ભીંડો

હર્બિસાઇડ દ્વારા નુકસાન

Herbicides Growth Regulators

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • યુવાન પાંદડાનું વળી જવું, નમી પડવું અથવા કરમાઈ જવું, દાંડીઓ, પાંખડીઓ અને નસો (સ્ટ્રેપિંગ)ની લંબાઈ અને સપાટી પર ફોલ્લીઓનો વિકાસ.
  • પર્ણ વિકૃતિકરણ ખૂબ ઝડપથી વિકસિત થવું.
  • જૂનાં પાંદડાઓ અથવા વિકસિત ભાગોમાં કોઈ નુકસાન ન થવું.

માં પણ મળી શકે છે


ભીંડો

લક્ષણો

ગ્રૂપ ૧ ના હર્બિસાઈડ્સ દ્વારા નુકસાન પામેલ પર્ણસમૂહના લક્ષણો સામાન્ય રીતે છંટકાવના થોડા દિવસોમાં દેખાય છે. તે મુખ્યત્વે યુવાન તથા વિકાસશીલ પાંદડાઓમાં જોવા મળે છે અને યુવાન પાંદડાનું વળી જવું, નમી પડવું અથવા કરમાઈ જવું, દાંડીઓ, પાંખડીઓ અને નસો (સ્ટ્રેપિંગ) ની લંબાઈ અને સપાટી પર ફોલ્લીઓનો વિકાસ જેવા લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. પાંદડાની નસો એકબીજા સાથે સમાંતર ચાલે છે અને પાંદડા પર વિકૃતિકરણ ખૂબ ઝડપથી વિકસે છે. સામાન્ય રીતે તે પીળાથી સફેદ અને ભૂરા રંગ ક્રમને અનુસરે છે, જે હરિતદ્રવ્ય ગુમાવવાની નિશાની દેખાડે છે, જેનો મતલબ છે પેશીઓ ઝડપથી સદી રહી છે અને પાંદડાઓનું મૃત્યુ થઇ શકે છે. જૂનાં પાંદડાઓ અથવા વિકસિત ભાગોમાં કોઈ નુકસાન થતું નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ સ્થિતિ માટે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. વધારે પડતો ડોઝ આપી દીધો હોય તો છોડને સંપૂર્ણપણે ધોઈ પણ શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. હર્બિસાઇડ સ્પ્રેની યોજના બનાવતા પહેલાં, નીંદણના પ્રકાર(મૂળરૂપે બ્રોડલીફ નીંદણ વિરુદ્ધ ઘાસ) વિશે ખાતરી કરો અને તે માટે સ્પ્રેથી વધારે અસરકારક કંઈ છે કે નહી તે તપાસો. કાળજીપૂર્વક લેબલ વાંચો અને તે પ્રમાણે સૂચનો તથા ડોઝને અનુસરો.

તે શાના કારણે થયું?

કપાસના છોડ ૨,૪-ડી અથવા ડીકંબા, ખાસ કરીને અપલેન્ડ કપાસ ગોસ્પીયમ હિર્સુટમ અને પિમા કપાસ જી. બાર્બાડેન્સથી અત્યંત સંવેદનશીલ હોય છે. આ હર્બિસાઈડ્સ ફેનીક્સ એસીટિક એસિડ્સ અથવા સિન્થેટીક ઔક્સિન્સ (જૂથ ૧) સાથે સંબંધિત છે અને તેનો ઉપયોગ બ્રોડલીફ નીંદણની જાતોને નિયંત્રિત કરવા માટે થાય છે. ખરાબ સમય, ખોટી રચના અથવા હવામાનની ખરાબ પરિસ્થિતિઓ કપાસના છોડને અસર કરનારા પરિબળોમાં પરિણમી શકે છે. પડોશી ખેતરના કારણે પણ ખરાબ અસર થઈ શકે છે. લક્ષણો કેટલા લાંબા સમય સુધી જોવા મળે છે અને કેટલો સમય લાગે છે તે ડોઝ પર આધાર રાખે છે અને લક્ષણો જો તીવ્ર હોય તો ગાંઠોથી સમગ્ર છોડ સુધી ફેલાઈ શકે છે. તે સમજવું મહત્વપૂર્ણ છે કે હર્બિસાઈડ્સ નાના ડોઝમાં પણ પાકને નુકસાન પહોંચાડી શકે છે.


નિવારક પગલાં

  • નીંદણના પ્રકાર(મૂળરૂપે બ્રોડલીફ નીંદણ વિરુદ્ધ ઘાસ) વિશે ખાતરી કરો.
  • કાળજીપૂર્વક એવા હર્બિસાઇડ પસંદ કરો, જે તમારી જરૂરિયાત પ્રમાણે શ્રેષ્ઠ હોય.
  • કાળજીપૂર્વક લેબલ વાંચો અને તે પ્રમાણે સૂચનો તથા ડોઝને અનુસરો.
  • વિવિધ હર્બિસાઇડ સાથે થતી દૂષિતતાને ટાળવા માટે તેનો ઉપયોગ કર્યા પછી સ્પ્રે કન્ટેનર હંમેશા સાફ કરો.
  • પવન વધારે હોય ત્યારે સ્પ્રે કરવાનું ટાળો, જેથી તેને ખેતરના અન્ય ભાગમાં ફેલાતા અટકાવી શકાય.
  • ફેલાવો ઘટાડવા એવા સ્પ્રે નોઝલનો ઉપયોગ કરો, જે વધુ સારી રીતે વનસ્પતિ પર છંટકાવ કરી શકે.
  • પરિણામોની દેખરેખ રાખવા માટે ગોચર અને ઘાસનાં ક્ષેત્રોમાં હર્બિસાઇડનો પ્રયાસ અને પરીક્ષણ કરો.
  • હવામાનની આગાહી કાળજીપૂર્વક તપાસો અને વરસાદ હોય ત્યારે સ્પ્રે ના કરો.
  • છંટકાવની તારીખો, ઉત્પાદન, ખેતરમાંના ભાગો અને હવામાન પરિસ્થિતિઓ સાથે પ્રવૃત્તિઓનો હિસાબ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો