મકાઈ

ગોસનો સુકારો

Clavibacter michiganensis

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નશોને સમાંતર અનિયમિત કિનારી સાથે ફેલાયેલ રાતા જખમ.
  • ક્રમશઃ પાંદડાં પર ફૂગ નિર્માણ થાય છે.
  • કાળા રંગના મસા અને જખમમાંથી સુકાયેલ બેક્ટેરિયા યુક્ત ચમકતું દ્રવ્ય ઝરે છે.
  • કરમાશ અને રોપાઓનો નાશ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

પ્રાથમિક લક્ષણો તરીકે પાંદડા પર નશોને સમાંતર અનિયમિત કિનારી સાથે ફેલાયેલ રાતા જખમ દેખાય છે. સમય જતાં, આ જખમથી પાંદડાં પર ફૂગ પણ નિર્માણ થઈ શકે, મોટા પ્રમાણમાં છત્રના પાંદડાં નાશ પામે અને સાંઠામાં સડો થતાં છોડ ક્ષીણ બને છે. ઝખ્મમાં ઘેરા રંગના, પાણી શોષાવાથી થતાં ટપકાં( 'મસા) નિર્માણ થાય છે. ઘણીવાર પાંદડાની કિનારી સુકાઈ જાય છે. કાળા રંગના મસા અને જખમમાંથી સુકાયેલ બેક્ટેરિયા યુક્ત ચમકતું દ્રવ્ય ઝરે છે. સાંઠામાં ચેપ વાળા છોડમાં, સાંઠા માં નારંગી રંગની વાહક પેશીઓનું જૂથ જોઈ શકાય છે. જો ચેપ ધરૂના તબક્કા દરમ્યાન લાગે, તો કુમળા છોડ પર ફૂગ લાગીને કરમાય છે અને ધરૂનો નાશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી સી. મીસીગનેન્સીસ માટે કોઈ જ જૈવિક નિયંત્રણના વિકલ્પ ઉપલબ્ધ નથી.જો તમે કોઇ જાણતાં હો તો કૃપા કરીને અમને જાણ કરશો. અસરકારક નિયંત્રણ માટે માત્ર પ્રતિબંધક પ્રકાર જ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજ સુધી સી. મીસીગનેન્સીસ માટે કોઈ જ રાસાયણિક નિયંત્રણના વિકલ્પ ઉપલબ્ધ નથી. જો તમે કોઇ જાણતાં હો તો કૃપા કરીને અમને જાણ કરશો. અસરકારક નિયંત્રણ માટે માત્ર પ્રતિબંધક પ્રકાર જ છે.

તે શાના કારણે થયું?

રોગના લક્ષણો ક્લેવિબેક્ટર મિસિંગનેન્સીસ બેક્ટેરિયમ ના કારણે નિર્માણ થાય છે, કે જે ચેપગ્રસ્ત છોડના અવશેષો અથવા કચરા કે લીલા ફોક્સટેલ(કપડાં પર ચોંટી જતા કુતરા), જમીનને ચોંટીને રહેતું ઘાસ અને શેટરકેન જેવા વૈકલ્પિક યજમાનોમાં ઠંડી દરમ્યાન ટકી રહે છે. આ ચેપગ્રસ્ત પેશીઓ પરથી, બેક્ટેરિયા મુખ્યત્વે વરસાદના છાંટા ઉડવાથી, ઉપરથી પાણી પડતી સિંચાઈ પધ્ધતિમાં પવનથી ઉડતાં છાંટા દ્વારા કુમળા છોડ પર ફેલાય છે. ગોસનો સુકારો મુખ્યત્વે, ઉદાહરણ તરીકે, કરા, રેતી-ઉડાવાથી અને તોફાની પવનથી ઘાયલ થયેલ પાંદડાંને અસર કરે છે. પાંદડાં પર ચેપ લાગ્યા બાદ પછી તે છોડની અંદર ફેલાય છે, અને પછી એક છોડ પરથી બીજા પર ફેલાય છે. હૂંફાળું તાપમાન (> 25 ° સે) રોગના વિકાસની તરફેણ કરે છે. રેશમ જેવા તાંતણા નિર્માણ થયા બાદ રોગના લક્ષણો વધુ દેખાઈ આવે છે, અને આ તબક્કા પછી રોગની તીવ્રતામાં વધારો થાય છે. સંવેદનશીલ સંકર જાતની વાવણી, ઓછું ખેડાણ અને એક જ પ્રકારના પાકના વાવેતરથી રોગને પ્રોત્સાહન મળે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો (અનેક બજારમાં હાજર છે) પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • રોગના લક્ષણો માટે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરો.
  • ખેતીમાં સંકળાયેલા તમામ સાધનો સાથે ઉચ્ચ પ્રકારની સ્વચ્છતા જાળવો.
  • છોડને યાંત્રિક રીતે શક્ય એટલું ઓછું નુકસાન થાય તેનું ધ્યાન રાખો.
  • ઉદાહરણ તરીકે ઊંડી ખેડ દ્વારા છોડના અવશેષો દૂર કરો.
  • મકાઈના બાકી રહેલા અવશેષોના વિઘટન માટે દર બે વર્ષે પાકની ફેરબદલી કરો.
  • લીલા ફોક્સટેલ(કપડાં પર ચોંટી જતા કુતરા), જમીનને ચોંટીને રહેતું ઘાસ અને શેટરકેન જેવા વૈકલ્પિક યજમાનો ને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો