કૃષિમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છીએ

અમે વિશ્વભરના નાના-પાયાના ખેડૂતો અને કૃષિને લગતા છૂટક વેપારીઓને ટેકો આપવા માંગીએ છીએ. એઆઈ ટેક્નોલોજી, ડેટા એનાલિટિક્સ અને વૈજ્ઞાનિક સંશોધનોનો ઉપયોગ કરીને યોગ્ય નિરાકારણો પૂરો પાડવા, ટકાઉ પધ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને ખેતીની ઉત્પાદકતામાં વધારો કરવો એ અમારૂ ધ્યેય છે.

ડિજિટલ કૃષિ દ્વારા નાના ખેડૂતોને સક્ષમ બનાવી રહ્યા છીએ

તેઓ વિશ્વ માટે ખોરાકના ઉત્પાદનમાં કેટલા મહત્વપૂર્ણ છે અને તેઓ જે મુશ્કેલીઓનો સામનો કરે છે તે અમે જાણીએ છીએ. મર્યાદિત સંસાધનો, ટેક્નોલોજી અને માહિતીના કારણે તેમના માટે ખેતીમાં સુધારો કરવાનું મુશ્કેલ બને છે. તેથી જ અમે પ્લાન્ટિક્સ, મફત એપ્લિકેશન, બનાવેલ છે, જે ખેડૂતોને માહિતી, ટેક્નોલોજી અને ખેતી અંગેના સૂચનો આપે છે.

ટકાઉ અને ફાયદાકારક ખેતીનો આધાર

અમે આપણી ખેત પ્રણાલીના મૂળભૂત માળખાને પ્રોત્સાહિત કરવામાં માનીએ છીએ - નાના ખેડૂતો અને ખેતીના છૂટક વેપારીઓ. અમારી બે એપ્લિકેશન, પ્લાન્ટિક્સ અને પ્લાન્ટિક્સ પાર્ટનર, એ ફક્ત સાધન નથી; તે ચાલતી રહેલી ખેતી પધ્ધતિને બદલવાનો એક પાયો છે, ખેડૂતોની રોજિંદી અવાક વધારે છે અને તેમનામાં નવચેતન પુરે છે, જયારે કૃષિના છૂટક વેપારીને વધુ સારીરીતે ખેડૂત સમુદાયને સેવા પુરી પાડી શકે છે.

તમારી ખેતીની આવક વધારો

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો

તમારા એગ્રી-રિટેલ વેપારમાં વધારો કરો

પ્લાન્ટિક્સ પાર્ટનર બનો

ધ્યાન રાખો, કાળજી લો, સક્ષમ બનો, શેર કરો!

અમારી માન્યતાઓ અને અમે કેવી રીતે વેપાર કરવાનું પસંદ કરીએ છીએ તે અમારી બ્રાંડનું મૂલ્ય દર્શાવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો અમારા પ્રત્યેક કાર્યને આકાર આપે છે.

ધ્યાન

અમે યોગ્ય કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, ભલેને પછી તેના માટે પરંપરાગત વિચારસરણીને પડકારવી પડે. અમે શક્ય તેટલી મોટી અસર અને શ્રેષ્ઠ મૂલ્ય નિર્માણ કરવા માટે સમર્પિત છીએ.

કાળજી

આપણી ક્રિયાઓથી આપણા સામાજિક અને કુદરતી વાતાવરણને શું અસર થાય છે તે વિષે જાગૃત રહેવું તેનું નામ કાળજી. બધું જ જોડાયેલ છે. તેથી અમે જે પણ કરીએ તેમાં દયાળુ, સહાનુભૂતિપૂર્ણ અને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

સક્ષમ

લોકો વિકાસ કરે અને વધુ સારું જીવન જીવવામાં મદદ મળે તે માટે અમે તેમને સમજપૂર્ણ પસંદગી કરવા સક્ષમ બનાવીએ છીએ. એનાથી વધુ સ્વતંત્રતા, આત્મનિર્ભરતા અને સફળતા પ્રાપ્ત થાય છે.

શેર કરો

અમે માનીએ છીએ કે ચોક્કસ માહિતી મળવાથી અમારા વપરાશકર્તાઓને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તેથી જ અમે જ્યાં અને જયારે જરૂર પડે ત્યારે સચોટ, સુસંગત અને નિષ્પક્ષ માહિતી પૂરી પાડીએ છીએ.

ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ

જર્મની અને ભારતમાં ઓફિસો ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપની તરીકે, જીવનના તમામ ક્ષેત્રો અને વિવિધ સામાજિક ધોરણના વ્યક્તિઓને સમાન તકો મળી રહે તે અમારું લક્ષ્ય છે. કામના સ્થળે વિકાસ, બુદ્ધિ અને પ્રામાણિકતાને મહત્વ મળી રહે તેવું વાતાવરણ નિર્માણ કરવા માટે અમે સમર્પિત છીએ, કે જે દરેક વ્યક્તિ વિકાસ કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરે છે.

ગ્રાહક પહેલા
ગ્રાહકનો અવાજ
અમારા વપરાશકર્તાઓને શ્રેષ્ઠ સેવા મળી રહે તે માટે અમે ગ્રાહકોના પ્રતિસાદ અને અપેક્ષાઓ પર ધ્યાન રાખીએ છીએ.
લોક કેન્દ્રિત
કામ અને વૈયક્તિક જીવનનું સંતુલન
અમે કર્મચારીઓની વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ કામ દરમિયાન અને પછી ખુશ રહે તે માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
પ્રગતિના આધારસ્તંભો
સ્વપ્નદ્રષ્ટા
અમે એક મજબૂત હેતુની ભાવના સાથે મહત્વાકાંક્ષી છીએ. અમારા પ્રયાસોમાં અમે નવીનતાપુર્ણ અને ભવિષ્યવાદી રહીએ તે માટે સંકલ્પબદ્ધ છીએ.
નૈતિક આચરણ
સમાવેશ
અમે લિંગ, ધર્મ, જાતિ, વંશીયતા, આવકના સ્તર અને દિવ્યાંગતાને ધ્યાનમાં લીધા વગર દરેકને સ્વીકારીએ છીએ અને સમાન રીતે વર્તન કરીએ છીએ.