Rhizopus artocarpi
ફૂગ
ફૂલ અને કુમળા ફળો પર નરમ, પાણી જેવા, કથ્થઈ રંગના ટપકાં દેખાય છે. રાખોડી-કથ્થઈ રંગની રુંવાટીવાળી ફૂગ સડેલા વિસ્તારને ઝડપથી આવરી લે છે. ફળની સપાટી પર ઘેરા રંગનું દ્રવ્ય નિર્માણ થતાં તે કાળા રંગની થઈ જાય છે. ફળ સુકાઈ અને સડી જાય છે તથા લણણી પહેલાં જ ઝાડ પરથી ખરી શકે છે.
ફૂલો આવવાના સમય દરમિયાન બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર આધારિત ઉત્પાદનો નિવારક પગલાં તરીકે લાગુ કરવામાં આવે તો થોડું ઘણું રક્ષણ મળી શકે છે. સ્યુડોમોનાસ પ્રજાતિઓ અને ટ્રાઇકોડર્મા આધારિત બાયોકંટ્રોલ ઉત્પાદન જેવા રાઇઝોબેક્ટેરિયા રોગનું નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. ફણસમાં નરમ સડાનું નિયંત્રણ કરવા માટે વિકલ્પો ખુબ જ મર્યાદિત છે; નિવારક પગલાં અને ખેતરમાં સારી સ્વચ્છતા એ વ્યવસ્થાપનનો પાયો છે.
રાસાયણિક નિયંત્રણ તરીકેના વિકલ્પો મર્યાદિત છે; કોઈપણ રાસાયણિક ઉપાય ફણસમાં નરમ સડાનું સંપૂર્ણ નિયંત્રણ પૂરું પાડતું નથી.
આ ફૂગ સામાન્યરીતે માટીમાં અને છોડના સુકાઈ ગયેલા કચરામાં હોય છે. તે હવા દ્વારા સરળતાથી ફેલાય છે. ગરમ, ભેજવાળી અને વરસાદી ઋતુ ચેપ તથા તેના ફેલાવાને પ્રોત્સાહન આપે છે. આ રોગ અન્ય પાકોથી વિપરીત, કોઈપણ પ્રકારના ઝખ્મ વગર પણ ફણસને ચેપ લગાડી શકે છે. લણણી પછી ફળના થડ બાજુ જોડાયેલ છેડાથી ચેપની શરૂઆત થઈ શકે છે. સંગ્રહ દરમિયાન વધુ તાપમાન અને નબળો હવાઉજાસ રોગના ફેલાવાને વેગ આપે છે. અને એક ચેપગ્રસ્ત ફળ થોડા દિવસોમાં આસપાસના અન્ય ફળોને ચેપ લગાડી શકે છે. શક્કરિયા,નીર ફણસ,કૃષ્ણ કમળ, રીંગણ અને ખાટાં ફળો જેવા ઘણા અન્ય છોડ યજમાન તરીકે કાર્ય કરી શકે છે.