બાજરી

ડાળીનો ખાણિયો

Acigona ignefusalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • વિકાસ પામતી ટોચ અને પાંદડા પર હુમલો કરે છે અને ડાળીને કોતરી નાખે છે.
  • લાર્વા 20 મિમિના, રાતા-બદામી રંગના માથા અને સફેદ શરીરવાળા હોય છે.
  • ઇંડા જૂથમાં મૂકવામાં આવે અને પીળા રંગના હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરી

લક્ષણો

ડાળીના ખાણિયાના લાર્વા બાજરીના પાંદડા અને પાંદડાની ટોચ પર હુમલો કરે છે. લાર્વા ડાળીમાં છિદ્રો બનાવે છે અને તેને કોતરી ખાય છે, જે આખરે તેને મૃત્યુ તરફ દોરી જાય છે. સંપૂર્ણપણે પુખ્ત લાર્વા લગભગ 20 મીમી લાંબા, રાતા-બદામી રંગના માથા અને સફેદ શરીરવાળા હોય છે, જેને ક્યારેક કાળા ટપકાં પણ હોઈ શકે છે. પુખ્ત ફૂદાં સફેદ પાંખો ધરાવે છે જેનો મહત્તમ ઘેરાવો લગભગ 8 થી 15 મીમી લંબાઈ ધરાવે છે. ડાળીના ખાણિયા જૂથમાં પર્ણ પર ઇંડા મૂકે છે અને તે પીળા રંગના હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તમે ફેરોમોનના આકર્ષક છટકાની મદદથી ડાળીના ખાણિયાની વસ્તી ઘટાડી શકાય છે. છટકાં વાડ (ખાસ કરીને જો તે બાજરી અથવા અન્ય ઘાસ સાથે કરવામાં આવી હોય) અને ધાન્ય ઉપજાવનાર પ્રદેશમાં મૂકવા જોઈએ. જો ઉપદ્રવ પામેલ છોડ પર મોસમની શરૂઆતમાં ઉપયોગમાં લેવાય તો, લીમડાનું તેલ ડાળીના ખાણિયાની સામે અસરકારક હોઇ શકે છે. 'દબાવો-ખેંચો' ની પદ્ધતિ ખૂબ જ અસરકારક હોઇ શકે છે: ડિસ્મોડીયમ જેવા પાકને બાજરી સાથે આંતર-પાક તરીકે વાવી શકાય . ડિસ્મોડીયમ ગૃણાસ્પદ તરીકે કામ કરે છે, જે ફૂદાંને બાજરીથી દૂર જવા 'દબાણ' કરે છે. તમે તમારા ખેતરમાં વાડ તરીકે નૅપીયર અથવા સુદાન ઘાસનું છટકા પાકોની રોપણી કરી શકો છો. આ પાક ફૂદાંને આકર્ષે છે, જેથી તેઓ બાજરી દૂર ખેંચાય છે.

રાસાયણિક નિયંત્રણ

જંતુનાશકો ઘણીવાર ખર્ચાળ તેમજ વાપરવા મુશ્કેલ હોય છે. ડાયમેથોઈટ વાપરી શકાય પરંતુ ભાગ્યે જ ખર્ચ ન્યાય આપી શકાય છે.

તે શાના કારણે થયું?

ભેજવાળા પ્રદેશોમાં દર વર્ષે લાર્વા ની ત્રણ પેઢીઓ જ્યારે શુષ્ક પ્રદેશોમાં બે ચક્ર જોવા મળે છે. ડાળીના ખાણિયાના ડાળીને કોતરી ખાય છે, જેથી મૂળમાંથી છોડના બાકીના ભાગમાં પાણી અને પોષકતત્વોનો પ્રવાહ અવરોધાય છે. ડાળીના ખાણિયાના લાર્વા પાકના અવશેષોમાં ટકી રહે છે.


નિવારક પગલાં

  • જો સ્થાનિકરોતે ઉપલબ્ધ હોય તો, રોગપ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ઉપદ્રવને ટાળવા પાકની વાવણી વહેલા કરો.
  • યજમાન પાકની વચ્ચે ચોળા જેવા બિન-યજમાન પાકોની વાવણી કરો.
  • ખેતરની આસપાસ ફૂલના વાવેતર દ્વારા કુદરતી દુશ્મનો (પરોપજીવી ભમરી)ની વસતી વધારો.
  • જો માળખુ ઉભું કરવા ડાળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો, તેને આંશિક બાળી લો.
  • લણણીના અવશેષોને સાફ કરો અને બાળી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો