ટામેટા

ટામેટા બિલાડી જેવો ચહેરો

Physiological Disorder

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ગંભીર ખોડખાંપણ, ફળમાં ફુલ બાજુની અંતે તિરાડ કે ફાટ.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

કેટફેસ(બિલાડીનો ચહેરો) એક શારીરિક વિકૃતિ છે કે જેનથી ફળોના આકારમાં વિકૃતિ અને ખોડખાંપણ નિર્માણ કરે છે, તે ઘણી વખત ફૂલ તરફના છેડા પર હોય છે. અસરગ્રસ્ત ફળ વિવિધ ખંડોમાં વિભાજીત હોય છે, અને વિવિધ ખંડોની વચ્ચે કથ્થાઈ કાપો હોય છે જે તેના ગરપ સુધી વિસ્તરેલ હોય છે. તેને ભૂલથી કેન્દ્રિત અથવા ફરતે નિર્માણ થતી તિરાડ તરીકે ગણવું ન જોઈએ. જોકે વેચાણપાત્ર નહિં હોવા છતાં, આકારમાં વિકૃત ફળો હજી પણ તેનો યોગ્ય સ્વાદ ધરાવે છે અને તેનો સુરક્ષિત રીતે ઉપયોગ પણ કરી શકાય છે. ફૂલ આવવાના સમય દરમિયાન રાત્રીનું 12 ° સે થી ઓછા તાપમાન સાથે ઠંડુ હવામાન, નાઇટ્રોજનનું ઉચ્ચ સ્તર અને વનસ્પતિનાશકથી થયેલ ઈજા એ કારણો શક્ય હોઈ શકે છે. ખૂબ મોટા ફળ વાળી ટમેટાની જાતો વધુ સંવેદનશીલ હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગની સારવાર માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા જ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગની સારવાર માત્ર સુરક્ષાત્મક પગલાથી જ કરી શકાય છે અને જે અમલ કરવી પણ સરળ હોય છે. જોકે, ખાસ કરીને સંવેદનશીલ જાતોમાં જે આ પરિસ્થિતિ નિર્માણ કરી શકે તેવા વનસ્પતિનાશકનો ઉપયોગ ટાળો.

તે શાના કારણે થયું?

ટામેટાં પર કેટફેસ નિર્માણનું ચોક્કસ કારણ અનિશ્ચિત હોય છે, પરંતુ તે સામાન્ય રીતે મોટા ફળો નિર્માણ કરતી જાતો પર તે વારંવાર જોઈ શકાય છે. ફૂલ આવવાના સમય દરમ્યાન થોડા દિવસો સુધી રાત્રીનું નીચું તાપમાન(12 ° સે કે તેથી નીચે) આ શારીરિક વિકૃતિ સાથે સંબંધ ધરાવે છે, કદાચ ફૂલ અપૂર્ણ પોલિનેશન કારણે. કેટલીક જાતો તાપમાનના આ બદલાવ પ્રત્યે વધુ સંવેદનશીલ હોઇ શકે છે. ફૂલના અંકુર વિકાસ પ્રત્યે અન્ય વાંધો પણ કેટફેસમાં પરિણમી શકે છે. ફૂલની શારીરિક નુકશાન, વધુ પડતી છાંટાણી અથવા અમુક વનસ્પતિનાશક(2,4-ડી)નો સંપર્ક પણ વિકૃત આકારના ફળોમાં પરિણમી શકે છે. અસંતુલિત નાઇટ્રોજનના પુરવઠા કારણે થયેલ ફળની અતિશય વૃદ્ધિ પણ એક કારણ હોઈ શકે છે. છેલ્લે, કીટકોથી થયેલ નુકસાન અથવા ટમેટાના નાના પાંદડાં તરીકે ઓળખાતી સમસ્યા પણ કેટફેસમાં પરિણમી શકે છે.


નિવારક પગલાં

  • તાપમાનના બદલાવ પ્રત્યે વધુ સહિષ્ણુ હોય તેવી જતોનું વાવેતર કરો.
  • આ સ્થિતિ તરફ દોરી શકે તેવા વનસ્પતિનાશકનો ઉપયોગ ટાળો.
  • ફૂલો આવવાના સમયમાં નિયમિતપણે તાપમાનનું નિરીક્ષણ કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને થતી શારીરિક ઈજા ટાળો.
  • ખાતર આપતા પહેલા જમીનમાં નાઇટ્રોજનનું સ્તર જોઈ લેવું.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો