Aphelenchoides besseyi
અન્ય
આ રોગનું સૌથી સ્પષ્ટ સંકેત એ છે કે પાંદડાની ટોચ 3 થી 5 સેન્ટિમીટર સફેદ થઈ જાય છે, જે આખરે કથ્થઈ રંગની બની નાશ પામે છે. ઘણીવાર કુમળા અને વિકાસશીલ પાંદડા વિકાસ થતાં વાંકડિયા અથવા કરચલીવાળા બની જાય છે. સામાન્ય રીતે આ લક્ષણો ઋતુની મધ્યથી લઈને દાણા ભરવાનું ચાલુ થાય ત્યાં સુધી સૌથી સ્પષ્ટ રીતે દેખાય છે. ઘણીવાર અસરગ્રસ્ત છોડ ઊંચાઈમાં ટૂંકા હોય છે અને સામાન્ય સ્વસ્થ ચોખા જેવો લીલો દેખાવ હોતો નથી. જેમ જેમ છોડ પરિપક્વ થાય છે, તેમ તેમ દાણાના કંટા સામાન્ય કરતા નાના કદના અને ખાલી, સુકાઈ ગયેલા અથવા વિકૃત આકારના હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, કંટાનું પાસે આવેલું છેલ્લું પાંદડું એટલું કડક રીતે વાંકું થઈ જાય છે કે કંટાની દાંડીમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકતું નથી.
માટી માટે ફાયદાકારક એવા બેક્ટેરિયાથી બીજની સારવાર કરવાથી તે જગ્યા માટે નેમાટોડ્સ સાથે સ્પર્ધા કરી યુવાન છોડને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. "લીલા ખાતર" નો ઉપયોગ, જેમ કે અમુક પાક ઉગાડી પછી તેને જમીનમાં ભેળવી દેવાથી કુદરતી રીતે નેમોટોડ્સ પર હુમલો કરતી માટી જીવનને પ્રોત્સાહન મળે છે અને નેમાટોડ્સની સંખ્યા ઘટાડવામાં પણ મદદ મળે છે. સંશોધનો પરથી જણાય છે કે ચોક્કસ ફાયદાકારક ફૂગ જમીનમાં અથવા છોડ પર નેમાટોડ્સને લક્ષ્ય બનાવીને ચેપનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.
હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમનો વિચાર કરો. સામાન્ય રાસાયણિક નિયંત્રણ તરીકે જયારે બીજમાં નેમોટોડ્સ નિષ્ક્રિય હોય ત્યારે તેનો નાશ કરવા વાવેતર પહેલાં બીજને સારવાર આપવા પર ધ્યાન આપવામાં આવે છે. આ જીવાતો અનાજની અંદર ઊંડે અથવા વિકાસ દરમિયાન પાંદડાની ગડીમાં સુરક્ષિત રહેતા હોવાથી પાંદડા પર લાગુ કરાયેલ છંટકાવ ઓછા અસરકારક બની રહે છે. જો વાવેતર બાદ સારવાર કરવામાં આવે તો છોડના વિકાસની શરૂઆતમાં સારવાર કરવી જોઈએ જેથી જંતુઓને વિકાસશીલ કંટા તરફ આગળ વધતા અટકી શકે. જંતુનાશકો અથવા રસાયણોનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરો, લેબલ પર લખેલી સૂચનાઓ વાંચો, સ્થાનિક નિયમોનું પાલન કરો અને સલામતી તથા અસરકારકતા બની રહે તે માટે ઉત્પાદનોનું મિશ્રણ કરતી વખતે યોગ્ય ભલામણો પર ધ્યાન આપો.
આ રોગ ખુબ જ સૂક્ષ્મ જીવાત નેમાટોડ્સથી થાય છે જે મુખ્યત્વે ચોખાના બીજની અંદર પ્રવેશે છે અને તેમાં જીવંત રહે છે. આ નેમાટોડ્સ સંગ્રહ કરેલ અનાજમાં સૂકાઈને નિષ્ક્રિય અવસ્થામાં ત્રણ વર્ષ સુધી જીવિત રહી શકે છે. વાવણી દરમિયાન જયારે બીજને રોપવામાં આવે છે ત્યારે ભીના થયા બાદ નેમાટોડ્સ જાગૃત અને સક્રિય બને છે. ખાસ કરીને જ્યારે હવા ખૂબ ભેજવાળી હોય ત્યારે છોડની સપાટી પર રહેલ પાણીના પાતળા આવરણમાં તરીને છોડની ઉપર તરફ જાય છે. તેઓ યુવાન, કુમળા છોડની પેશીઓ પર વસે છે અને ખાય છે. જેમ જેમ છોડ પરિપક્વ થાય છે, નેમાટોડ્સ વિકાસશીલ ફૂલોમાં પ્રવેશે છે અને આખરે ચક્રને પુનરાવર્તિત કરવા માટે નવા બીજની અંદર સ્થાયી થાય છે.