ઓલિવ

ઓલિવમાં એન્થ્રેકનોઝ

Glomerella cingulata

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ફરતે રિંગ વાળા ગોળાકાર સુકાયેલ ડાઘ.
  • ફળોમાં જિલેટીન જેવા દ્રવ્ય સાથે કથ્થઈ રંગનો સડો.
  • ફળોનું સુકાવું.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

પ્રારંભિક લક્ષણો તરીકે ફરતે રીંગવાળા ગોળાકાર સુકાયેલ ઝખ્મ જોઈ શકાય છે. ભેજવાળી પરિસ્થિતિઓમાં, ફળોમાં નરમ, ઘેરા કથ્થાઈ રંગનો સડો જોવા મળે છે. સુકા વાતાવરણમાં, ફળમાંનું પાણી ઉડી જાય છે અને તે સુકાઈ જાય છે. બંને કિસ્સાઓમાં, ફળો અકાળે ખરી પડે છે. મોટેભાગે જ્યારે ફળો પાકવાની તૈયારી હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જયારે ફૂલ આવતા પહેલા અને ફળ પાકે તે સમયે એરોબોસિડીયમ પુલ્યુલેન્સના ઘટક ધરાવતા દ્રવ્યનો ઉપયોગ કોલેટોટ્રીચમ એસપીપી સામે ઉચ્ચ સંરક્ષણ પૂરું પાડેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂલ આવતા પહેલા અને ફળો આવવાની શરૂઆત થાય ત્યારે, સ્ટ્રોબિલ્યુરિન, મૅન્કોઝબ અથવા તાંબુ ધરાવતા ફુગનાશકનો એક-બે વખત છંટકાવ કરવો. એક વાર છંટકાવ કર્યા બાદ જો ચેપ રહી જાય તો બીજી વાર છંટકાવ કરવાની જરૂર રહે છે. કાપણી કર્યા બાદ કપાયેલા ભાગેથી અથવા કાપેલા કચરા મારફતે ફરી ચેપની શરૂઆત ન થાય તે માટે કાપણી બાદ છંટકાવ કરવો.

તે શાના કારણે થયું?

ગ્લોમેરેલા સિંગુલાટા ફૂગ છોડની પેશીઓમાં નિષ્ક્રિય હોઈ શકે છે, અને વધુ પડતા ભેજ અથવા સૂકા વાતાવરણમાં તે સક્રિય થાય છે. ખાસ કરીને મોર આવવાના તબક્કા અને લણણી પહેલા, ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ, ગ્લોમેરેલા સિંગુલાટા ફૂગના વિકાસ માટે અનુકૂળ રહે છે. સુકાયેલા ફળો, વૃક્ષ પર રહેલા પાંદડા અથવા ચેપગ્રસ્ત લાકડાની પેશીઓમાં આ પરોપજીવી ટકી રહે છે.


નિવારક પગલાં

  • સક્ષમ અથવા પ્રતીકરક્ષમ જાત પસંદ કરો.
  • ઓલિવની ખેતી માટે વપરાયેલ વાવેતર રોગ-મુક્ત હોય તેની ખાતરી કરો.
  • છોડમાં સારો હવાઉજાસ રહે અને તેને સૂર્યપ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.
  • નાઇટ્રોજનનું ઓછું પ્રમાણ ધરાવતું ખાતર પર્યાપ્ત માત્રામાં પૂરું પાડો.
  • તમારા વૃક્ષોને વધુ પડતું પાણી આપવાનું ટાળો.
  • ચેપ માટે નિરીક્ષણ કરો અને તેને વહેલી તકે શોધી કાઢો.
  • કાપણીના સાધનોને ચોખ્ખા અને જંતુમુક્ત કરો.
  • ચેપનો વધુ ફેલાવો ન થાય તે માટે વધારાના ડાળીડાળખાં કાપી નાખો.
  • ચેપગ્રસ્ત ફળો અને ઝાડના કાપી નાખેલા ભાગોને દૂર કરી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો