અન્ય

કરેણમાં ફોતરી

Aspidiotus nerii

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા નબળા બને છે અને અકાળે ખરી પડે છે.
  • વિકૃત ફળો.
  • પાંદડાઓ અને ફળો મેશ જેવા આવરણ દ્વારા આવરીત હોય છે.
  • થડ, પાંદડા અને ફળો પર અસંખ્ય ફોતરીના સફેદ બખ્તરો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

કરેણમાં ફોતરી યજમાન છોડના ઘણા ભાગોને ખાય છે અને સામાન્યરીતે લક્ષણો હુમલાની ગંભીરતા પર આધાર રાખે છે. ઉપદ્રવના પ્રારંભિક સંકેતો યજમાનના દાંડી, પાંદડા અને ફળો પર અસંખ્ય સફેદ ફોતરીના બખ્તરો(વ્યાસ માં 2 મીમી વિશે) તરીકે દેખાય છે. તેઓના ખાવાના કારણ, તેમાંથી મધ જેવું ટીપું ફળો અને પાંદડા પર પડે છે અને મેસ જેવું આવરણ વિકાસ પામે છે. ભારે ચેપના કિસ્સામાં, પાંદડા શિથિલ બને છે અને અકાળે ખરી પડે છે. અંકુર સુકાઈ શકે છે અને ફળો વિકૃત બને છે, જે ખાસ કરીને ટેબલ ઓલિવના કિસ્સામાં ગંભીર છે. એકંદરે, વૃક્ષ નબળું દેખાય છે અને ઉપજમાં તથા ગુણવત્તા પર અસર થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

એ, નેરી ના કુદરતી દુશ્મનો માં એફિટસ મેલિનસ અનેએફિટિસ ચીલેન્સિસ જેવી પરોપજીવી ભમરી તથા ચીલોકોરસ બાયપુસ્ટલેટસ, હાઈઝોબિયસ લોફેનટે અને ચીલોકોરસ કૂવાને જેવા શિકારી કોકીનેલિડ નો સમાવેશ થાય છે. બાદમાં દર્શાવાયેલ ઉપાયનો સૂર્યપ્રકાશ વાળા સ્થળોએ મોટા પ્રમાણનો ઉપદ્રવ દૂર કરવામાં બહોળો ઉપયોગ થાય છે. વનસ્પતિનું તેલ, વનસ્પતિનો અર્ક, ફેટી એસિડ્સ અથવા પાયરેથ્રિન પર આધારિત થોડી દ્રઢતા ધરાવતા જૈવિક જંતુનાશકોનો પણ ઉપયોગ કરી શકાય છે. વારંવાર છંટકાવ જરૂરી હોઇ શકે છે અને પાંદડા ની નીચેની બાજુને ખાસ લક્ષમાં રાખવી જોઇએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ડેલ્ટામેથ્રિન, લેમ્બડાસાયહેલોથ્રિન કે સાયપરમેથ્રિન જેવા સક્રિય ઘટકો ધરાવતા સંપર્ક છંટકાવ જો પાંદડાની નીચેના ભાગમાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો થોડું નિયંત્રણ આપી શકે છે. પ્રણાલીગત જંતુનાશક એસીટામીપ્રીડ છોડની પેશીઓમાં શોષાય છે અને ફોતરીના જીવાણુ, તેમના ખાવાની પ્રક્રિયાના કારણે, ગ્રહણ કરવામાં આવે છે. ધ્યાન રાખો કે મૃત ફોતરી નિશ્ચિતપણે પાંદડા અથવા થડ સાથે જોડાયેલ રહી શકે છે.

તે શાના કારણે થયું?

કરેણમાં ફોતરી, એસ્પીડીઓટ્સ નેરી, ની ખાવાની પ્રવૃત્તિને કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત કીડા, 2 મીમી લંબાઈના, સપાટ અને અંડાકાર હોય છે અને સફેદ મીણ જેવું આવરણ હોય છે કે જે પ્રવાહી છોડે છે. અપરિપક્વ તબક્કામાં (ક્રોલર્સ) તે ખૂબ નાના હોય છે. બંને પાંદડાની નીચલી બાજુ પર જડેલા અને ડાળી પર છોડના સત્વને ચૂસતા જોવા મળે છે. ફોતરીના રોગનું દૂરના અંતર સુધી ફેલાવો મુખ્યત્વે ખેતરમાં વપરાતી ચેપી સામગ્રી મારફતે થાય છે. સ્થાનિક રીતે, ક્રોલર્સ ખૂબ જ સક્રિય અને ફરતાં હોય છે, અને જ્યારે વૃક્ષની શાખાઓ અડીને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર સ્થળાંતર કરે છે. તાપમાન અને ભેજની તેમના જીવન ચક્ર પર મહત્વપૂર્ણ અસર થાય છે. 30° સે તાપમાને ક્રોલર્સનો વિકાસ સંપૂર્ણપણે અવરોધાય છે. સામાન્યરીતે એ. નેરી ને ઓલિવના બગીચામાં ગૌણ જંતુ માનવામાં આવે છે. સફરજન, કેરી, પામ વૃક્ષ, કરેણ અને ખાટાં ફળોના વૃક્ષનો બીજા યજમાન તરીકે સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • વાવણી સમયે વૃક્ષો વચ્ચે પર્યાપ્ત અંતર રાખો.
  • બે અલગ અલગ વૃક્ષોની ડાળીઓ વચ્ચે સંપર્ક ટાળવા, વૃક્ષની છટણી કરો.
  • ફોતરીના ચિહ્નો માટે વાડીનું નિરીક્ષણ કરો અને જો ઓછી સંખ્યામાં હોય તો પાંદડાને કાપી નાખો.
  • બઘી ફેલાવો કરતી સામગ્રીમાં ફોતરીની હાજરી માટે કાળજીપૂર્વક તપાસ કરો.
  • સંભવિત રીતે ઉપદ્રવ પામેલ સામગ્રીનું પરિવહન ટાળો.
  • લાભદાયક જંતુઓને અસર ન થાય તે માટે, વ્યાપક અસર વાળા જંતુનાશકોનો ઉપયોગ ટાળો.
  • ભારે ઉપદ્રવ પામેલ ઝાડને દૂર કરો અને તેને બદલી નાખો.
  • ફોતરી નિર્માણ કરતી કીડીને પકડવા કે અટકાવવા ટ્રેપ અથવા અવરોધોનો ઉપયોગ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો