પપૈયા

સુટી ફૂગ

Pezizomycotina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળની સપાટી પર ઘાટા ભૂખરા અથવા કાળા રંગની ફૂગ જમા થાય છે, ઘણીવાર તે પાંદડા, નાની ડાળીઓ, સામાન્ય રીતે દરેક તે છોડ પર જેના પર પહેલા કોઈ જીવાતોએ ખોરાક મેળવ્યો હોય.
  • સુટી ફૂગ ચીકણા પ્રવાહી પર જીવે છે.

માં પણ મળી શકે છે

27 પાક

પપૈયા

લક્ષણો

જે ઝાડ પર પહેલા જીવાતો ખોરાક લઇ ચૂકેલ હોય તેવા ઝાડ એટલે આંબાના વૃક્ષ પર સુટી ફૂગ જોવા મળે છે. ફૂગ ખરેખરમાં ચીકણા પ્રવાહી પર જીવે છે, જે અન્ય જીવાત દ્વારા ઉદ્ભવતું ચીકણું, ગળ્યું પ્રવાહી હોય છે જે બીજી જીવાતોને આકર્ષે છે. આ ચીકણા પ્રવાહીનો ખોરાક તરીકે ઉપયોગ કરતી ફૂગ ધીરે ધીરે ચેપગ્રસ્ત છોડના ભાગને આવરી લે છે અને તેને કાળા રંગના વિવિધ શેડ્સમાં રંગે છે. સુટી ફૂગ બિન-પરોપજીવી અને બિન-રોગકારક ફૂગ હોય છે, તેથી તેઓ છોડની પેશીઓમાં વસાહત કરતા નથી તથા તેમના લક્ષણો તીવ્ર હોતા નથી. છતાં પણ, તેઓ છોડની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ કરે છે અને છોડને વાતાવરણ સાથે વાયુઓની આપ-લે કરવામાં પણ અવરોધ પેદા કરે છે. અસરગ્રસ્ત પાંદડાઓ કરમાઈ જાય છે અને પડી જાય છે, તેથી તે છોડના વિકાસ અને જીવનકાળને અસર કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સફેદમાખીઓ, એફિડ્સ, સ્કેલ્સ, કીડીઓ અને મેલીબગને રોકવા માટે, લીમડાનું તેલ કાર્બનિક બહુમુખી જંતુનાશક ગણાય છે. લીમડાનું તેલ ફૂગના વિકાસને પણ ઘટાડે છે. જંતુનાશક સાબુ અથવા ડિશવોશ સાબુ (દા.ત. ૫ લીટર પાણી દીઠ એક ચમચી)નો અસરગ્રસ્ત છોડ પર છંટકાવ કરી શકાય છે. સાબુનું મિશ્રણ છોડ પર છાંટ્યા પછી તેને ફરી પાણી નાખી ધોઈ શકાય છે, જેથી ફૂગ દૂર થાય છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાં સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મેલાથોન જેવા ઓર્ગેનોફોસ્ફેટ પરિવારના કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ જંતુઓને આંબાના વૃક્ષ પર ખોરાક લેતા અટકાવવા માટે કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફેલોમ-આધારિત જીવાતો જેવી કે કેરી લીફહોપર (એમટ્રોડોસ એટકિન્સની), સફેદમાખીઓ, એફિડ્સ અને બીજી અનેક જીવાતો સાથે જોડાયેલ છે કારણ કે તેઓ છોડના રસ પર જીવે છે. આ ખોરાક લેવાની પ્રક્રિયામાં, ચીકણું પ્રવાહી છોડની ઉપર જમા થાય છે જે સુટી ફૂગના વિકાસ માટે આદર્શ માધ્યમ બનાવે છે. આ ચીકણું પ્રવાહી ટપકીને આજુબાજુના છોડમાં ફેલાય છે જેથી આ ફૂગ ફેલાય છે. ફૂગ એક સમૂહ બનાવીને છોડના ભાગ અથવા અવરજવરના સાધનો પર રહે છે. અન્ય જીવાતો પણ ફૂગને એક છોડમાંથી બીજા છોડમાં ફેલાવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, કીડીઓ, જે પોતાના મતલબ માટે સુટી ફૂગની રક્ષા કરે છે.


નિવારક પગલાં

  • સીધો સૂર્યપ્રકાશ મેળવતા છોડ અને ખુલ્લી જગ્યામાં રહેલ છોડ પર સુટી ફૂગ થવાની શક્યતા ઓછી છે.
  • માટે, બે રોપાઓની વચ્ચે પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તેટલું અંતર રાખો.
  • છોડનો રસ પીતી જીવાતોથી છોડનું રક્ષણ કરો.
  • ઝાડ અથવા છોડની આસપાસ ભૌતિક અવરોધ બનાવો જેથી કીડીઓ તેમના સુધી પહોંચી ન શકે.
  • વૃક્ષોને પૂરતા પ્રમાણમાં પાણી અને ખાતર આપો જેથી વૃક્ષો પ્રાકૃતિક રીતે પરોપજીવીઓથી પ્રતિકાર ઉત્પન્ન કરી શકે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો