હળદરના પાંદડાં પર ટપકાં

હળદર

હળદરના પાંદડાં પર ટપકાં

Colletotrichum capsici

ફૂગ

ટૂંકમાં

  • રાખોડી કેન્દ્રવાળા કથ્થાઈ રંગના ટપકાં.
  • પાંદડાં સુકાય અને કરમાય.

માં પણ મળી શકે છે

1 પાક
હળદર

હળદરના પાંદડાં પર ટપકાં

હળદર

લક્ષણો

શરૂઆતના સંકેતો તરીકે પાંદડા પર રાખોડી કેન્દ્રવાળા આછા રંગના લંબગોળ ટપકાં જોવા મળે છે. ટપકાં નાના, 1-2 મીમી વ્યાસ ના હોય છે. ટપકાં એકરૂપ થઈ સામાન્ય રીતે 4-5 સે.મી. લંબાઈ અને 2-3 સે.મી. પહોળાઇના બની જાય છે. ઉપદ્રવના આગળના તબક્કામાં, ટપકાં કાળા રંગના કેન્દ્ર વાળી રિંગ બની જાય છે. રાખોડી રંગનું કેન્દ્ર પાતળું અને છેવટે ફાટી જાય છે. ગંભીર હુમલાના કિસ્સાઓમાં, પાંદડાની બંને બાજુ પર સેંકડો ટપકાં દેખાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પાંદડાં કરમાય અને સુકાઈ જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોગનાં બનાવો ઓછા કરવાના પુરાવા દર્શાવેલ ટી. હરજિનમ, ટી વિરિડી જેવા બાયોએજન્ટ લાગુ કરો. ઉપરાંત, પી લોન્ગીફોલીઆ છોડનો અર્ક પણ રોગના નિયંત્રણ માટે અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. બિયારણને લીટર પાણી દીઠ 3ગ્રા મેન્કોઝેબ અથવા લીટર પાણી દીઠ 1ગ્રા કારીબેંડેઝીમ સાથે 30મિનિટ સુધી સારવાર આપો અને ત્યાર બાદ વાવેતર પહેલા છાંયડામાં સુકવી લો. એક લીટર પાણીમાં 2.5ગ્રા મેન્કોઝેબ અથવા 1ગ્રા કારીબેંડેઝીમ ઉમેરી આંતરે દિવસે 2-3 છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ભૂપ્રકાંડની છાલ પર રહેલ ફૂગથી રોગ નિર્માણ થાય છે કે જે વાવેતર દરમિયાનના ચેપનો પ્રાથમિક સ્રોત છે. પાછળથી પવન, પાણી અને અન્ય ભૌતિક અને જૈવિક પરિબળોનાં કારણે ફેલાવો થાય છે. રોગ પેદા કરતા જીવાણુનું એક વર્ષ સુધી ચેપગ્રસ્ત કચરામાં જીવી શકે છે.


નિવારક પગલાં

  • સુગુણા અને સુદર્શન જેવી સહિષ્ણુ જાતોનું વાવેતર કરો.
  • રોગમુક્ત વિસ્તારોમાંથી મેળવેલ બિયારણ સામગ્રી પસંદ કરો.
  • નિયમિત પાકની ફેરબદલી કરો.
  • મરચાં જેવા વૈકલ્પિક યજમાન છોડ પછી વાવેતર કરવાનું ટાળો.
  • રોગને વધુ ફેલાતો અટકાવવા માટે ચેપગ્રસ્ત અને સુકાયેલ પાંદડાં ભેગા કરો અને તેને સળગાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો