પર્ણ ખોદતી માખીઓ - દ્રાક્ષ

દ્રાક્ષ

પર્ણ ખોદતી માખીઓ

Agromyzidae


ટૂંકમાં

 • પાંદડાની નસની આસપાસ અનિયમિત વાંકીચુકી ભૂખરી રેખાઓ.

લક્ષણો

કીડાના લીધે પાંદડાની બંને બાજુઓએ અનિયમિત અને વાંકીચુકી ભૂરી રેખાઓ જોવા મળવી. આ સામાન્ય રીતે પાંદડાની નસોની આસપાસ દરમાં રહેલ કાળા પાતળા લિસોટા જેવું દેખાય છે. આખા પર્ણ પર પણ આ છવાયેલ હોઈ શકે છે. અસરગ્રસ્ત પાંદડા અકાળે ખરી પણ શકે છે. આવી રીતે પાન ખરવાથી પાકમાં ઘટાડો થઈ શકે છે અને ફળો સીધા સૂર્યપ્રકાશ સામે આવી શકે છે.

ટ્રિગર

એગ્રોમિઝિડેની ઘણી પ્રજાતિની માખીઓ દ્વારા આ લક્ષણો ફેલાવામાં આવે છે, જેની અનેક પ્રજાતિઓ વિશ્વભરમાં જોવા મળે છે. વસંતઋતુમાં, માદા માખીઓ પાંદડાઓમાં કાણા પાડીને અમુક અંતરે ઈંડા મૂકે છે. નાના કીડા પાંદડાની ઉપર અને નીચેની સપાટી વચ્ચે પોષણ પામે છે. જેમ તેઓ પોષણ પામે છે તેમ પાછળ એક જાતનું કાળું લિસોટા જેવું બનાવે છે જે સફેદ ટનલ હોય છે. એકવાર તેઓ પરિપક્વ થાય એટલે પાંદડાની અંદરની બાજુએથી છિદ્ર ખોલે છે અને જમીન પર પડે છે, જ્યાં તેઓ વિકાસ પામે છે. યજમાન છોડની નજીક પડેલ છોડનો કચરો વૈકલ્પિક વિકાસ (પપેટ) સ્થાન બને છે. આ પ્રકારની પર્ણ ખોદતી માખીઓ પીળા રંગથી આકર્ષાય છે.

જૈવિક નિયંત્રણ

સામાન્ય ઉપદ્રવ માત્ર પાકના રંગ-રૂપને નુકસાન કરે છે, પાકની ઉત્પાદકતાને અસર કરતું નથી. પેરાસિટીક ભમરીઓ જે પર્ણ ખોદતી માખીઓના લાર્વા(નાના કીડા)ને મારી નાખે છે તે વ્યાપારીક રીતે ઉપલબ્ધ છે. લેડીબર્ડસ પણ પર્ણ ખોદતી માખીઓના શિકારી છે. લીમડાનું તેલ, લીમડાના બીજના કર્નલ એક્સ્ટ્રેક્ટ (NSKE ૫%), લીમડાનું તેલ (૧૫૦૦૦ પીપીએમ) @ ૫ml/l અથવા સ્પિનોઝડ પુખ્તને ખોરાક લેતા અને ઊંડા મૂકતા અટકાવે છે જેથી નુકસાન ઓછુ થાય છે. આ ઉત્પાદનો કુદરતી રક્ષકો અને પરાગ રજ પર ઓછી અસર કરે છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઓર્ગેનોફોસ્ફેટ્સ, કાર્બામેટ્સ અને પાયરેટ્રોઇડ પરિવારોના બહુમુખી જંતુનાશકો પુખ્ત માખીઓને ઇંડા મૂકવાથી અટકાવે છે, પરંતુ તેઓ લાર્વા(નાના કીડાઓ)ને મારી શકતા નથી. વધુમાં, તેઓ કુદરતી રક્ષકોની સંખ્યામાં ઘટાડો કરે છે અને માખીઓમાં પ્રતિકારના વિકાસ તરફ દોરી શકે છે, જે વાસ્તવમાં કેટલાક કિસ્સાઓમાં તેમની સંખ્યામાં વધારો કરી શકે છે. પ્રતિકારના વિકાસને ટાળવા માટે અબેમેક્ટિન, બાયફાન્થ્રીન, મેથોક્સીફેનોઝાઇડ, ક્લોરેન્ટ્રેનિલિપ્રોઇલ અથવા સ્પિનેટોરમ જેવા ઉત્પાદનોનો ઉપયોગ વારાફરતી કરી શકાય છે.

નિવારક પગલાં

 • બિયારણ વાવતી વખતે તેમાં પર્ણ ખોદતી માખીઓના ઈંડા ન હોય તેનું ધ્યાન રાખો.
 • વાંકા પર્ણ ધરાવતી પ્રજાતિઓ પસંદ કરો, કારણ કે તેને આ જીવાત લાગવાનો ભય ઓછો રહે છે.
 • દૂષિત ક્ષેત્રોની બાજુમાં વૈકલ્પિક યજમાનો રોપવાનું ટાળો.
 • આ માખીઓની હાજરી જાણવા ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
 • માખીઓને પકડવા માટે પીળા રંગની ચીકણી જાળી અથવા પાણી ભરેલ પીળા બેસીન રાખો.
 • ખરાબ પાંદડાઓને હાથથી વીણી કાઢો અને વધુ પડતા ખરાબ છોડનો નાશ કરી દો.
 • માખીઓના સ્થાનાંતરને રોકવા ફૂલો આપતા છોડની વાડ બાંધો.
 • ખેતરમાંથી અને આજુબાજુમાંથી નીંદણને દૂર કરો.
 • છોડની આસપાસ જૈવિક કચરો નાખો જેથી જમીનમાં માખીઓના ઉછેરને રોકી શકાય.
 • કુદરતી રક્ષકોનો નાશ કરતા બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ ટાળો.
 • ખેતર ખેડી જમીનમાં છુપાયેલ જીવાતોને કુદરતી રક્ષકો માટે ઉપર લાવો.
 • વૈકલ્પિક રીતે, લણણી બાદ અસરગ્રસ્ત છોડના કચરાને બાળો.
 • બિન- સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલ કરો.