શીંગો કાળી પાડવાનો રોગ

કોકો

શીંગો કાળી પાડવાનો રોગ

Phytophthora palmivora

ફૂગ

ટૂંકમાં

  • શીંગો પર ગોળાકાર કથ્થઈ રંગના ટપકાં જે ઝડપથી ફેલાય છે.
  • ચેપગ્રસ્ત શીંગો કાળા રંગની અને મમી જેવી બને છે.
  • શીંગો સફેદ રંગના કણોથી ઢંકાઈ જાય છે.
  • ચેપગ્રસ્ત શીંગોમાંથી "માછલી" જેવી ગંધ આવે છે.
  • આ રોગ આખા છોડ પર હુમલો કરે છે.

માં પણ મળી શકે છે

0 પાક

શીંગો કાળી પાડવાનો રોગ

કોકો

લક્ષણો

સામાન્ય રીતે શીંગની ઉપર અથવા નીચે તરથી ગોળાકાર કથ્થઈ રંગના ટપકાં શરૂ થાય છે. આ ટપકાં ઝડપથી વિસ્તરે છે અને 1-2 અઠવાડિયામાં તો આખી શીંગને આવરી લે છે. ભેજવાળા હવામાનમાં, કથ્થઈ રંગના જખમ પર સફેદ રંગના કણો જોવા મળે છે. ચેપગ્રસ્ત કોકોની શીંગોમાંથી 'માછલી જેવી' તીવ્ર ગંધ આવે છે. તે કાળા રંગની બની સુકાઈ જાય છે અને મડદાં જેવી બની જાય છે, છતાં ઝાડ સાથે જોડાયેલ રહે છે. કુમળી શીંગોમાં રહેલ દાણા સડી જાય છે; પરિપક્વ શીંગોમાં દાણા સારા હોઈ શકે છે. કુમળી કુંપણો ઝડપથી કથ્થાઈ રંગની બને છે અને તેનો સંપૂર્ણપણે નાશ થઇ શકે છે. ક્ષળની થડ પર અંડાકાર કાટ જેવા કથ્થાઈ રંગના ટપકાં જોઈ શકાય છે અને તેની છાલ નીચે તેજસ્વી ગુલાબી કે વાઇન રંગના હોય છે છે. પાંદડા તેના પરની નસો સાથે રંગહીન બની શકે છે. ડાળીઓની ગાંઠ અને થડ પર ઘેર કથ્થઈ રંગના પાણી વાળા ઝખ્મ જોવા મળે છે અને તેમાંથી લાલાશ પડતાં કથ્થઈ રંગનો ગુંદર જેવો પદાર્થ નીકળતો જોઈ શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રાસાયણિક ફૂગનાશકોની જેમ જ શીંગોને ચેપ લાગે તે પહેલાં જ જૈવિક નિયંત્રણના ઉપાય કરવા. ટ્રાઇકોડર્માની કેટલીક પ્રજાતિઓનો નિયમિત અને નિવારક રીતે ઉપયોગ કરવાથી ફૂગને કાબૂમાં રાખવાના સારા પરિણામો મળ્યા છે.

રાસાયણિક નિયંત્રણ

આ રોગને નિયંત્રિત કરવામાં રાસાયણિક ફૂગનાશકો મદદ કરી શકે છે, પરંતુ તેની સાથે ખેતીની યોગ્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે તો તે સૌથી વધુ અસરકારક બને છે. ચેપગ્રસ્ત વૃક્ષોમાંથી ચેપને દૂર કરવા કરતાં રોગ નિર્માણ જ ન થાય એમ કરવું હંમેશા વધુ સારું અને સસ્તું હોય છે. વાતાવરણમાં ભેજ શરૂ થાય તે પહેલાં અને ફૂલો આવવાથી લઈને શીંગો પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ કરો. વરસાદની ઋતુ દરમિયાન દર 3-4 અઠવાડિયે છંટકાવ કરો. રોગની શક્યતા ગંભીર હોય ત્યારે ઋતુમાં 6-8 વખત ઉપયોગ કરો. ભેજવાળી ઋતુ પહેલા થડ અને મુખ્ય શાખાઓમાં પર વિપુલ માત્રામાં લાગુ કરો. ઋતુમાં એક વખત થડમાં ઇન્જેક્શન આપવું એ ઘણાં છંટકાવ જેટલું અસરકારક હોઈ શકે છે.

તે શાના કારણે થયું?

કાળા રંગની શીંગો નિર્માણ કરતો રોગ ફાયટોપ્થોરા પામીવોરા નામના માટીજન્ય જીવાણુના કારણે થાય છે જે છોડમાં સમગ્ર ભાગ પર હુમલો કરે છે. આ રોગ બધી વયની શીંગો, ડાળીઓ, અંકુરો, પાંદડા અને મૂળને અસર કરે છે. આ ફૂગના કણો પવન અને વરસાદના ઝાપટાં દ્વારા ફેલાય છે, અને વધુ પડતો ભેજ તેના વિકાસને પ્રોત્સાહન આપે છે, જેના કારણે વરસાદની ઋતુ આ રોગના ફેલાવવાની મુખ્ય ઋતુ છે. ચેપગ્રસ્ત અને સ્વસ્થ છોડના ભાગોનો સીધો સંપર્ક થવાથી અથવા દૂષિત માટી તથા સાધનો રોગનો ફેલાવો કરે છે.


નિવારક પગલાં

  • જમીનમાં પાણીનો ભરાવો ન થાય તે માટે વાવેતર માટે પાણીનો સારી રીતે નિકાલ થઇ શકે તેવી જગ્યા પસંદ કરો.
  • ફૂગથી પ્રભાવિત હોય તેવી જમીનમાં વાવેતર ન કરશો.
  • શક્ય હોય તો રોગ-પ્રતિકારક અથવા સક્ષમ કોકો જાતોનો વાવેતર માટે ઉપયોગ કરો.
  • પાણી ભરાઈ ન રહે તે માટે તેના નિકાલની પદ્ધતિમાં સુધારો કરો.
  • હવાનું પરિભ્રમણ સારું રહે તે માટે વૃક્ષો યોગ્ય અંતરે (3.1 x 3.1 મીટર) વાવો.
  • હવા ની અવર જવર અને ઘટામાં ભેજ ઓછો રહે તે માટે વૃક્ષોના વધુ પડતા ડાળી ડાળખા કાપી નાખો.
  • રોગકારક જીવાણુઓને આશ્રય આપી શકે તેવા નીંદણનું નિયંત્રણ કરો.
  • ચેપગ્રસ્ત માંથી સ્વસ્થ ખેતરમાં જતી વખતે ખેતીના સાધનો અને બૂટ સાફ કરો.
  • પાકેલી શીંગોને નિયમિતપણે કાપો લો અને બધી જ રોગગ્રસ્ત શીંગો દેખાતાં જ તુરંત દૂર કરો.
  • મડદાં જેવી સુકાઈ ગયેલ શીંગો અને ચેપગ્રસ્ત છોડના કાટમાળને દૂર કરી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો