Stephanitis typica
જંતુ
ઉપદ્રવ પામેલ પાંદડા દૂરથી પણ દેખાય છે. વયસ્કો અને બાળ કીડા પાંદડાંની નીચલી બાજુએ હોય છે, જ્યાં તેઓ વસાહતો બનાવે છે અને પાંદડા પર નભે છે. સામાન્યરીતે, જંતુઓ મધ્મ નસની આસપાસ પાંદડાંના સત્વ પર નભે છે. પાંદડાંની ઉપરની બાજુ પર ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી થતું નુકસાન નાના સફેદ, પીળાશ પડતાં ટપકાંના સ્વરૂપે દેખાય છે. જંતુએ છોડેલ ઘેરો સ્ત્રાવ પાંદડાની નીચલી સપાટી પર રહે છે. સમય જતાં, વસાહતોનો વિસ્તારો બદામી પીળાશ પડતો બને છે અને સુકાઈ જાય છે. વૃક્ષો નો વિકાસ અટકે છે અને અસ્વસ્થ દેખાય છે.
સંકલિત અભિગમ તરીકે વાપરવામાં આવે તો, સ્ટેથોકોન્સ જેવા શિકારી કીડાંની પ્રજાતિ ઉપદ્રવને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લીમડાના તેલ અને લસણ (2%)ના સ્નિગ્ધ મિશ્રણનો પાંદડાં પર છંટકાવ કરી શકો છો.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ સામે લડત માટે જંતુનાશકો નો ઉપયોગ એ સૌથી સામાન્ય રીત છે. ડાયમેથોઈટ ધરાવતા ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ એવી રીતે કરવું કે જેથી પાંદડાની નીચલી સપાટી ઉત્પાદનથી આવરી લેવાય.
પુખ્ત કીડા સફેદ અથવા પીળા રંગના, કદમાં 4 મીમી અને સાથે અપારદર્શક, દોરી જેવી પાંખો ધરાવે છે. પાંદડાંની નીચેની બાજુ પર માદા ફૂદાં લગભગ 30 ઇંડા મૂકે છે. લગભગ 12 દિવસ પછી પીળા બાલ કીડા બહાર આવે છે. આ વિકાસના તબક્કામાં 13 દિવસ લાગે છે. કેળાંના દોરી જેવી પંખોવાળા કીડાના કારણે હાલમાં, ઉપજને નુકસાન સંબંધિત કોઈ જ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. અત્યાર સુધી, જંતુના કારણે કેળાંના છોડને ગંભીર નુકસાન વિશે પણ કોઈ અહેવાલ મળેલ નથી.

Put your product in front of farmers the moment they diagnose કેળાંના દોરી જેવી પંખોવાળા કીડા — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover