ચોખા

થ્રીપ્સ

Thysanoptera

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની બાજુએ ચાંદી જેવા રંગના ડાઘ જોવા મળવા, જેને “સિલ્વરીંગ” અસર કહેવામાં આવે છે.
  • પીળા, કાળા અથવા પટ્ટી જેવા, ૧-૨ mm લંબાઈના જીવડાં અને પાંદડાની નીચેની બાજુએ રહેલ કાળા ડાઘ.
  • પાંદડા, ફૂલો અને ફળોની વિકૃતિ.

માં પણ મળી શકે છે

41 પાક
સફરજન
જરદાળુ
કેળા
જવ
વધુ

ચોખા

લક્ષણો

નાના કીડા (લાર્વા) અને પુખ્ત જીવાતો છોડની પેશીઓમાંથી પોષણ મેળવે છે અને પર્ણની ઉપરની બાજુએ નાના ચાંદી જેવા રંગના ડાઘ ઉત્પન્ન કરે છે, જેને “સિલ્વરીંગ” અસર કહેવામાં આવે છે. આ જ ડાઘ તે પાંખડીઓ પર દેખાઈ શકે છે જ્યાંથી રંગદ્રવ્ય દૂર કરવામાં આવ્યું છે. પાંદડાની નીચેની બાજુએ, થ્રીપ્સ અને તેમના લાર્વા જૂથમાં તેમના કાળા છાણના ડાઘની નજીક સાથે મળીને બેસે છે. અસરગ્રસ્ત છોડના પાંદડા પીળા, સૂકાયેલ, વિકૃત અથવા કરમાઈ જાય છે. કળીઓ અથવા ફૂલના વિકાસ દરમિયાન આ રોગ રહેવાથી ડાઘવાળા અથવા વિકૃત ફૂલો કે ફળો આવે છે અને ઉપજમાં પણ ખોટ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વિશિષ્ટ થ્રીપ્સ માટે અમુક જૈવિક નિયંત્રણ પગલાં વિકસાવવામાં આવ્યા છે. લાર્વા(નાના કીડા) અથવા પપુ(મધ્યમ વિકાસ પામેલ કીડા) ખાનાર શિકારી માઇટ્સ વ્યાવસાયિક રૂપે ઉપલબ્ધ છે. પાંદડા પર અસરકારક અને ફૂલ પર સૌમ્ય એવા મિશ્રણ તરીકે લીમડાના તેલ અથવા કુદરતી પાયરેટ્રન્સને અજમાવો, ખાસ કરીને પાંદડાઓની નીચે. સ્પિનોઝનો છંટકાવ સામાન્ય રીતે કોઈપણ રાસાયણિક અથવા અન્ય જૈવિક ફોર્મ્યુલેશન કરતાં થ્રીપ્સ સામે સૌથી વધુ અસરકારક છે. તે ૧ અઠવાડિયા અથવા તેનાથી વધુ ચાલે છે અને છંટકાવ કરેલ પેશીઓની આસપાસ પણ અસર કરે છે. જોકે તે કેટલાક કુદરતી રક્ષકો (દા.ત., શિકારી માઇટ્સ, સિરીફિડ માખી લાર્વા) અને મધમાખીઓ માટે ઝેરી હોઇ શકે છે. ફૂલ આવતા હોય તે છોડમાં સ્પિનોઝનો ઉપયોગ કરશો નહીં. ફૂલોના ઝાડ પર થ્રીપ્સના ઉપદ્રવમાં, કેટલાક શિકારી માઇટ્સ અથવા લીલા લેસવિંગ્સ લાર્વાનો ઉપયોગ થઈ શકે છે. કેટલાક જંતુનાશકો સાથે લસણના અર્કનું સંયોજન પણ સારી રીતે કાર્ય કરે છે. અત્યંત પ્રતિબિંબીત યુવી (UV) કચરા (મેટલાઇઝ્ડ મલ્ચ)ના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઉચ્ચ પ્રજનન દર અને તેમના જીવન ચક્રને કારણે થ્રીપ્સે વિવિધ જંતુનાશકોથી પ્રતિકાર વિકસાવ્યો છે. અસરકારક જંતુનાશકોમાં ફાયપ્રોનલ @ ૨ml, ઇમિડક્લોપિડ @ ૦.૨૫ ml અથવા એસીટામિપ્રિડ @ ૦.૨g શામેલ છે, જેને ઘણા ઉત્પાદનોમાં પાઇરોનીયલ બટૉક્સાઇડ સાથે તેનો પ્રભાવ વધારવા માટે મિશ્રિત કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

થ્રીપ્સ ૧-૨ mm લાંબી, પીળી, કાળી અથવા પટ્ટી જેવી જીવાત છે. ઘણી પ્રજાતિઓમાં બે જોડી પાંખો હોય છે, જયારે અમુક પ્રજાતિઓમાં પાંખો હોતી નથી. તેઓ છોડના કચરા અથવા જમીન કે યજમાન છોડમાં નિષ્ક્રિય પડી રહે છે. તે વાયરલ રોગોની વ્યાપક શ્રેણી માટે વાહકનું કામ કરે છે. થ્રીપ્સ વિવિધ છોડને અસર કરે છે. સુકા અને ગરમ આબોહવા તેમની વસ્તીમાં વૃદ્ધિ કરે છે. ભેજવાળા વાતાવરણમાં તેમની વસ્તી ઘટે છે. પુખ્ત જીવાતો ભારે પવન, કપડાં, સાધનો અને પાત્રો (જેના ઉપયોગ પછી તેને બરાબર રીતે સાફ ન કરવામાં આવેલ હોય તેના) દ્વારા સરળતાથી ફેલાય છે.


નિવારક પગલાં

  • એવી પ્રતિકારક જાતિઓનું વાવેતર કરો કે જેને થ્રીપ્સથી સુરક્ષા માટે જંતુનાશક નાખવાની જરૂર ન પડે.
  • થ્રીપ્સ અને તેની પ્રગતિ ઘટાડવા માટે પંક્તિઓ સાથે પ્લાસ્ટિક અથવા કાર્બનિક જૈવિક કચરો ઉમેરો.
  • નીંદણવાળા વિસ્તારોની આસપાસ સંવેદનશીલ છોડનું વાવેતર ટાળો.
  • ગ્રીનહાઉસમાંથી થ્રીપ્સમુક્ત અને વાયરસમુક્ત રોપાની પસંદગી કરો.
  • નિયમિતપણે ખેતરની દેખરેખ રાખો જેથી કોઈ જીવાત અથવા રોગના અસ્તિત્વની ખબર પડી શકે અને તેના નિવારણના ઉપાય વિશે વિચારી શકાય.
  • જીવાતોને આકર્ષિત કરવા માટે માટે વિશાળ ક્ષેત્ર પર ચીકણી જાળીઓનો ઉપયોગ કરો.
  • વૈકલ્પિક યજમાનો અથવા વાયરસથી ચેપગ્રસ્ત છોડની નજીક વાવેતર ટાળો.
  • પાકને નષ્ટ કરવાને બદલે શાખા બિંદુઓ અને ગાંઠો ઉપરથી તેને કાપો.
  • ગ્રીનહાઉસમાં વાવેતરને વરાળ દ્વારા જીવાણુંમુક્ત કરી શકાય છે.
  • ચેપગ્રસ્ત છોડ અને તેના કચરાને દૂર કરી અને તેનો નાશ કરો.
  • છોડની સારી રીતે સિંચાઈ કરો અને નાઇટ્રોજન સમૃદ્ધ ખાતરનો વધારે પડતો ઉપયોગ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો