કોફી

કોફીમાં કાટ જેવું દ્રવ્ય

Hemileia vastatrix

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચલી બાજુ પર નાના, પીળા અને ચાઠાં જેવા ટપકાં અને તેની ઉપરની બાજુ તેને અનુરૂપ સુકાયેલ પટ્ટા દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
કોફી

કોફી

લક્ષણો

પ્રારંભિક લક્ષણ તરીકે કોફીના છોડના પાંદડા પર 2-3 મીમી વ્યાસ ધરાવતાં પીળા ટપકાંનો વિકાસ થાય છે. આ ટપકાં મોટા ગોળાકાર વિસ્તરે છે જે નારંગી-લાલ રંગના બને છે અને અંતે પીળી કિનારી સાથે કથ્થાઈ રંગના બને છે. પાંદડાની નીચલી બાજુએ, તેને અનુરૂપ નારંગીથી કથ્થાઈ રંગના પાવડર જેવા રોગના બીજકણ દેખાય છે. આખરે પાંદડા વૃક્ષ પરથી ખરી પડે છે. પાંદડાની ગેરહાજરીના કારણે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી, અને છોડમાં પોષકતત્વોનો અભાવ સર્જાય છે, જેથી કોફીની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વેપારી ધોરણે આ રોગને નિયંત્રિત કરવા માટેની કોઈપણ જૈવિક નિયંત્રણની પદ્ધતિ ઉપલબ્ધ નથી. આ રોગને નિયંત્રિત કરવા માટે તે ન થાય તેવા પગલાં લેવાથી જ સારા સૌથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ માટે અનુકૂળ પર્યાવરણીય પરિબળો નિર્માણ થાય ત્યારે અને જયારે તે સમયગાળો પૂરો થાય ત્યારે પછી ફરીથી બોર્ડેક્સ મિશ્રણ અથવા 50% WG કોપર ઓક્સિકલોરાઇડનો છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

હેમીલીયા વેસ્ટેટ્રિક્સ ફુગના કારણે નુકસાન થાય છે. કૉફીમાં કાટનો રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને પર્યાવરણીય પરિબળો ફૂગના ફેલાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પવન અથવા પાણી એ ફેલાવા માટેના સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. જ્યારે ધૂળ અને ફૂગના કણ ખેતરમાં ઉડે છે ત્યારે ખેતરના અન્ય છોડ અથવા નજીકના ખેતરમાં ચેપ લગાડે છે અને ક્યારેક તે જમીન પર પડે છે અને વરસાદના ઝાપટાંના કારણે અન્ય છોડ પર ફેલાય છે. ભેજવાળા વાતાવરણમાં કૉફીમાં કાટનો રોગ વિપુલ માત્રામાં ફેલાય છે અને પાંદડા પર વરસાદી પાણીના ઝાપટાંના કારણે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઓર ફેલાય છે. અસરગ્રસ્ત ઝાડ પરની કોફી નબળી અને વજનમાં હલકી લાગે છે. જયારે આ રોગ ગંભીરપણે ફેલાય ત્યારે કોફીની ઉપજમાં 75% થી વધુના નુકસાનનું કારણ બની શકે છે.


નિવારક પગલાં

  • એકથી વધુ કોફીની પ્રજાતિનું વાવેતર કરો અને એક જ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી અટકાવો.
  • લાંબા સમય સુધી ભેજવાળું વાતાવરણ ન રહે અને વૃક્ષ પર ફૂગનાશકનો છંટકાવ સારી રીતે શક્ય બને તે માટે બે ઝાડ વચ્ચે વધુ અંતર રાખો અને ઝાડની નિયમિતપણે યોગ્ય કાપણી કરવાની આદત રાખો.
  • રોગના ફેલાવા માટે અંતરાય રૂપ હોય તેવા છોડ અને ઝાડીઓનો ઉપયોગ કરો.
  • કોફીમાં કાટનાં રોગને અસરકારક રીતે અટકાવવા માટે યોગ્ય પોષણ દ્વારા કોફીનો છોડ તંદુરસ્ત રહે તેની ખાતરી કરો.
  • ચેપગ્રસ્ત છોડનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો