મકાઈ

ઝડપી વિકાસ સિન્ડ્રોમ

Rapid Growth Syndrome

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • વિકાસમાં અચાનક વધારો અને વિકાસનો દર ખુબ જ ઝડપી હોવો.
  • અમળાવાળા અને ચુસ્ત રીતે વીંટાયેલ સાંઠા.
  • નવા ઉગતા પાંદડાં ખીલવાની સાથે જ ચમકદાર પીળા રંગના થઈ જવા.
  • અસરગ્રસ્ત પાંદડા આધાર પાસેથી કરચલીઓ વાળા હોઈ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

છોડના વિકાસના દરમાં તીવ્ર વધારો થાય છે. મકાઈના પાંદડા યોગ્ય રીતે ખૂલવામાં નિષ્ફળ જાય છે, અને સાંઠા વમળયુક્ત ચુસ્ત રીતે લપેટાયેલા અને વિકૃત થઈ જાય છે. ઝડપથી વિકાસ પામતા નવા પાંદડા ખુલી ન શકતા હોવાથી, તેમનો બહાર આવવાનો માર્ગ બનાવવાના કારણે સાંઠાને વાળે છે અને આમળા ચડાવે છે. આંટીઓમાં ફસાયેલ પાંદડા જયારે ખુલે ત્યારે ઘણીવાર ચમકદાર પીળા રંગના બને છે, જે ખેતરમાં તેને નોંધનીય બનાવે છે. અસરગ્રસ્ત પાંદડા આધાર પાસેથી કરચલીવાળા બની શકે છે અને વિકાસના તમામ તબક્કે આવા જ રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હવામાનને લગતી અન્ય ઘણી ખેંચમાં જોવા મળતી અસરોની જેમ, કેટલીક સંકર જાતો અન્ય કરતા વધુ સંવેદનશીલ હોય છે. તમારા વિસ્તાર માટે યોગ્ય જાતો અથવા સંકર જાત પસંદ કરો.

રાસાયણિક નિયંત્રણ

આ ઘટના માટે રાસાયણિક નિયંત્રણ લાગુ પડતું નથી.

તે શાના કારણે થયું?

સામાન્ય રીતે આ નુકસાન ઠંડા તાપમાન થી ગરમ સ્થિતિમાં અચાનક ફેરફાર થવાના સાથે સંકળાયેલ છે, જેના પરિણામે છોડના વિકાસ દરમાં તીવ્ર વધારો થાય છે. ઝડપથી વિકસતા નવા પાંદડા બહાર આવી શકતા ન હોવાથી, તેમનો માર્ગ ખુલ્લો કરવાના પ્રયત્નના કારણે, સાંઠા વળે છે અને આમળા ચડે છે. આ લક્ષણો સામાન્ય રીતે ઉપજના 5 થી 6 ઠ્ઠા તબક્કા વચ્ચે થાય છે, પરંતુ તે મોડેથી 12 માં તબક્કે પણ જોઈ શકાય છે. સામાન્ય રીતે ઉપજ પર કોઈ પણ પ્રકારની ગંભીર નકારાત્મક અસરો થતી નથી. યાદ રાખો કે આમળા ચડવામાં અન્ય કારણો પણ હોઈ શકે છે, ખાસ કરીને નીંદણ નાશકના કારણે થતી ઇજા.


નિવારક પગલાં

  • નિવારણનાં કોઈ પગલાં લાગુ પડતા નથી.
  • સામાન્ય રીતે, છોડના અસરગ્રસ્ત પાંદડા થોડા દિવસો પછી ખુલે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો