ચોખા

ડાંગરમાં આયર્નની ઝેરી અસર

Iron Toxicity

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • છોડની પેશીઓમાં અતિશય આયર્ન તેના પાંદડાને બદામી અથવા પીળા બનાવે છે.
  • વધારે આયર્નની સાંદ્રતા વાળા દ્રાવણો જમીનમાં હોય તો પણ મૂળને નાદુરસ્ત બનાવે છે અને તે ઘણા જરૂરી પોષક તત્વોનું શોષણ ઓછુ કરી શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

પાકના વિકાસ સમય દરમિયાન આયર્નનું ઝેર જમીનમાં દેખાય છે. નીચાણવાળી જમીનમાં ચોખાના પાકવાળી દુનિયાના વિવિધ ભાગોમાં આવેલી જમીનમાં આવુ થાય છે. છોડમાં વધારે પડતુ શોષણ અને આયર્નનું વધારે એકત્રીકરણ ઝેરી સંયોજનોના ઉત્પાદન તરફ દોરી જાય છે. જેનાથી હરિતદ્રવ્યનો વિનાશ અને શારીરિક પ્રક્રિયાઓને વિક્ષેપિત કરે છે, જેના પરિણામે પાંદડા બદામી અથવા પીળા થઇ જાય છે. રાયઝોસ્ફિયરમાં વધારે પડતુ આયર્નનું સંકેન્દ્રીકરણ મૂળને નાદુરસ્ત બનાવે છે અને અગત્યના પોષક દ્રવ્યોનુ શોષણ ઓછુ થાય છે. જેના કારણે પેદાશનું નોંધપાત્ર નુકસાન થાય છે (10-100%)

Recommendations

જૈવિક નિયંત્રણ

આ અવ્યવસ્થા માટે કોઈ જૈવિક નિયંત્રણ જાણીતું નથી.

રાસાયણિક નિયંત્રણ

જે જમીનોમાં આયર્નના ઝેરીન સમસ્યા થઇ શકે છે, ત્યાં પ્રમાણસર ખાતરનો ઉપયોગ (ખાસ કરીને પોટેશિયમ) અને ચૂનાનો સંતુલિત ઉપયોગ આ અવ્યવસ્થાને દૂર કરવા માટે મહત્વના છે. ગર્ભાધાન મિશ્રણમાં મેંગેનીઝનો ઉમેરો, છોડ દ્વારા આયર્નના શોષણને ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. એસિડીક જમીન પર ચૂનાનો ઉપયોગનો ખૂબ આગ્રહ રાખવામાં આવે છે. મોટી માત્રામાં આયર્ન અને કાર્બનિક પદાર્થો ધરાવતી જમીન પર અને જ્યાં ડ્રેનેજ નબળી હોય ત્યાં વધુ પ્રમાણમાં કાર્બનિક પદાર્થો (ખાતર, ઘાસ) ના ઉપયોગને ટાળો. એમોનિયમ સલ્ફેટ (વધુ એસિડીકતા) ની જગ્યાએ નાઇટ્રોજન ખાતર (ઓછી-એસિડીકતા) ના સ્વરૂપ તરીકે યુરિયાનો ઉપયોગ કરો

તે શાના કારણે થયું?

છોડના મૂળના ભાગમાં આજુબાજુ વધારે આયર્ન હોવાથી આયર્નનું ઝેર થાય છે. આ અવ્યવસ્થા પૂરવાળી જમીન સાથે સંકળાયેલ છે અને મુખ્યત્વે નીચાણવાળી જમીનના ચોખાના ઉત્પાદનને મૂળભૂત રીતે અસર કરે છે. આવી જમીનો આયર્નની સાંદ્રતા વધારે છે અને તે આયર્ન છોડમાં વધે છે. મોટા પ્રમાણમાં, એસિડિક જમીન, જમીનની ઓક્સિજેશન, અને ફળદ્રુપતાનું સ્તર પણ આ પોષક દ્રવ્યના સંચય અને શોષણમાં ભૂમિકા ભજવે છે. આયર્નનું ઝેર એવી પૂરવાળી જમીનમાં જોવા મળે છે જ્યાં પીએચ 5.8 નીચે હોય અને જ્યારે એરોબિક (સામાન્ય ઓક્સિજન સ્તર) અને પીએચ 6.5 ની નીચે હોય જ્યારે એરોબિક (નીચુ ઓક્સિજન સ્તર) હોય. જમીનની જાણવણીનો યોગ્ય પદ્ધતિઓમાં જમીન પર ચૂનો પાથરવો, જમીનની ફળદ્રુપતા સુધારવી અને અને પીએચ યોગ્ય સંચાલન પ્રથાઓમાં જમીનની મર્યાદા, જમીનની પ્રજનનક્ષમતામાં સુધારો, અને પાકના નિશ્ચિત વિકાસ પ્રમાણે જમીનનુ ડ્રેનેજ કરવુ વગેરેનો સમાવેશ થાય છે. મેંગેનીઝ જમીનમાં આયર્ન સાથે સ્પર્ધા કરે છે, આ પોષકદ્રવ્યનો વધારો છોડ દ્વારા આયર્નના શોષણને ઘટાડી શકે છે.


નિવારક પગલાં

  • છોડની વિવિધ જાતો જમીનમાં વધારે આયર્નના સ્તરોને સહન કરી શકે છે.
  • જો સીધા બીજનું અંકુરણ કરવાનુ હોય તો બીજને ઓક્સિડન્ટનુ આવરણ આપો (જેનાથી આયર્નની અસર દૂર થઇ જાય છે).
  • જ્યાં સુધી આયર્નની સાંદ્રતાની ટોચન આવે તો વાવેતરમાં વિલંબ થાય છે (પૂર આવ્યા પછી 10 થી 20 દિવસ પછી).
  • જે જમીનમાં Fe અને કાર્બનિક પદાર્થો વધારે પ્રમાણમાં હોય અને જમીન ભેજ વગરની હોય તો જમીન વચ્ચે વચ્ચે પાણીથી ભરી દેવી જોઇએ.
  • સંચિત આયર્નને દૂર કરવા માટે પાણીને બહાર કાઢી નાંખવુ, વચ્ચેના ખેડાણના સમયે (રોપણી કે બી વાવણીના 25-30 દિવસ પછી).
  • લણણી પછી ખેતર ખેડવુ અને થોડા દિવસો અથવા અઠવાડિયા સુધી ખેતરને પડતર છોડી દેવું.
  • એસિડીક જમીનમાં ચૂનો ઉમેરો જેથી તેનો પીએચ વધશે.
  • વધારામાં મેંગેનિઝ ખાતર વાપરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો