બાજરીના કેરકોસ્પોરા પાંદડાના ટપકા

બાજરી

બાજરીના કેરકોસ્પોરા પાંદડાના ટપકા

Cercospora penniseti

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા અને દાંડી પર નાના ,ઘાટા અને અંડાકાર જખમ.
  • આ જખમ પર કાળા અને ઉપસેલા બિંદુઓ વિકસે છે.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરીના કેરકોસ્પોરા પાંદડાના ટપકા

બાજરી

લક્ષણો

પાંદડાં અને દાંડી પર નાના, ભૂખરા કેન્દ્ર અને ઘાટા આભાવાળા અંડાકાર જખમ દેખાય છે. આ જખમ પર કાળા અને ઉપસેલા બિંદુઓ વિકસે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ વૈકલ્પિક સારવાર નથી. અનુગામી વધતી મોસમ માં ચેપનું જોખમ ઘટાડવા માટે પ્રતિબંધક પગલાં અમલમાં મુકવા જોઈયે.

રાસાયણિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ રાસાયણિક સારવાર જરૂરી નથી. અનુગામી વધતી મોસમ માં ચેપનું જોખમ ઘટાડવા માટે પ્રતિબંધક પગલાં અમલમાં મુકવા જોઈયે.

તે શાના કારણે થયું?

ઊંચું તાપમાન અને ભેજનું ઊંચું પ્રમાણ રોગની તરફેણ કરે છે. ફૂગ પવન અને વરસાદ દ્વારા ફેલાય છે. તે પાકના અવશેષો અને નીંદણ જેવા વૈકલ્પિક યજમાન પર અસ્તિત્વ ધરાવે છે. મોટે ભાગે ઉપજને ઓછું નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • વધુ સ્થિતિસ્થાપક જાતોનું વાવેતર કરો.
  • નીંદણનું નિયંત્રણ કરો.
  • પાકની ફેરબદલી કરો.
  • ખેતરની સારી રીતે સ્વચ્છતા જાળવો - છોડના કોઈપણ અવશેષો ને દૂર કરો અને બાળી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો