Verticillium dahliae
ફૂગ
નીચે તરફના પાંદડા પીળા પડવા લાગે છે. ઘણીવાર લક્ષણો છોડની એક બાજુ પર અથવા અડધા પાંદડા પર દેખાય છે. પાણી આપવા છતાં ચેપગ્રસ્ત છોડ સુકાઈ જાય છે. છોડ પરિપક્વ થતાં તેની ડાળી ઉપર અને અંદર નાના ઘાંટા કાળા રંગના ટપકાં દેખાઈ શકે છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત છોડ અન્ય સ્વસ્થ છોડ કરતાં વહેલા પાકી જાય છે અને નાશ પામે છે, જેનાથી તેના પરના બીજની ગુણવત્તા અને ઉપજમાં ઘટાડો થાય છે.
હાલમાં જૈવિક કે કાર્બનિક રીતે સંપૂર્ણપણે નિયંત્રણ કરી શકાય એવો કોઈ અસરકારક ઉકેલ ઉપલબ્ધ નથી. ખાતર જેવા કાર્બનિક પદાર્થોને જમીનમાં લાગુ કરવાથી ફાયદાકારક સૂક્ષ્મજીવાણુની પ્રવૃત્તિને ટેકો મળે છે જે રોગકારક જીવાણુને અટકાવી શકે છે. સોલારાઇઝેશન: ગરમ સમયગાળા દરમિયાન ભેજવાળી જમીન પર પ્લાસ્ટિક ઢાંકવાથી માટીના ઉપલા સ્તરમાં ફૂગ ને \ઘટાડી શકાય છે.
સૂર્યમુખીમાં વર્ટીસિલિયમના કારણે થતાં સુકારા સામે રાસાયણિક રીતે નિયંત્રણ કરવા માટે ખુબ જ માર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે, કારણ કે એક વાર છોડને ચેપ લાગ્યા બાદ સંપૂર્ણપણે અસરકારક એવું કોઈ ફૂગનાશક ઉપલબ્ધ નથી. વાવણી પહેલાં બિયારણની ફૂગનાશકથી સારવાર કરવાથી મદદ થઇ શકે છે. વાવણી સમયે જ સારવાર કરો, કારણ કે પાંદડા પર છંટકાવ કરવાથી માટી-જન્ય રોગ પર કોઈ અસર થતી નથી. રાસાયણિક નિયંત્રણનો ઉપયોગ હંમેશા નિવારણના પૂરક તરીકે કરવો જોઈએ, એક માત્ર ઉકેલ તરીકે નહીં.
માટીમાંથી ફેલાતી ફૂગ વર્ટીસિલિયમ ડાહલીના કારણે આ રોગ થાય છે. યજમાન છોડ વિના પણ આ ફૂગ જમીનમાં ટકી રહે છે. તે છોડમાં મૂળ દ્વારા પ્રવેશ કરે છે અને પાણીની ગતિને અવરોધે છે. તે માટી, ખેતીના સાધનો, છોડના કચરા અને બિયારણ મારફતે ફેલાય છે. નીચેના પરિબળો રોગને પ્રોત્સાહન આપે છે: માટીનું ઠંડુ તાપમાન (૧૫°C થી ૨૫°C વચ્ચે), ઋતુની શરૂઆતમાં જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અને ત્યારબાદ સૂકું વાતાવરણ અને ઓછા કાર્બનિક પદાર્થોવાળી હળવી માટી.