ખાટાં ફળો

સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર

Phyllocnistis citrella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાઓમાં વિરૂપતા - વળેલ કે ગોળ દેખાવ.
  • પાંદડાની સપાટી પર સફેદ કે ભૂખરાં રંગની ટનલ.
  • રૂંધાયેલો વિકાસ.
  • ફળનું નાનું કદ.
  • આગળનાં પાંદડા પર ડાઘ ધરાવતી નાની, છીકણી અથવા ભૂખરાં રંગની માખીઓ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

વૃદ્ધિનાં કોઈ પણ તબક્કામાં ચેપ લાગી શકે છે અને મોટાભાગે યુવાન પાંદડાઓ પર તેની અસર દેખાય છે. શરૂઆતી લક્ષણોમાં પાંદડાઓની વિરૂપતા જેમ કે પાંદડાઓનું વળી કે મુરઝાઈ જવું વગેરે જોવા મળે છે પણ પાંદડા લીલા રહે છે. ધ્યાનથી જોતાં પાંદડાની ઉપરની બે સપાટી વચ્ચે સર્પાકાર સફેદ કે છીકણી રેખાઓ જોવા મળે છે. તે ટનલ જેવી રેખાઓ ઘાટા રંગની હોય છે (આ લાર્વલ ફ્રાસના કારણે થાય છે), જેને પાંદડાની નીચેની બાજુએથી વધુ સારી રીતે જોઈ શકાય છે. ઘણીવાર આ ટનલનાં અંતે લાર્વા રહેલા હોય છે, અને પાંદડા દીઠ તે ઘણી સંખ્યામાં જોવા મળે છે. છોડ કે પાંદડા પરનાં ઝખમ તકવાદી ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ચેપ લાગવાનો સ્ત્રોત બને છે. વધુ પડતા ઉપદ્રવના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયાના દરમાં ઘટાડો થાય છે, જે ઝાડનાં રૂંધાયેલ વિકાસ તરફ દોરી જાય છે આ ઉપરાંત ફળનું કદ ઘટે છે અને ગુણવત્તા પણ ઓછી થાય છે. ગંભીર કિસ્સાઓમાં, સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાં આખા ઝાડના પાંદડા ખરી જવાનું કારણ બને છે અને ઘણીવાર યુવાન ઝાડનું મૃત્યુ પણ થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કુદરતી રક્ષકોમાં Neuroptora genusના લેસવિંગ્સનો સમાવેશ થાય છે. Tetrastichus જેવી અન્ય ઘણી જાતિની પરોપજીવી માખીઓ છે, જે સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાં પર આક્રમણ કરે છે. સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર જીવાતના ઉપદ્રવને નિયંત્રિત કરવા સ્પિનોસદ, ફીશ ઓઈલ રેસીન સાબુ અને પોનગેમીયા તેલ ધરાવતા જૈવિક જંતુનાશકોનો પર્ણસમૂહ પર સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય છે. માદાઓને ઝાડના પાંદડાઓ પર ઈંડા આપતી રોકવા માટે લીમડા (લીંબોડી)ના તેલનો ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાંની સામે માત્ર જંતુનાશકો પૂરતા નથી, કારણ કે પાંદડા દ્વારા તેમની રક્ષા કરવામાં આવે છે. જો જંતુનાશકોનો ઉપયોગ જરૂરી હોય તો, જયારે પુખ્ત જીવાતો સક્રિય હોય ત્યારે વિધિવત અને સંસર્ગ ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. abamectin, tebufenozide, acetamiprid, diflubenzuron કે spinetoram પર આધારિત ઘણા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. સિન્થેટિક pyrethroid પરિવારના જંતુનાશકોને પણ આ જીવાતની સામે ઉપયોગમાં લઈ શકાય છે.

તે શાના કારણે થયું?

સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાંના લાર્વા, Phyllocnistis citrellaની ઝાડ પરથી પોષણ મેળવવાની પ્રક્રિયાના કારણે આ લક્ષણો જોવા મળે છે. પુખ્ત જીવ નાનાં, છીકણી કે ભૂખરા રંગનાં અને રુંછાવાળી પાંખોવાળા હોય છે, જેની આગળ તરફની પાંખોના ઉપરના ભાગમાં ઘાટા ટપકાં જોવા મળે છે. તેઓ મુખ્યત્વે વહેલી સવાર અને સાંજે ઠંડા વાતાવરણમાં સક્રિય હોય છે. વસંતઋતુમાં, માદા પાંદડાની નીચેની બાજુએ ઈંડા મૂકે છે. આ લાર્વા પારદર્શક લીલા કે પીળા રંગનાં હોય છે અને ઘણીવાર ફળને પણ ચેપ લગાડી શકે છે. તેઓ પાંદડાની ઉપરની બે સપાટીમાં ટનલ ખોદીને સોનેરી રંગની સર્પાકાર રેખાઓ બનાવે છે. લાર્વલ ચરણનાં અંતમાં, આ જીવ ટનલમાં વિકાસ પામે છે, અને પાંદડાને પોતાની આસપાસ વાળીને અને પુપામાં ફેરવાય છે. સાઈટ્ર્સમાં આ મોટી જીવાત ગણાય છે અને મોટેભાગે સાઈટ્ર્સનો પાક લેવાતા દરેક ખેતરમાં જોવા મળે છે. આ ઉપરાંત, બીજા રોગ જેમ કે બેક્ટેરિયલ સડો વગેરે લાગવાની શક્યતા વધે છે.


નિવારક પગલાં

  • સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાંની સામે આંશિક રીતે પણ પ્રતિકારક હોય તેવી જાતિનો ઉપયોગ કરો.
  • બે રોપાઓ વચ્ચે billy goat weed (Ageratum conyzoides) નો જમીન આવરણ તરીકે ઉપયોગ કરો.
  • નિયમિત રીતે બાગ અને ખાસ કરીને પાંદડાઓની નીચેનાં ભાગમાં ચકાસણી કરતાં રહો, જેથી રોગના લક્ષણો જાણી શકાય.
  • શિયાળામાં ખરી ગયેલા પાંદડાને ભેગા કરી તેમનો નાશ કરો જેથી જીવાતો તેમાં છુપાઈ ના શકે.
  • માખીઓને પકડવાં અને તેમનાં ઉપદ્રવને કાબૂમાં રાખવાં માટે ફેરોમેન જાળીનો ઉપયોગ કરો.
  • નવી વૃદ્ધિને સંચાલિત કરવા માટે ઝાડને કાપીને ઘાટમાં રાખો.
  • ફાયદાકારક જંતુઓને નુકસાન પહોંચાડતા જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો