ફિલોડી

SESAME

ફિલોડી

Candidatus Phytoplasma

અન્ય

ટૂંકમાં

  • ફૂલો લીલા પાંદડાના ગુચ્છામાં ફેરવાય છે.
  • છોડ ગુચ્છાદાર બને છે.
  • ફૂલોમાં બીજ ઉત્પન્ન થતાં નથી.
  • ઉપજમાં ખુબ જ ઘટાડો થવાની શક્યતા.
  • ભેજવાળા, વરસાદી હવામાન દરમિયાન તીતીઘોડા ફેલાવો થાય છે.

માં પણ મળી શકે છે

0 પાક

ફિલોડી

SESAME

લક્ષણો

સામાન્યરીતે તલ નિર્માણ થતાં ફૂલોની જગ્યાએ છોડ પર નાના લીલા પાંદડાઓના ઝુમખા નિર્માણ થતાં દેખાય છે. પાંદડાઓ વચ્ચે ખુબ જ ઓછી જગ્યા સાથે છોડ નો વિકાસ અટકેલો અને છોડ ગુચ્છેદાર દેખાય છે. પાંદડા નાના કદના રહે છે અને છોડની ટોચ પર વધુ પડતી કૂંપણો નિર્માણ થાય છે. ફૂલોમાં વ્યંધત્વ રહે છે અને તેમાં તલનું નિર્માણ થતું નથી. કેટલાક છોડ પર એક સાથે ઘણીબધી કુંપણો નિર્માણ થવાથી છોડ ઝાડુ જેવા દેખાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એકવાર છોડ પર ચેપ લાગે ત્યાર બાદ ફાયટોપ્લાઝ્મા રોગનો કોઈ ઈલાજ નથી. તીતીઘોડાનું શરૂઆત માં જ નિયંત્રણ કરવા માટે લીમડાના તેલથી શરૂઆત કરો. ખેતરમાં પ્રથમ વાર તીતીઘોડા દેખાય કે તરત સારવાર કરો અને તે સક્રિય હોય ત્યારે દર 10-15 દિવસે એક વાર સારવાર કરો. જ્યારે મર્યાદા બહાર વસ્તી વધી જાય ત્યારે જ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરો. સ્થાનિક કુદરતી દુશ્મનો (શિકારી અથવા પરોપજીવી જંતુઓ) માટે તપાસ કરો કે જે કીટકોને નિયંત્રિત કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

એકવાર છોડ ચેપગ્રસ્ત થાય પછી ફાયટોપ્લાઝ્મા રોગનો કોઈ ઈલાજ નથી. તીતીઘોડા જેવા વાહકો રોગનો ફેલાવો કરે તે પહેલા જ તેનો નાશ કરવો એના પર રાસાયણિક નિયંત્રણ કેન્દ્રિત હોય છે. જ્યારે તીતીઘોડાની વસ્તી દેખાય કે તરત પ્રથમ છંટકાવ કરો. ભેજવાળા સમયગાળા દરમિયાન દર 15 દિવસે છંટકાવ કરો. વાહકોની વસ્તી વધે નહિ તેવી સારવાર પર ધ્યાન રાખો. હવામાનની પરિસ્થિતિ પર ધ્યાન રાખો અને ચોમાસાની ઋતુ પહેલા વધુ સારવાર કરો. રોગના લક્ષણો દેખાય પછી જંતુનાશકનો ઉપયોગ બંધ કરો કારણ કે સારવાર કરવામાં હવે ખૂબ મોડું થઈ ગયું છે.

તે શાના કારણે થયું?

ફિલોડીનો રોગ છોડના કોષોની અંદર રહેતાં ફાયટોપ્લાઝ્મા - નાના બેક્ટેરિયા જેવા જંતુઓના કારણે થાય છે. આ ફાયટોપ્લાઝ્મા છોડની બહાર ટકી શકતા નથી તમજ પોતાની જાતે પરિવહન પણ કરી શકતા નથી. ચેપગ્રસ્ત છોડ પરથી સ્વસ્થ છોડ પર જવા માટે તેમને તીતીઘોડા જેવા કીટકોની જરૂર પડે છે. વધુ પડતો ભેજ (85% થી વધુ), ભારે વરસાદ અને 20-25°C વચ્ચેનું ઠંડુ તાપમાન ફાયટોપ્લાઝ્માના વિકાસ અને તીતીઘોડાની ક્રિયા બંને માટે યોગ્ય પરિસ્થિતિઓ બની રહે છે. ફાયટોપ્લાઝ્મા ને તીતીઘોડાની અંદર વિકાસ પામતા 15-63 દિવસ અને તલના છોડમાં લક્ષણો પેદા કરતાં 13-61 દિવસ લાગે છે. એકવાર તીતીઘોડા ફાયટોપ્લાઝ્મા ને ગ્રહણ કરે પછી તે તેના સમગ્ર જીવન દરમિયાન રોગ ફેલાવી શકે છે. ફક્ત પુખ્ત વયના તીતીઘોડા જ રોગને ફેલાવી શકે છે - બાળ અવસ્થાના કિડાં આ રોગ ફેલાવી શકતા નથી. ફિલોડીએ વિશ્વભરમાં તલના પાકમાં જોવા મળતો સૌથી વિનાશક રોગોમાંનો એક છે. ફૂલોનું લીલા પાંદડા જેવી રચનામાં રૂપાંતર થવું તેને ફાયલોઇડ્સ કહે છે - જે મુખ્ય લક્ષણ હોવાથી રોગનું એવું નામ પડ્યું છે.


નિવારક પગલાં

  • પ્રતીકરક્ષમ જાતનો ઉપયોગ કરો.
  • સારા સ્ત્રોતોમાંથી મેળવેલ સ્વચ્છ, રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરો.
  • તીતીઘોડાની પ્રવૃત્તિ વધુ હોય તેવા સમયગાળા દરમિયાન વાવેતર કરવાનું ટાળો.
  • 6:1 ના પ્રમાણમાં તલ અને તુવેરનો આંતરપાક તરીકે ઉપયોગ કરો.
  • નિયમિત દેખરેખ કરી તીતીઘોડાની વસ્તીનું નિયંત્રણ કરો.
  • ભેજ ઘટાડવા માટે ખેતરમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો હોય તે જુઓ.
  • ચેપગ્રસ્ત છોડ દેખાતાં તરત જ તેની દૂર કરી નાશ કરો.
  • ફાયટોપ્લાઝ્મા જેના પર ટકી શકે તેવા નિંદણને ખેતરોમાંથી દૂર કરો.
  • બિનયજમાન પાક સાથે ફેરબદલી વાવેતર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો