સૂર્યમુખીમાં મોઝેઇક વાયરસ

સૂર્યમુખી

સૂર્યમુખીમાં મોઝેઇક વાયરસ

Potyvirus helitessellati

વાયરસ

ટૂંકમાં

  • પાંદડા પર પીળા અને લીલા રંગના ધબ્બા (મોઝેઇક પેટર્ન).
  • પાંદડાની સપાટી પર પીળા રંગના નાના ટપકાં.
  • છોડ નીચા અને નબળા બને છે.
  • ઓછા બીજ સાથે સૂર્યમુખીનો વિકાસ ઓછો થાય છે.

માં પણ મળી શકે છે

0 પાક

સૂર્યમુખીમાં મોઝેઇક વાયરસ

સૂર્યમુખી

લક્ષણો

શરૂઆતમાં, પાંદડા પર આછા અને ઘેરા લીલા રંગના ધબ્બા દેખાય છે (મોઝેઇક પેટર્ન). પાંદડાની સપાટી પર નાના તેજસ્વી પીળા રંગના ટપકાંનો વિકાસ થાય છે. આવા લક્ષણો સૌપ્રથમ છોડની ટોચ પર રહેલ નાના પાંદડા પર જોવા મળે છે. 3+ અઠવાડિયા પછી વધુ ચિહ્નો દેખાય છે. આવા છોડ સ્વસ્થ છોડ કરતા ટૂંકા રહે છે. સૂર્યમુખીનો વિકાસ નાના અને નબળો થાય છે. બીજ ઓછા નિર્માણ થાય છે, અને તે નાના હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, પાંદડા કથ્થઈ રંગના બની અને ખરી પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ વાયરલ રોગની સામે કોઈ જ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. લાંબા ગાળા સુધી વાયરસ અટકાવવા માટે એફિડ પર ધ્યાન કેન્દ્રિત કરતા જૈવિક નિયંત્રણોને ખેતીની યોગ્ય પદ્ધતિઓ સાથે જોડી દો.

રાસાયણિક નિયંત્રણ

કોઈ પણ રસાયણ ચેપગ્રસ્ત છોડનો ઇલાજ કરી શકતા નથી. આ રોગનું નિયંત્રણ કરવા માટે એફિડને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વાયરસ ફેલાય તે પહેલાં, જ્યારે સૌ પ્રથમ વાર એફિડ દેખાય ત્યારે જ જંતુનાશકોનો ઉપયોગ કરો. એફિડ જ્યાં છુપાયેલ હોય ત્યાં પાંદડાની ઉપર અને નીચે બંને જગ્યાએ છંટકાવ કરો. પવનના દિવસોમાં અથવા વરસાદ પહેલાં છંટકાવ કરશો નહીં. જંતુમાં પ્રતિકાર નિર્માણ ન થાય તે માટે જંતુનાશકનો પ્રકાર બદલતા રહો. હંમેશા રક્ષણાત્મક કપડાં પહેરો અને લેબલ પર લખેલ નિર્દેશોનું પાલન કરો.

તે શાના કારણે થયું?

પોટીવાયરસ હેલિટેસેલાટી દ્વારા સૂર્યમુખીમાં મોઝેક વાયરસનો રોગ થાય છે અને તે વિશ્વભરમાં જંગલી જાતો સહિત સૂર્યમુખીની બધી પ્રજાતિને અસર કરે છે. ચેપગ્રસ્ત બિયારણ દ્વારા નવા વાવેતરમાં વાયરસ ફેલાઈ શકે છે. લીલા એફિડ ચેપગ્રસ્ત છોડમાંથી સ્વસ્થ છોડ પર વાયરસનું વહન કરે છે. ગરમ હવામાન દરમિયાન જ્યારે એફિડ સૌથી વધુ સક્રિય હોય છે ત્યારે વાયરસ ઝડપથી ફેલાય છે. ખેતરમાં કામ કરતાં માણસોના દુષિત હાથ, કપડાં અથવા ખેતરની સાધન સામગ્રી દ્વારા પણ વાયરસ ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • ખાતરીપુર્ણ સપ્લાયર્સ પાસેથી પ્રમાણિત વાયરસ-મુક્ત બીજ ખરીદો.
  • બધા ખેતી સાધનોને જંતુમુક્ત કરો.
  • ખેતરની આસપાસ રહેલ જંગલી સૂર્યમુખી અને ઝીનિયાના છોડને દૂર કરો.
  • જ્યારે એફિડની વસ્તી ઓછી હોય ત્યારે વાવેતર કરો (વસ્તી વધુ હોય તેવી ઋતુ ટાળો).
  • લક્ષણો વહેલી તકે જોવા અને એફિડ માટે દર અઠવાડિયે છોડની તપાસ કરો.
  • ચેપગ્રસ્ત છોડને તાત્કાલિક દૂર કરો - તેને બાળી નાખો અથવા દાટી દો.
  • વાયરસયુક્ત નીંદણથી ખેતરને મુક્ત રાખો.
  • ખેતરમાં કામ કર્યા બાદ હાથ ધોવા અને ઉપયોગમાં લીધેલ સાધનોને જંતુમુક્ત કરો.
  • પાકની ફેરબદલી કરો - 2-3 વર્ષ સુધી એક જ ખેતરમાં સૂર્યમુખીની વાવણી ન કરવી.
  • નવું વાવેતર કરેલ હોય તો તેને ચેપગ્રસ્ત વિસ્તારોથી દૂર રાખો.
  • એફિડને છેતરવા માટે ચાંદી જેવા ચમકદાર પ્લાસ્ટિકના ઘાસનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો