આદુ

ભૂગર્ભ પ્રકાંડમાં સડો

Pythium aphanidermatum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પીળા પાંદડાં.
  • સડેલા મૂળ.
  • ભૂગર્ભ પ્રકાંડના કોષોમાં કથ્થાઈ રંગની વિકૃતિ.

માં પણ મળી શકે છે

2 પાક
આદુ
હળદર

આદુ

લક્ષણો

પેટા પ્રકાંડની ગાંઠ પાસેથી ચેપની શરૂઆત થાય છે અને પછી તે ઉપર અને નીચેની તરફ ફેલાય છે. અસરગ્રસ્ત પેટા પ્રકાંડની ગાંઠનો ભાગ સુકાય છે અને સડો ભૂગર્ભ પ્રકાંડ તરફ ફેલાય છે. પાછળના તબક્કે, સડો મૂળમાં પણ ફેલાય છે. પાંદડામાં લક્ષણો તરીકે, નીચેના પાંદડાની ટોચ પીળા રંગની બને છે, જે ધીમેધીમે પાંદડાની સપાટી પર ફેલાય છે. ચેપના પ્રારંભિક તબક્કામાં, પાંદડાનો મધ્ય ભાગ લીલા રંગનો રહે છે, જ્યારે કિનારી પીળી થઈ જાય છે. આ પીળાશ પાછળથી, પેટા પ્રકાંડ તૂટવી, નબળી પડવી અને સુકાવામાં પરિણામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માઇક્રોબાયલ પ્રવૃત્તિ અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવા માટે ભુસુ પાથરી લીધા બાદ ગાયના છાણની સ્લરી અથવા પ્રવાહી ખાતર લાગુ કરો. વાવેતર માટે પ્રતિરોધક અથવા સહિષ્ણુ પ્રજાતિનો ઉપયોગ કરો. મકાઇ, કપાસ અથવા સોયાબીનના સાથે પાકની ફેરબદલી કરો. ટી ​​વિરિડી, ટી હરજિનમ અને ટી હેમેટમ જેવી ટ્રાઇકોડર્માની પ્રજાતિઓ, રોગકારક ફૂગના વિકાસમાં અવરોધ કરે છે એવું જાણીતું છે (40ગ્રા/ ચો.મી.).

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. રોગના બનાવો ઓછા કરવા માટે બિયારણનો સંગ્રહ અને વાવેતર કરતા પહેલા તેને 30 મિનિટ માટે 0.3% મેન્કોઝેબ સાથે સારવાર આપો.

તે શાના કારણે થયું?

માટીજન્ય ફૂગ પાઈથીયમ એફનીડરમેટમ ના કારણે રોગ નિર્માણ થાય છે, જે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ બેસતાં માટીમાં ભેજનું પ્રમાણ વધતા ગુણાન્વિત થાય છે. ફૂગ બે રીતે ટકી શકે છે. એક, બિયારણ માટે રાખવામાં આવેલ રોગગ્રસ્ત ભૂગર્ભ પ્રકાંડમાં જીવંત રહે છે, અને બીજું ક્લેમિડોસ્પોર અને ઉસપોર જેવા પડી રહેલ માળખાં કે જે અસરગ્રસ્ત ભૂગર્ભ પ્રકાંડ દ્વારા જમીનમાં પહોંચે છે. કુમળા ફણગા રોગ પેદા કરતા જીવાણુ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને નેમાટોડ ના ઉપદ્રવથી રોગ વધુ ને વકરે છે. 30° સે થી વધુ તાપમાન અને માટીમાં ભેજનું વધુ પ્રમાણ રોગની તરફેણ કરતાં મહત્વપૂર્ણ પરિબળો છે. પાણીના નિકાલની ખરાબ વ્યાવસ્થાના કારણે થતો પાણીનો ભરાવો પણ ખેતરમાં રોગની તીવ્રતા વધારે છે.


નિવારક પગલાં

  • પાણીના નિકાલની ચોક્કસ ખાતરી કરો, અને વાવણી માટે પણ સારીરીતે નીતરેલ જમીન પસંદ કરો.
  • ચેપગ્રસ્ત છોડને દૂર અને નાસ કરવા જેવા ફાયટો સેનિટરી પગલાં અનુસરો.
  • વાવેતરના સમયે 4-4.8 ટન/એકર ના દરે લીલા પાંદડા (વિટેક્સ નેગુન્ડો) નું ભુસુ પાથરો.
  • વાવેતરના 40 થી 90 દિવસો બાદ 2 ટન / એકર દરે તેનું પુનરાવર્તન કરો.
  • ઓછામાં ઓછા 2-3 વર્ષે પાકની ફેરબદલી કરવાનું રાખો.
  • માટીના સુધારા માટે 250 ગ્રા/ચો.મી.
  • પ્રમાણે લીમડાની કેક અને ચૂનો લાગુ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો