ટામેટા

ટમેટામાં નાની તિરાડ

Fruit Deformation

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ફળો ઉપર કેન્દ્રિત તિરાડ દેખાય છે અને તેની છાલ રાખોડી જેવી દેખાય છે.
  • આ વિકૃતિ મુખ્યત્વે પાણી અથવા ભેજ ને લગતી સમસ્યાના કારણે નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

ટામેટાની છાલ ઉપર અસંખ્ય, નાની, વાળ જેવી તિરાડો દેખાય છે, જે ક્યારેક કેન્દ્રિત ભાતની રચના કરે છે. છાલ રાખોડિયા રંગની બનવાનું શરૂ કરે છે. તિરાડ ફક્ત થોડા મિલીમીટર જ લાંબી હોય છે અને સામાન્ય રીતે ફળ પાકવાનું શરૂ થાય ત્યારે દેખાય છે. જે ફળ વધુ પડતા જંતુનાશકના સીધા સંપર્કમાં હોય તે આ પ્રકારના જખમ માટે વધુ સંવેદનશીલ હોય છે. જંતુનાશકો છાલની સ્થિતિસ્થાપકતા ઓછી કરે છે અને તિરાડ ના નિર્માણની તરફેણ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ સમસ્યા માટે કોઈ જ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. તેની સારવાર માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા જ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. થયેલ નુકસાનની સારવાર કરી શકાતી નથી, તેથી આ રોગ ફક્ત સુરક્ષાત્મક પગલા દ્વારા જ નિવારી શકાય છે. જોકે આ વિકૃતિ ના લક્ષણોને ટાળવા માટે જંતુનાશકોનો વધુ ઉપયોગ અને તેનું મિશ્રણ ટાળવું જોઈએ.

તે શાના કારણે થયું?

રોગથી નિર્માણ થતી તિરાડો ખૂબ જ નાની, ટૂંકી અને ઉપરછલ્લી હોવા છતાં આ વિકૃતિ ઘણીવાર ફળની વધુ પડતી વૃદ્ધિના કારણે નિર્માણ થતી તિરાડ સાથે ભળતી લાગે છે. તે ઘણી વખત ગ્રીનહાઉસમાં વધુ પડતા ભેજવાળા વાતાવરણ અને જમીનમાં ભેજનું પ્રમાણ તથા દિવસ-રાત્રી દરમિયાન તાપમાનમાં થતી વધઘટ ને લગતી હોય છે. પાણીનું અયોગ્ય સ્તર (પૂર, દુષ્કાળ, પાણી / વરસાદમાં વધઘટ), વધુ પડતા પોષક તત્વો અથવા તેની ઉણપ, તથા પ્રકાશ ની તીવ્રતા પણ આ પરિસ્થિતિ સર્જી શકે છે. છેલ્લે જંતુનાશકોનો ખોટો અથવા વધુ પડતો ઉપયોગ આ સમસ્યાને વધારી શકે છે. ખાસ કરીને ફળો વધુ સંવેદનશીલ હોય છે કારણકે તે વધતી ટોચ છે અને તેમને પાણી અને પોષક તત્વો માટે નવા અંકુર સામે સ્પર્ધા કરવાની હોય છે.


નિવારક પગલાં

  • વિવિધ જંતુનાશકનો ઉપયોગ અને તેનો વધુ પડતો ઉપયોગ તથા વિવિધ જંતુનાશકો ના મિશ્રણથી સારવાર કરતી વખતે સાવધાન રહો.
  • તમારા છોડ પર ફળો ના રક્ષણ માટે પૂરતા પાંદડા હોય તેની ખાતરી કરો.
  • ખૂબ જ ગરમ વાતાવરણમાં જમીનને ઠંડી રાખવા અને બાષ્પીભવન ઓછું કરવા માટે જમીન ઉપર ઘાસ પાથરી રાખો.
  • પાણીનો સારી રીતે નિકાલ થાય તે માટે ક્યારી ઊંચી બનાવવી.
  • સવારના મધ્ય સમયે પાણી આપો અને દિવસે ખૂબ જ ગરમી હોય ત્યારે પાણી આપવું નહીં.
  • સંપૂર્ણ છોડ ઉપર ઠંડક રાખવા માટે છાપરા જેવી વ્યવસ્થા કરો.
  • ટામેટામાં જ્યારે યોગ્ય રંગ દેખાય ત્યારે વહેલા ઉતારી લો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો