સૂર્યમુખીમાં સુકારો

સૂર્યમુખી

સૂર્યમુખીમાં સુકારો

Alternaria helianthi

ફૂગ

ટૂંકમાં

  • જમીનની ઉપરની બાજુએ રહેલ છોડના બધા ભાગોને અસર કરે છે.
  • વિવિધ આકારના ઘેરા કથ્થઈ રંગના ટપકાં દેખાવા.
  • છોડનો વિકાસ અટકી જાય છે.
  • થડનો ઘેરાવો અને ટોચના વ્યાસમાં ઘટાડો.
  • બિયારણની ઉપજમાં તીવ્ર ઘટાડો.

માં પણ મળી શકે છે

0 પાક

સૂર્યમુખીમાં સુકારો

સૂર્યમુખી

લક્ષણો

યજમાન છોડના પાંદડા, પાંદડીઓ, થડ, સેપલ્સ અને પાંખડીઓ પર કથ્થઈ રંગના ટપકાં જોવા મળે છે. આ ફૂગના કારણે રોપાઓમાં સુકારો અને ડૂંડામાં સડાનું કારણ બને છે. પાંદડા પર, આછા પીળા રંગની કિનારી સાથેના ઘાટા-કથ્થઈ રંગના ચાઠાં દેખાય છે. જેમ જેમ રોગ વધે છે તેમ તેમ તેનું કદ લગભગ 2-3 સે.મી. વ્યાસનું બને છે, જે એકત્ર થઈ અનિયમિત આકારના જખમ નિર્માણ કરે છે, જેના કારણે પાંદડા સુકાઈ જાય છે અને ખરી પડે છે. આ જખ્મ પીળાશ પડતાં વિસ્તારથી ઘેરાયેલા હોય છે, જે રાખોડી-સફેદ રંગનું સુકાયેલ કેન્દ્ર ધરાવે છે. આવા ટપકાં પહેલા નીચલા પાંદડા પર અને ત્યારબાદ મધ્ય અને ઉપરના પાંદડામાં ફેલાય છે. ડાળીઓ પર આ જખમ ગોળાકાર, લાંબા અથવા પટ્ટાવાળા કાળા ટપકાં તરીકે દેખાય છે. ફૂલના આધાર ભાગ અને પાંખડીઓ પર રહેલ ટપકાં પાંદડા પરના ટપકાં જેવા જ હોય ​​છે પરંતુ તે નાના કદના (0.5-2 સે.મી. વ્યાસ) હોય છે. ચેપના પરિણામો જોઈએ તો પાંદડાંઓમાં સુકારો અને પાનખર, ફૂલો અને બિયારણના ટોચના ભાગનો નાશ, છોડનું કરમાવું, ડાળીઓ ફાટવી અને અંતે છોડ નાશ પામે છે. ક્યારેક ફૂલોનો ટોચનો ભાગ સડી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પાનખરમાં અગાઉની લણણી પછી જમીનની આપમેળે થતી સફાઈ ક્ષમતા વધારવા માટે, ટ્રાઇકોડર્મા પ્રજાતિઓ અથવા ફાયટોપેથોજેન્સ (બેસિલસ પ્રજાતિઓ, સ્યુડોમોનાસ પ્રજાતિઓ) ના જૈવિક નિયંત્રણ એજન્ટો પર આધારિત જૈવિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવેતર માટે, ઇમાઝાલિલ અને ટેબુકોનાઝોલ (પ્રણાલીગત ફૂગનાશક) યુક્ત ફૂગનાશકોથી સારવાર કરાયેલા બિયારણનો જ ઉપયોગ કરો. ફૂલ પાંદડાંના વિકાસ થવાના તબક્કે સાયમોક્સાનિલ (સ્થાનિક રીતે પ્રણાલીગત ફૂગનાશક), બોસ્કેલિડ અને ટેબુકોનાઝોલ (પ્રણાલીગત ફૂગનાશક) ધરાવતા સંયોજનોનો ઉપયોગ કરવાથી રોગને નિયંત્રિત કરી શકાય છે.

તે શાના કારણે થયું?

અલ્ટરનેરિયા હેલિયન્થી નામની ફૂગ દ્વારા આ રોગ થાય છે. આ રોગકારક જંતુ બિયારણ અને છોડના અવશેષોમાં ટકી રહે છે. અંકુર નીકળવાથી લઈને લણણીના દરેક તબક્કે છોડ આ ચેપ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ગરમ, શુષ્ક હવામાનમાં સમયાંતરે વરસાદ હોય તેવા વાતાવરણમાં આ રોગ વ્યાપકપણે ફેલાય છે. નાઇટ્રોજનયુક્ત ખાતરના વધુ પડતાં ઉપયોગથી છોડને વધુ નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • દર ૩-૪ વર્ષે પાકના પરિભ્રમણનું આયોજન કરો.
  • જમીન એસિડિક હોય તો તેમાં ચૂનો નાખો.
  • જમીન સારીરીતે સાફ થાય અને તેમાં રહેલ છોડનો કચરો દૂર થાય તે માટે એક દાંતીવાળા હળથી ઊંડી ખેડ કરો.
  • એકાંતરે ચાસમાં ખેડાણ કરવાથી માટીના ઢેફાં તૂટી જાય છે અને જમીનમાં વાયુનું પ્રમાણ વધે છે.
  • ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરનો ઉપયોગ કરીને જમીનમાં પોષક્તત્વોનું સ્તર જાળવી રાખો.
  • ઋતુમાં મોડેથી વાવેતર કરવાથી રોગનો હુમલો ઘટાડી શકાય છે.
  • ઉપલબ્ધ એવી રોગ-પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો