Golovinomyces cichoracearum
ફૂગ
શરૂઆતમાં નીચેના ભાવમાં રહેલ જૂના પાંદડાઓની ઉપરની સપાટી પર સફેદ પાવડર જેવા ધબ્બા તરીકે જોવા મળે છે. આ ધબ્બાઓ ધીમે ધીમે ફેલાઈને પછી પાંદડાની સમગ્ર સપાટીને આવરી લે છે. ગંભીર કિસ્સાઓમાં, પાવડર જેવું આવરણ ડાળીઓ તેમજ પાંદડાની નીચેની સપાટી પર પણ ફેલાઈ શકે છે. અસરગ્રસ્ત પાંદડા પીળા, પછી કથ્થઈ રંગના બની પછી નાશ પામી શકે છે. છોડમાં ચેપ વધુ હોય તો તેની તાજગી ઓછી થઈ શકે છે અને વહેલા પાકી જાય છે. વિપુલ માત્રામાં ચેપ હોય તો સફેદ ધબ્બાઓની અંદર નાના ઘેરા રંગના ગોળાકાર માળખાં દેખાઈ શકે છે.
ટ્રાઇકોડર્મા પ્રજાતિઓ અને બેસિલસ સબટિલિસ જેવા જૈવનિયંત્રક એજન્ટો, સલ્ફર આધારિત ઉત્પાદનો, પોટેશિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ અથવા લીમડાના તેલનો છંટકાવ શરૂઆતના તબક્કે કરવામાં આવે તો તે મદદ કરી શકે છે.
હંમેશા જૈવિક અથવા પર્યાવરણને અનુકૂળ એવી સારવાર સાથે નિવારક પગલાં સાથેનો સંકલિત અભિગમ લેવાનું વિચારો. નિવારક પગલાં તરીકે અથવા રોગના પ્રથમ સંકેત દેખાય ત્યારે ફૂગનાશકોનો ઉપયોગ કરવો સૌથી અસરકારક હોય છે. ઘટાદાર છોડ પર સંપૂર્ણ છંટકાવ થાય તેની ખાતરી કરો, કારણ કે આ રોગકારક જંતુઓ એક છોડ પરથી બીજા પર ઝડપથી ફેલાય છે. જંતુઓમાં પ્રતિકારક્ષમતા નિર્માણ ન થાય તે માટે વિવિધ જૂથના ફૂગનાશકનો ઉપયોગ કરો.
મોટાભાગના ફૂગજન્ય રોગોથી વિપરીત, આ રોગ ગરમ, સૂકા વાતાવરણમાં તથા ઓછી ભેજ વાળી પરિસ્થિતિમાં વધુ વિકાસ પામે છે. ગરમ દિવસો અને ઠંડી રાત આ રોગના ફેલાવાને અનુકૂળ રહે છે. હવાના માધ્યમ દ્વારા તે સરળતાથી ફેલાય છે. ચેપ લગાડવા માટે આ ફૂગને પાંદડાની સપાટી પર પાણીની જરૂર હોતી નથી. વિપરીત ઋતુમાં તે ચેપગ્રસ્ત છોડના બાકી બચેલા કચરા અને જંગલી સૂર્યમુખી જેવા યજમાન છોડ પર ટકી રહે છે. હવાનું પરિભ્રમણ ઓછું થાય તેવા ઘટાદાર છોડમાં આ ચેપનું જોખમ વધારે હોય છે.