા દેખાય છે.
  • બંને પ્રકારના ડાઘા પીળાશ પડતી આભાથી ઘેરાયેલા હોય છે.
  • ડાળી પર ભૂખરા ડાઘા દેખાય છે, જે ફાટ માં પરિણામી શકે છે.
  • જેમ જેમ તે વધે છે તેમ તેમ, ફાટ ડાળી માં વધુ મોટી થાય છે અને તેને નબળી બનાવે છે, જેનાથી છોડ ઢળી પડે છે અને તેનો નાશ થાય છે.

માં પણ મળી શકે છે

3 પાક
કોબી
રાયડો
ફુલેવર

રાયડો

લક્ષણો

પાક અને તેની પ્રજાતિ, પ્રજીવ અને વર્તમાન વાતાવરણની પરિસ્થિતિના આધારે લક્ષણોની તીવ્રતામાં ઘણો ફરક દેખાય છે. કોઈપણ કિસ્સામાં, મુખ્ય લક્ષણો છોડના પાંદડા અને ડાળી પર દેખાય છે. પાંદડાં પરના ડાઘામાં ગોળાકાર, કાળા કણો સાથેના ટપકાં વાળા રાખોડી ઝખ્મ અને અને ઘેરા સુકાયેલ એમ બંને ડાઘાનો સમાવેશ થાય છે. પાંદડાંની નસોની આસપાસ અથવા ડાઘાની આસપાસના વિસ્તારમાં ફરતે પણ સામાન્ય રીતે (ક્લોરોટિક હેલો) પીળાશ પડતા રંગની વિકૃતિ દેખાય છે. ડાળી પર પણ નાના, લંબગોળ, કથ્થાઈ રંગના ટપકાં થી લઈને સમગ્ર ડાળીને અસર કરતી ફાટ સુધી રાખોડી ડાઘા હોઈ શકે છે. તેના પર કાળા રંગના કણો પણ જોવા મળી શકે છે. જેમ જેમ તે વધે છે તેમ, ફાટ ડાળીમાં ઊંડે ઉતરે છે અને તેને નબળું પાડે છે, જેનાથી તે જલ્દી પાકી જાય છે, ઢળી પડે છે, અને તેના નાશ તરફ દોરી જાય છે. શીંગો પર કાળી કિનારી સાથે, કથ્થાઈ રંગના ડાઘા જોવા મળે છે, જેના પરિણામે તે અકાળે પાકી જાય છે અને તેના બીજમાં ચેપ નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ સામે લડત માટે કોઈપણ પ્રકારના જૈવિક નિયંત્રણના પગલાં ઉપલબ્ધ નથી. જો તમે એના વિષે કંઈપણ જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂગ એકવાર ડાળી સુધી પહોંચ્યા બાદ ફૂગનાશકથી સારવારની ખૂબ જ ઓછી અસર થાય છે અને જો ખેતરમાંથી ખુબ જ વધુ પાકની શક્યતા હોય તો જ સારવાર કરવી વ્યાજબી છે. પાંદડાં પર છંટકાવ કરવા માટે પ્રોથિઓકોનાઝોલનો ઉપયોગ થઈ શકે છે. થીરમ માં ઉમેરેલ પ્રોક્લોરેઝ સાથે બીજની સક્રિય સારવારમાં કરવાથી બીજ-જન્ય ફોમા ચેપને કારણે બીજમાં થતી ચેપની ઘટના ઘટાડી શકાય છે.

તે શાના કારણે થયું?

કાળા પગ (ફોમા થડની ફૂગ તરીકે પણ ઓળખાય છે) વાસ્તવમાં ફૂગની બે જાતિઓ, લેપ્ટોસ્ફેરિયા મેક્યુલાન્સ અને એલ. બિગલોબોસા, દ્વારા થાય છે. તેઓ ઠંડી દરમિયાન બીજ, અથવા લાકડાના ટુકડાં અને ખેતરમાં રહેલ પાકના કચરામાં તે ટકી રહે છે. વસંતમાં ગરમ અને ભેજવાળા હવામાનની શરૂઆત થતાં તે રોગના કણ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આ કણ પવન અથવા વરસાદના ઝાપટાં દ્વારા તંદુરસ્ત છોડના વિવિધ ભાગો, મુખ્યત્વે નીચલા પાંદડા અને થડના ભાગમાં, ફેલાય છે. રોગના કણોના અંકુરણ અને છોડની પેશીઓમાં ફૂગના વિકાસથી લક્ષણો દેખાવાના શરુ થાય છે. જો બીજપત્રને ચેપ લાગ્યો હોય, તો ઋતુની શરૂઆતમાં જ રોપાઓનો નાશ થાય (ઢળી પડે) છે. કુમળા પાંદડાઓ પરથી ફૂગ ડાળી સુધી ફેલાય છે, જ્યાં તે પર્ણદંડ અને ડાળીના જોડાણના ભાગ અથવા ટોચની આસપાસ ફૂગ નિર્માણ કરે છે. જેનાથી છોડના અન્ય ભાગમાં ડાળી દ્વારા થતા પોષકતત્વો અને પાણીના પરિવહનને અસર થાય છે, જેનાથી છોડ ઢળી પડે અને નાશ પામે છે. આ રેપસીડ અને બ્રાસિકા પરિવારના અન્ય પાક (રાયડો, સલગમ, બ્રોકોલી, કોબીજના ફણગા, કોબી) માટે એક મહત્વપૂર્ણ રોગ છે.


નિવારક પગલાં

  • પસંદગીના પાક માટે ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો એ આ રોગ સામે લડવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
  • બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી ની યોજના કરો.
  • લણણી પછી પાકનો ખેડ કરી દાટી દો.
  • ઉપર ઉપરથી પાંદડાં દૂર કરવાથી ફૂગ નીચલા પાંદડા અને ડાળી સુધી પહોંચતા અવરોધે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો