કોફીની બેરીનો રોગ

કોફી

કોફીની બેરીનો રોગ

Colletotrichum kahawae

ફૂગ

ટૂંકમાં

  • બેરીની ટોચ પર કાણાં.
  • લીલી બેરી પર ઘેરા રંગના ડાઘ.
  • બેરી સૂકાઈને અકાળે ઝાડ પરથી ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક
કોફી

કોફીની બેરીનો રોગ

કોફી

લક્ષણો

બેરી પર ઘેરા રંગના ડાઘ રચાય, જેના કારણે તે અકાળે સુકાય છે અને ખરી પડે છે. ક્યારેક તે પાંદડાને પણ અસર કરે છે. આ રોગ છોડ વિકાસના કોઈપણ તબક્કામાં અસર કરે છે. ફૂલો આવવાના તબક્કાથી ચેપ શરૂ થઈ શકે છે પરંતુ તેના લક્ષણો ફક્ત લીલી અને પાકેલ બેરી પર જ જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પ્રતિકારક્ષમ જાતોનું વાવેતર કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂલો આવવાની શરૂઆતમાં પ્રથમ વખત છંટકાવ કરો. કોપર-ધરાવતા ફૂગનાશકનો મહિનામાં બે વખત રક્ષણાત્મક છંટકાવ કરવાથી રોગને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો તમે નિવારક ઉપચાર ન કર્યો હોય, તો પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત પગલાં લેવાનું શરુ કરો.

તે શાના કારણે થયું?

નુકસાન ફૂગના કોલેટોટ્રીચમ કાહવેને કારણે થાય છે. તે વરસાદની વાછટ, કોફી પીકર, પક્ષીઓ અને ચેપગ્રસ્ત રોપાઓની હિલચાલ દ્વારા ફેલાય છે. તે એક ગંભીર રોગ છે, જે ઉપજને 80% સુધી ઘટાડી શકે છે.


નિવારક પગલાં

  • સ્વચ્છતાપુર્ણ અને સમયસર લણણી કરવી જોઇએ.
  • પ્રજાતિ ના આધારે ભલામણ કરેલ અંતરે વાવેતર કરવું.
  • અકાળે વિકસેલ બેરીને દૂર કરો.
  • રોગના ફેલાવાને મર્યાદિત કરવા માટે પાણીનો ભરાવો થતો અટકાવો.
  • જૂના ડાળીઓને દૂર કરો અને રોગગ્રસ્ત બેરી અથવા અન્ય રોગના સ્રોતોને દૂર કરો.
  • ઝાડની ઘટામાં યોગ્ય હવાઉજાસ જળવાઈ રહે તે માટે વધારાના ડાળીડાળખાં કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો