Moniliophthora roreri
ફૂગ
કોકોની શીંગોમાં સડો કરતો રોગ શિંગોને વિવિધ તબક્કામાં અસર કરે છે, અને શીંગો જેમ મોટી થતી થાય તેમ તેના લક્ષણો બદલાય છે. આ રોગ ફક્ત શીંગો અને ફળો પર થાય છે, પાંદડા કે ડાળીઓને ક્યારેય અસર કરતો નથી. કુમળી શીંગોની સપાટી પર સહેજ પીળા રંગનો સોજો જોવા મળે છે. શીંગોનો આંતરિક ભાગ નરમ અને પાણીયુક્ત પોચો બને છે. વિકાસ પામતી શીંગોમાં વધુ ગંભીર વિકૃતિ અને ઘેરા કથ્થઈ રંગ સાથેનો સોજો દેખાય છે, જે બાદમાં સમગ્ર સપાટી પર ફેલાય છે. ચેપગ્રસ્ત વિસ્તાર સફેદ પાવડર જેવા આવરણથી ઢંકાઈ જાય છે. ફળ વહેલા પાકી શકે છે અને શીંગ અંદરથી સડી જાય છે, જેથી તે લાલાશ પડતા કથ્થઈ રંગના દેખાય છે. પરિપક્વ શીંગો અનિયમિત આકારના કથ્થઈ રંગના તેલ જેવા ટપકાંથી ઢંકાઈ જાય છે, જે એકબીજામાં ભળી જાય છે અને બાદમાં તે પણ સફેદ પાવડર જેવા આવરણમાં પરિણામે છે. શીંગો નોંધપાત્ર રીતે ભારે બને છે અને સંકોચાઈ જાય છે, જે બાદમાં કડક કાળા રંગના મમી જેવા બની જાય છે.
રાસાયણિક ફૂગનાશકોની જેમ જ શીંગોને ચેપ લાગે તે પહેલાં જ જૈવિક નિયંત્રણના ઉપાય કરવા. ટ્રાઇકોડર્માની કેટલીક પ્રજાતિઓનો નિયમિત અને નિવારક રીતે ઉપયોગ કરવાથી ફૂગને કાબૂમાં રાખવાના સારા પરિણામો મળ્યા છે.
આ રોગને નિયંત્રિત કરવામાં રાસાયણિક ફૂગનાશકો મદદ કરી શકે છે, પરંતુ તેની સાથે ખેતીની યોગ્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે તો તે સૌથી વધુ અસરકારક બને છે. ચેપગ્રસ્ત વૃક્ષોમાંથી ચેપને દૂર કરવા કરતાં રોગ નિર્માણ જ ન થાય એમ કરવું હંમેશા વધુ સારું અને સસ્તું હોય છે. ખાસ કરીને કુમળી શીંગો પર છંટકાવ કરવાનું ધ્યાન રાખો. શુષ્ક હવામાન દરમિયાન છંટકાવ કરો. છંટકાવ વધુ સારી રીતે થાય તે માટે મોટરથી ચાલતા ફુવારાનો ઉપયોગ કરો.
મોનિલિઓફ્થોરા રોરેરી ફૂગના કારણે શીંગોમાં આ પ્રકારનો સડો નિર્માણ થાય છે. કુમળી શીંગો (0-3 મહિના) આ રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, જ્યારે પરિપક્વ શીંગો (5-6 મહિના) વધુ સારી પ્રતીકરક્ષમતા ધરાવે છે. ફૂગના કણો પવન અને વરસાદના છાંટા દ્વારા ફેલાય છે, અને તેને ઉચ્ચ ભેજ અનુકૂળ રહે છે, જેના કારણે વરસાદની ઋતુને આ રોગ ફેલાવા માટે મુખ્ય સમય બની રહે છે. પરંતુ દૂષિત સાધનો, કપડાં અને પહેલાથી જ ચેપગ્રસ્ત એવી શીંગોનો વાવેતર દરમિયાન ઉપયોગ કરવાથી પણ રોગના કણો ફેલાય છે. ઘટાદાર ઝાડમાં હવાનું ઓછું પરિભ્રમણ પણ રોગ માટે અનુકૂળ પરિસ્થિતિ છે.