જુવાર

જુવારનું ખવાવું

Puccinia purpurea

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના ધબ્બાઓ બને છે જે ધીમે ધીમે આછા જાંબુડી રંગ નિર્માણ કરે છે, નીચલી સપાટી પર સહેજ ઉપસેલી ફોલ્લીઓ જોવા મળે છે.
  • તેનો આકાર ગોળાકાર કે લંબગોળ હોય છે, અને છુટા વિખેરાયેલા કે પટ્ટીઓ તરીકે હોય છે.
  • પાંદડાંના આવરણમાં કે ડૂંડાના સાંઠા પર લક્ષણો જોવા મળી શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

જુવાર

લક્ષણો

સામાન્ય રીતે છોડની વૃદ્ધિના 1-1.5 મહિનામાં લક્ષણો જોવા મળે છે. સૌ પ્રથમ નીચેના પાંદડા પર વિવિધ રંગના (જાંબલી, રાતા અથવા લાલ) નાના ધબ્બાઓ દેખાય છે. પ્રતિરોધક જાતોમાં લક્ષણોનો વધુ વિકાસ થતો નથી. સંવેદનશીલ કિસ્સામાં, તે રોગના બીજકણથી ભરાવાથી, ધબ્બાઓ, આછા જાંબુડી રંગના, પાવડર જેવા બને છે, સહેજ ઊપસેલી ફોલ્લીઓમાં ફેરવાય જાય છે અને ગોળ કે લંબગોળ આકાર બને છે. તેઓ છુટા વિખેરાયેલા કે પટ્ટીઓ તરીકે દેખાય છે અને છોડ પરિપક્વ થતાં તે વધુ ઘટ્ટ બની શકે છે. અત્યંત સંવેદનશીલ સંવર્ધિત જાતોમાં સમગ્ર છોડ ફોલ્લીઓથી ભરાય જાય છેઅને ચેપગ્રસ્ત ખેતર કથ્થાઈ રંગનું દેખાય છે. ફોલ્લીઓ ડૂંડાના સાંઠા અને પાંદડાંના આવરણ પર પણ મળી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અત્યાર સુધી પુકસિનિયા પરપૂરિયા સામે કોઈ વૈકલ્પિક સારવાર ઉપલબ્ધ નથી. જો તમે આ રોગ સામે લડવામાં મદદરૂપ થાય એવું કાંઈ જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો. અમે તમારા તરફથી જાણવા માટે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સંવેદનશીલ જાતો પર ફુગનાશકોને લાગુ પાડવાથી તે લાભદાયી થઈ શકે છે. હૅક્ષાકોનાઝોલ (0.1%), ડીફેનકોનાઝોલ (0.1%) અને પ્રોપીકોનાઝોલ (0.1%) પર આધારિત ઉત્પાદનો રોગ નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે. લક્ષણો દેખાયા બાદ તરત જ 15 દિવસ ના અંતરાલ પર આ ફુગનાશકોનો બે વાર છંટકાવ ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પુકસિનિયા પરપૂરિયા ને કારણે રોગ થાય છે, એક ફૂગ કે જે માટી અને ચેપગ્રસ્ત કચરામાં માત્ર ટૂંકા સમય ગાળા માટે અસ્તિત્વ ધરાવે છે. તેથી, તે ઘાસ અથવા અમુક નીંદણ , જેવાકે વુડસોરેલ (ઓક્સેલીસ કોર્નિકુલતા) માં ઠંડી દરમ્યાન ટકી રહે છે. રોગના બીજકણ પવન અને વરસાદ દ્વારા મોટા અંતર સુધી પરિવહન કરી શકે છે. રોગ વિકાસ ભેજનું ઊંચું પ્રમાણ (લગભગ 100%), ઝાકળ, વરસાદ અને ઠંડુ તાપમાન (10-12 ° સે) રોગના વિકાસમાં મદદ કરે છે. ગરમ, શુષ્ક હવામાન ફૂગનો વિકાસ ધીમો કરે છે અથવા અટકાવે છે અને રોગની અસર ઓછી કરે છે. કેટલાક ગંભીર રીતે ચેપગ્રસ્ત પાંદડાના કિસ્સામાં, પાંદડાનું કરમાવું અને નાશ પામવું શક્ય છે.


નિવારક પગલાં

  • સ્થાનિકરીતે ઉપલબ્ધ હોય તેવી છોડની પ્રતિરોધક જાતો વાપરો છે.
  • પ્રમાણિત સ્ત્રોત માંથી મેળવેલ તંદુરસ્ત બીજ વાપરો.
  • ચેપગ્રસ્ત ખેતરના બિયારણનો ઉપયોગ કરશો નહીં.
  • ચેપ માટેની સાનુકૂળ પરિસ્થિતિને ટાળવા સિઝનની શરૂઆતમાં વાવેતર કરો.
  • જલ્દી પાકે તેવી ટૂંકી મોસમની જાતો પસંદ કરો.
  • રોગના લક્ષણો માટે ખેતરની ચકાસણી કરો.
  • ચેપગ્રસ્ત છોડ દૂર કરો અને તેનો નાશ કરો(ઉદાહરણ તરીકે તેમને સળગાવીને).
  • નીંદણ માટે સારું આયોજન કરો જેથી અન્ય યજમાન છોડમાં ચેપ લાગતો અટકે.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકને બદલો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો