ચા માં જોવા મળતી લાલ રંગની જીવાત

TEA

ચા માં જોવા મળતી લાલ રંગની જીવાત

Oligonychus coffeae

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • પાંદડાની વચ્ચેની રેખા પર પીળા રંગના ટપકાં, જે પછીથી બહારની બાજુ ફેલાય છે.
  • પાંદડા કથ્થાઈ, કાટ જેવા અથવા જાંબલી રંગના થઈ જાય છે અને બાદમાં ખરી જાય છે.
  • પાંદડા નીચેની બાજુએ રેશમના જાળમાં ગુંથાયેલ નાના લાલ રંગના ઇંડા જોવા મળે છે.
  • ખૂબ જ નાની લાલ રંગની જીવાત જૂના પાંદડાની ઉપરની સપાટી ને ખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
કોફી

ચા માં જોવા મળતી લાલ રંગની જીવાત

TEA

લક્ષણો

જૂના પાંદડાઓની વચ્ચેની મુખ્ય નસ પર પ્રારંભિક સંકેતો તરીકે પીળા રંગના ટપકા દેખાય છે. શરૂઆતમાં આ ટપકાઓ નાના હોય છે પરંતુ ત્યારબાદ મોટા અને કથ્થાઈ રંગના થઈ જાય છે તથા તે એકબીજા સાથે જોડાઈને મોટા ધબ્બા નિર્માણ કરે છે . જેમ જેમ પાંદડાનું ખાવાવાનું ચાલુ રહે છે તેમ તેમ પાંદડા કાંસા, તાંબા કે કાટ જેવા કથ્થાઈ રંગનાઅથવા જાંબલી રંગના થઈ જાય છે. સામાન્ય રીતે જૂના પાંદડાઓની ઉપરની સપાટી પર મુખ્ય પાસેથી નુકસાનની શરૂઆત થાય છે. ભારે ઉપદ્રવના કિસ્સામાં પાંદડાની ઉપલી અને નીચલી એમ બંને સપાટી પર ચેપ લાગે છે અને નવા કુમળા પાંદડા પર પણ અસર થઈ શકે છે. ચેપગ્રસ્ત પાંદડાની નીચેની બાજુએ નાના લાલ રંગના ગોળાકાર ઇંડાવા સાથે બારીક રેશમી જાળા હોય છે. વધારે નુકસાન પામેલા પાંદડા સુકાઈ અને છોડ પરથી ખરી પડે છે. જ્યારે વિપુલ માત્રામાં પાંદડા ખરી પડે છે, ત્યારે ચાના છોડ પર નવી કુપણો આવવાનું બંધ થાય છે તેનો વિકાસ ધીમો થઈ જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સારવારના પ્રથમ વિકલ્પ તરીકે છોડના અર્કનો ઉપયોગ કરો. ચોક્કસ જગ્યાએ જે છંટકાવ કરીને કુદરતી દુશ્મનોની વસ્તીને જાળવી રાખો. જૈવિક નિયંત્રણ સાથે ખેતીની યોગ્ય પદ્ધતિ જાળવી રાખો. જીવાતની પ્રતિકારક્ષમતાનું નિરીક્ષણ કરો અને તે પ્રમાણે રસાયણોની પસંદગી કરો. ઋતુ દરમિયાન જીવાતની વસ્તી પ્રમાણે સારવારનું પુનરાવર્તન કરો.

રાસાયણિક નિયંત્રણ

શ્રેષ્ઠ નિયંત્રણ માટે ઇંડા આવવાના તબક્કાને ચોક્કસ પ્રકારના જીવાતનાશકનો ઉપયોગ કરો. જીવાત્મા પ્રતિકારક્ષમતા નિર્માણ ન થાય તે માટે સારવારમાં લેવાતા રસાયણ નો પ્રકાર બદલતા રહો. પ્રથમ વાર પીળા ટપકાંના સંકેત દેખાય કે તરત સારવાર કરો. જીવાત જ્યાં ખોરાક લે છે તેવી પાંદડાની ઉપરની સપાટી પર છંટકાવ કરો. કુદરતી દુશ્મનોને બચાવવા માટે ઓછી ઘાતક માત્રાનો ઉપયોગ કરો. સૂકા હવામાન પહેલાં ન સમયસર સારવાર કરો.

તે શાના કારણે થયું?

આ નિર્માણ થતાં આ લક્ષણો તેમાં જોવા મળતી લાલ રંગની જીવાત (ઓલિગોનીચસ કોફી) ના કારણે થાય છે, જે 8-પગવાળી, 0.3-0.4 મિમિ કદ ધરાવતી નાની મસી જેવી જીવાત છે. તેઓ આગળથી લાલ અને પાછળથી લાલાશ પડતાં કથ્થાઈ અથવા જાંબલી રંગની હોય છે. માદા, લાર્વા અને બાળ જીવાત બધી જ અવસ્થામાં તે પાંદડાના રસ પર નભે છે. આ જીવાત આખું વર્ષ સક્રિય રહે છે પરંતુ એક ઋતુમાં એક ચોક્કસ પ્રમાણ ને અનુસરે છે. હળવા તાપમાનમાં હુમલો શરૂ થાય છે અને તાપમાન વધતાંની સાથે ઝડપથી ફેલાય છે. ગરમ એન સૂકા હવામાન દરમિયાન સૌથી વધારે નુકસાન થાય છે. ચોમાસાની ઋતુ શરૂ થતા, મોટાભાગની જીવાત ધોવાઈને લગભગ જતી રહે છે. તેઓ વળી પાછી આવે છે પરંતુ તે સમયગાળા દરમિયાન ભાગ્યે જ અસર કરે છે. ઠંડા હવામાનમાં પ્રજનન તેમજ તેની વસ્તી ખૂબ જ ઓછી રહે છે. ઘણા દેશોમાં ચા પર જોવા મળતી આ લાલ રંગની જીવાત ચા ના પાક માટે સૌથી ગંભીર જીવાત છે. જો તેનું યોગ્યરીતે નિયંત્રણમાં કરવામાં ન આવે તો તે પાકને ખુબ જ નુકસાન કરી શકે છે.


નિવારક પગલાં

  • શક્ય હોય ત્યાં જીવાત પ્રતિરોધક રોપાઓનો ઉપયોગ કરો.
  • જીવાતની વસાહતો દૂર કરવા માટે વધુ પડતાં ડાલી ડાળખાં અને પાંદડાં કાપી લો.
  • જંતુઓના લક્ષણો જોવા માટે જીવાતની શક્યતા વધુ હોય તેવી ઋતુ દરમિયાન અઠવાડિયે એક વાર દેખરેખ રાખો.
  • સૂકા સમયગાળા દરમિયાન જમીનમાં ભેજ જળવાઈ રહે તે જુઓ.
  • ચા તોડતી વખતે ચેપગ્રસ્ત નીચલા પાંદડાને દૂર કરો.
  • એક ખેતર માંથી બીજા ખેતરમાં જતા પહેલા સાધનો અને કપડાં સાફ કરો.
  • વધુ પવન હોય ત્યારે ભારે ચેપગ્રસ્ત વિસ્તારોમાં કામ કરવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો