કેરી

કેરીના થડમાં કાણાં પાડનાર કીડા

Batocera rufomaculata

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છાલ માં કાણાં.
  • નબળી ડાળીઓ તૂટી શકે છે.
  • કરમાયેલા વૃક્ષો.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

ડાળીની છાલ અને વધતા ટોચના ભાગને ચાવવામાં આવે છે. છાલના ટુકડા એકબીજાથી અલગ થઈ જાય છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં લાકડું એટલું નબળું પડે છે કે ડાળીઓ તથા મુખ્ય થડ પણ તૂટી શકે છે. ડાળીઓ અથવા આખું વૃક્ષ પણ કરમાયેલું દેખાઈ શકે છે. ઉત્સર્જિત કરેલ દ્રવ્ય વૃક્ષની છાલ પરની તિરાડ અથવા વૃક્ષના પાયાના ભાગમાં જોવા મળી શકે છે. વૃક્ષની છાલ પરના કાણાં ઉપદ્રવના સૂચક છે. ઉપદ્રવના કારણે પાંદડાં અને ફળના ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે અને તેનાથી ઉપજને પણ નુકસાન પહોંચી શકે છે. મોટાભાગનું નુકસાન લાર્વાને કારણે થાય છે જે શરૂઆતમાં વૃક્ષની છાલ અને અને પછીથી વૃક્ષના લાકડાંમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરે છે. પુખ્ત વયના કિડાં લીલા રંગના વધતાં અંકુરો અને ડાળીની છાલને ચાવે છે. બાળ જંતુઓ થડ અથવા ડાળીઓમાં રહેલ પોષકવાહિનીમાં કાણા પાડે છે અને અનિયમિત આકારના બોગદા રચે છે. તેઓ વાહકપેશીઓને ખાય છે અને પરિણામે વૃક્ષમાં પોષકતત્વો અને પાણીના પરિવહનમાં અવરોધ નિર્માણ થાય છે. પ્રારંભિક તબક્કામાં બહારની બાજુએ આવેલ અંકુર સુકાય છે. ઉત્સર્જિત દ્રવ્ય ઘણી જગ્યાએથી બહાર આવે છે અને ઘણી વાર કાણાં માંથી સ્ત્રાવ થાય છે. એક જ વૃક્ષ પર વિપુલ માત્રામાં જંતુઓ હોય અથવા વૃક્ષો કુમળા હોય તો સમગ્ર વૃક્ષ સુકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જંતુઓની વસ્તી નિયંત્રિત કરવા માટે મેટાર્ગીઝિયમ એનિસોપ્લિયા અથવા બીવેરિકિયા બાસિયાનાનો ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે પુખ્ત ફૂદાં જોવા મળે ત્યારે મુખ્ય થડ, શાખાઓ અને ખુલ્લા પડેલ મૂળ પર ઓર્ગેનોફોસ્ફેટ્સ જેવા જંતુનાશકો લાગુ કરવા જોઈએ. કાણાં ને સાફ કરી અને તેને ડિકલોરોવોસ (0.05%) અથવા કાર્બફુરન (3 જી કાણાં દીઠ 5 ગ્રામ) માં બોળેલ કપાસનું રૂ મુકો અને તેને કાદવથી પુરી દો. કોશેટામાં રહેલ લાર્વાને તેમના દરોમાં જ મારવા માટે, ઉડી જાય તેવું પ્રવાહી અથવા ધુમ્રજનક ઈન્જેક્શન આપી શકાય છે. જમીનથી એક મીટર ઊંચાઈ સુધી થડ પર બોર્ડેક્સની પેસ્ટ લગાડો, જેનાથી ત્યાં ઇંડા મુકવાનું બંધ થશે. મોનોક્રોટોફોન (36 ડબ્લ્યુએસસી 10 મીલી 2.5 સે.મી. / વૃક્ષ) નું રૂ સાથે પેડિંગ કરો. જો ઉપદ્રવ વધુ હોય તો વૃક્ષના થડ પર કોપર ઓક્સિક્લોરાઇડની પેસ્ટ લગાડો.

તે શાના કારણે થયું?

બેટોકારા રુફોમાકુટાના લાર્વા અને પુખ્ત કીડાં ના કારણે આ નુકસાન થાય છે. આ ફૂદાં 25-55 મીમી લાંબા હોય છે, જેને શરીર જેટલાં જ લાંબા એન્ટેના હોય છે અને તે નિશાચર હોય છે. માદા ફૂદાં ક્ષતિગ્રસ્ત અથવા તણાવગ્રસ્ત વૃક્ષોની છાલને કાપી નાખે છે અને તે વિસ્તારોમાં તેના ઇંડા મૂકે છે. વૈકલ્પિક રીતે જમીનના ધોવાણના કારણે ખુલ્લા પડેલ મૂળમાં પણ ઈંડા મુકવામાં આવે છે. લાર્વા મુખ્ય થડ, મોટી ડાળીઓ અથવા ખુલ્લા મૂળની છાલ હેઠળ ખોરાક લે છે. લાર્વાના આગળના તબક્કે તેઓ લાકડામાં ઊંડા કાણાં પાડે છે અને ત્યાં વિકાસ પામે છે. પુખ્ત વયના કીડા આ કાણાંમાંથી બહાર આવે છે અને ડાળીની છાલ અથવા વધતી અંકુરોને ખાય છે. પુખ્ત વયના કીડા 3-5 સે.મી. લાંબા, કથ્થઈ, અને પીઠની બંને બાજુઓ પર 2 કિડની આકારના, નારંગી-પીળા રંગના ટપકાં ધરાવે છે. સંપૂર્ણપણે વિકસિત લાર્વા ક્રીમ રંગના હોય છે, જે ઘેરા કથ્થઈ રંગના માથા વાળા અને 10 સે.મી. લાંબા હોય છે. ઘણીવાર લાર્વાના વિકાસને એકથી વધુ વર્ષ લાગે છે. લાર્વા પોષકવાહીનીમાં કાણાં પાડે છે અને તેમના કદના કારણે, મોટા કદની ટનલ પાંદડાં અને ફળના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરે છે. તેમની આગળની પેઢીનો વિકાસ થડની અંદર જ થાય છે, જે ઉનાળાના અંતમાં પુખ્ત ફૂદાં તરીકે બહાર આવે છે. તેઓ રાત્રિ દરમિયાન ખોરાક લે છે, ઘણા મહિનાઓ સુધી જીવી શકે છે અને લાંબા અંતર સુધી ઉડી શકે છે, જે તેમના ફેલાવાના સરળ બનાવે છે. જંતુ વર્ષમાં માત્ર એક વખત સંતતિ પેદા કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • છાલ પરના કાણાંમાં રહેલ લાર્વા અને ઇંડાનો નાશ કરવા માટે છરી અથવા વાયરનો ઉપયોગ કરો.
  • પછી કાણાંમાં રહેલા લાર્વાને મારી નાખવામાં સક્ષમ કેરોસીન તેલ, ક્રૂડ તેલ અથવા ફોર્મેલિનમાં પલાળેલા કપાસના ઊનથી ભરી શકાય છે.
  • ગંભીર અસર પામેલ ડાળીઓને દૂર કરો અને ખુબ જ ચેપગ્રસ્ત વૃક્ષોને કાપી નાખો.
  • તમારા ખેતર અને આસપાસમાં રહેલ વૈકલ્પિક યજમાન છોડને દૂર કરો.
  • કાણાંને લોખંડના હુક અથવા વાયરનો ઉપયોગ કરી સાફ કરો.
  • ત્યારબાદ કેરોસીન, ક્રૂડ ઓઇલ અથવા ફોર્મેલિનમાં બોળેલા કપાસના રૂ થી ભરી દેવા જોઈએ, જે લાર્વાનો નાશ શકે છે.
  • અન્ય પદ્ધતિ તરીકે ખુબ જ ચેપવાળા વૃક્ષોને કાપવા, ગંભીર અસર પામેલ શાખાઓ અને વૈકલ્પિક યજમાન છોડને દૂર કરવાનો સમાવેશ થાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો