ટામેટા

ટામેટામાં ફાટ પડવી

Fruit Deformation

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ફળની ચામડી સ્થિતિસ્થાપકતાથી વધુ ખેંચાવાથી તેમાં તિરાડો પડે છે.
  • તિરાડો અને વિભાજન થડની આસપાસ પણ થઇ શકે છે.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

ફળની બાહ્ય ત્વચા પર વિભાજનના રૂપમાં અને ફાટ તરીકે લક્ષણો જોઈ શકાય છે. વિભાજન અને તિરાડો ઊંડાઈ અને કદમાં અલગ અલગ હોઇ શકે છે અને સામાન્ય રીતે ફળના ઉપલા ભાગની આસપાસ નિર્માણ થાય છે. કેન્દ્રિત અથવા ફરતે સમપ્રમાણતામાં નિર્માણ થયેલ જખમના લક્ષણો તેમાં જુદીજુદી શારીરિક સમસ્યાઓનો નિર્દેશ કરી શકે છે. ક્યારેક ફૂલના છેડાના ભાગ પર પણ અસર થાય છે. અસરગ્રસ્ત ફળ જેટલા નાના હોય, તિરાડોથી થતું નુકસાન તેટલું જ વધુ હોઈ શકે છે. તિરાડ અને વિભાજન થડની આસપાસ પણ થઇ શકે છે. ફળની બાહ્ય ત્વચાના વધુ પડતા વિકાશના કારણે આ વિકૃતિ નિર્માણ થાય છે: ત્વચા સ્થિતિસ્થાપકતાથી વધુ ખેંચાય છે અને નાની તિરાડો દેખાય જે આખરે ફાટીને ખુલી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગો માટે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. તે માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા જ નિવારી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા જ નિવારી શકાય છે. જોકે, નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળો અને માટીમાં પોટેશિયમના યોગ્ય સ્તરનું ધ્યાન રાખો.

તે શાના કારણે થયું?

ફળમાં અચાનક અને ઝડપી વૃદ્ધિના કારણે તિરાડો અને વિભાજન નિર્માણ થાય છે, જે સામાન્ય રીતે છોડ દ્વારા અતિશય પાણી લેવાના કારણે થાય છે. છોડની વૃદ્ધિમાં આ અચાનક ફેરફાર પર્યાવરણીય પરિસ્થિતિઓમાં થયેલ ફેરફાર જેવાકે વધુ ભેજવાળા ઠંડા અને ભીના સમયગાળામાંથી, ગરમ અને સૂકું વાતાવરણ, દ્વારા નિર્માણ અથવા ઉત્તેજિત થાય છે. સમસ્યા દૂર કરવા માટે સંતુલિત ખાતર પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, ફૂલો અને ફળોના વિકાસ દરમિયાન નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ ઉપયોગ અને પોટેશિયમયુક્ત ખાતરની ઉણપ ફળની અતિશય વૃદ્ધિ કરે છે અને તિરાડોના નિર્માણની તરફેણ કરશે.


નિવારક પગલાં

  • તિરાડ-પ્રતિરોધક ટમેટાની જાતોની પસંદગી કરો.
  • અતિશય સિંચાઇ ટાળો અને અચાનક વધુ પાણી આપવાને બદલે ચોક્કસ માત્રામાં નિયમિત પાણી આપો.
  • ભારે વાતાવરણને લગતી આગામી ઘટનાઓથી પરિચિત રહો અને જો શક્ય હોય તો ખાસ કરીને વધુ ભેજ ઓછા સૂર્યપ્રકાશના કિસ્સાઓ વિષે.
  • તણાવ નિવારવા માટે દરેક છોડ પર પાંદડાં અને ફળોનું સારું સંતુલન જાળવો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ અને પોટેશ્યમયુક્ત ખાતરની ઉણપ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો