ટામેટા

ગ્લાયફોસેટ ઇજા

Herbicide Shikimic acid pathway inhibitors

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • અવિકસિત, પીળાશ પડતા અને આખરે સુકાયેલ પાંદડા દેખાવા.


ટામેટા

લક્ષણો

કુમળા પાંદડાંના આધાર પાસે પ્રારંભિક લક્ષણો તરીકે સફેદ / પીળા રંગની વિકૃતિ દેખાય છે. પાંદડાં નાના, કથ્થઈ રંગની કિનારીઓ વાળા અને કપની જેમ ઉપર તરફ વળે છે. ઓછા ફૂલો ઉત્પન્ન થવાના કારણે ઉપજને નુકશાન થાય છે. ફળો વિકૃત બને છે અને ઘેરા કથ્થઈ રંગના ઉઝરડા સાથે નાના કદના હોય છે. ગંભીર કિસ્સાઓમાં, સામાન્ય રીતે સુકાવાની શરૂઆત છોડની ટોચ પરથી થાય છે અને તે નીચે તરફ આગળ વધે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કોઈ નહીં

રાસાયણિક નિયંત્રણ

કોઈ નહીં

તે શાના કારણે થયું?

બિન-પસંદગીયુક્ત નિંદણનાશક ગ્લાયફોસેટના અયોગ્ય ઉપયોગને કારણે નુકસાન થાય છે. ખેડૂત, પાડોશી ખેડૂત દ્વારા કરેલ છંટકાવના ઉડવાથી અથવા ગ્લાયફોસેટના અવશેષ યુક્ત પમ્પનો વારંવાર જંતુનાશકના છંટકાવ માટે ઉપયોગ કરવાથી નિર્માણ થાય છે અને ધારેલ ન હોય તેવા છોડની જાતોને અસર કરી શકે છે. આ નીંદણ નાશકનો પાંદડાં પર છંટકાવ કરવામાં આવે છે અને સમગ્ર છોડમાં તેનું પરિવહન થાય છે. તે છોડના વિકાસ માટે જરૂરી એમિનો એસિડનું ઉત્પાદન કરતા રસાયણ સાથે દખલ કરીને છોડને મારી નાખે છે. છંટકાવ ઉડવાથી, દુષિત પમ્પ, જમીન દ્વારા, અસ્થિર, ભૂલથી થયેલ છંટકાવ વગેરે જેવી કારણ ન હોય તેવી જગ્યાએ સારવાર થવાના કારણે તેનો ફેલાવો થાય છે. નુકસાનની હદના પરિબળો જેમ કે કેટલી માત્રામાં ચેપ છે, વિકાસની પરિસ્થિતિ, અસરગ્રસ્ત પ્રજાતિ અને વિકાસનો તબક્કો.જેવા પરિબળોના આધારે નુકસાન વ્યાપક હોઈ શકે છે. ઘણીવાર નુકસાન ખુબ જ વ્યાપક હોઈ શકે છે અને ઘણી વાર મૂલ્યવાન છોડને કાયમી નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • સારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય પાણી અને ખાતર પુરા પાડો.
  • ભલામણ કરાયેલા ખાતરનો યોગ્ય માત્રામાં ઉપયોગ ઉપરાંત, બધા રસાયણો પર લખેલ લેબલ પરની સૂચનાઓ વાંચો અને તેને અનુસરો.
  • છોડની આસપાસ નિંદણનાશક લાગુ કરતી વખતે સ્પ્રેઅરની પુનઃમાપણી કરો અને સાવચેત રહો.
  • નિંદણનાશકો ધીમી ગતિવિધિ કરતાં હોવાથી ઠંડા, ભેજવાળા હવામાન દરમિયાન તેનો છંટકાવ કરવાનું ટાળો.
  • જ્યારે પવનની ગતિ ઓછી અને તેની દિશા દવા આસપાસ ઉડે નહિ તેવી હોય ત્યારે નિંદણનાશક લાગુ કરો.
  • નિંદણનાશક માટે ઉપયોગમાં લેવાયેલ પંપનો જંતુનાશકો અથવા ફૂગનાશકો લાગુ કરવા માટે ઉપયોગ કરવો નહિ.
  • સામાન્ય રીતે, એક વાર લક્ષણો દેખાયા પછી નુકસાનને દૂર કરવું એ ખૂબ મોડું થયું બરાબર છે.
  • જો કે, જો લક્ષણો ગંભીર ન હોય અને છોડનો નાશ ન થાય, તો નવો વિકાસ થવો સામાન્ય હોઈ શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો