મકાઈ

મકાઈમાં ડાઉની માઇલ્ડ્યુ (સૂક્ષ્મ જીવાત)નો રોગ

Peronosclerospora sorghi

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પીળાશ પડતી છટાઓ.
  • નબળો અને ગુચ્છેદાર વિકાસ.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

પાંદડાની ઉપર અને નીચે બંને સપાટી પર સફેદ રંગની ફુગનો વિકાસ થાય છે. પ્રકાંડની ગાંઠો વચ્ચે ઓછું અંતર હોવાના કારણે નબળો અને ગુચ્છેદાર વિકાસ થયેલો દેખાય છે. છોડ પર લીલા રંગના વણખીલેલા નર ફૂલો પર પણ ફૂગનો વિકાસ જોવા મળે છે. ડૂંડાં પર નાનાથી મોટા પાંદડાઓ જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રતિરોધક અને સંકર જાતો ઉગાડો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારયુક્ત સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. મેટાલેક્સિલ અને મેન્કોઝેબ જેવા સક્રિય ઘટકો ધરાવતા પ્રણાલીગત ફૂગનાશક સાથે બીજની સારવાર કરો.

તે શાના કારણે થયું?

પાંદડાની બંને સપાટી પર સફેદ રંગની ફુગના વિકાસના કારણે નુકસાન થાય છે. જમીનમાં રહેલ રોગના કણો અને ચેપગ્રસ્ત મકાઈના બીજમાં હાજર નિષ્ક્રિય માયસિલિયમ ચેપ માટેનો પ્રાથમિક સ્રોત છે. ફૂગ એકવાર યજમાન પેશીમાં વસાહત કરે પછી તેના પર્ણરંધ્રમાંથી સ્પોરએન્જીઓફોર્સ બહાર આવે છે અને રોગના કણો ઉત્પન્ન કરે છે જે વરસાદ અને પવનના ઝાપટાં દ્વારા ફેલાય છે અને પછીના ચેપનું કારણ બને છે.


નિવારક પગલાં

  • સ્વચ્છતાપૂર્ણ પદ્ધતિથી ખેતી કરો.
  • જમીનમાં સરખી ઊંડાણ પૂર્વક ખેડ કરો.
  • કઠોળ જેવા પાકની ફેરબદલી કરો.
  • ચેપગ્રસ્ત છોડને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો