દ્રાક્ષ

પાંદડાં કોણીય રીતે બળવા

Pseudopezicula tetraspora

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પીળી કિનારીવાળા ટપકાં.
  • અકાળે પાન ખરી પડવાં.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

શરૂઆતમાં, પાંદડા પર થોડા ઝખ્મ, પીળા ટપકાં તરીકે દેખાય છે અને સૂર્યપ્રકાશ સામે રાખવાથી તે વધુ સ્પષ્ટ દેખાય છે. આ ટપકાંમાં ગૌણ નસો કથ્થઇ રંગની દેખાય છે. જેમ જેમ ટપકાં મોટા થાય છે તે પીળાથી લાલાશ પડતાં બદામી બને છે અને કારણ કે તેઓ મુખ્ય શિરા દ્વારા સીમાંકિત હોય છે, કોણીય આકારના (તેથી રોગનું સામાન્ય નામ એવું છે) બને છે. પાંદડાની પેશીઓ સુકાયેલ બનાવના કારણે, જખમ તંદુરસ્ત અને રોગગ્રસ્ત પેશીઓ વચ્ચે પીળા રંગનો ગાળો વિકસાવે છે. લાલ દ્રાક્ષની જાતના કિસ્સામાં, આ ગાળો લાલ રંગનો હોય છે. ઋતુના અંત ભાગમાં લાગેલ ચેપ પાંદડા પર મસા જેવા ટપકાં દ્વારા જોઈ શકાય છે, તેનાથી અકાળે પાન ખરી શકે અને ચેપગ્રસ્ત ફૂલોના ઝુમખા સુકાઈ શકે છે. બોટ્રીટીસ (Botrytis ) ફૂગ થી અલગ, આ રોગ માત્ર દ્રાક્ષના થડને ચેપ લગાડે છે, પણ દ્રાક્ષના ઝુમખાંની મુખ્ય દાંડીને અસર કરતો નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ સામે કોઈ જ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. ગંભીર ચેપગ્રસ્ત ડાળીઓ અથવા સમગ્ર છોડને દૂર કરો અને ઊંડે દફનાવીને અથવા વાડીથી દૂર બાળીને તેનો નાશ કરવો એ ભારે નુકસાન ટાળવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. નીંદણ દૂર કરવા અને સ્વચ્છતા જાળવવાના કામની પણ ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વરસાદી હવામાન પહેલાં મેન્કોઝેબ ધરાવતાં ફુગનાશકથી સારવાર કરવાથી રોગને નિયંત્રિત કરી શકાય છે. સારવાર અંકુર આવવાની શરૂઆતમાં શરૂ કરવી જોઇએ, અને વરસાદી હવામાન દરમિયાન ફળ આવવાના તબક્કા અને તેની બાદના તબક્કા સુધી પણ રક્ષણ મળી રહેવું જોઇએ.

તે શાના કારણે થયું?

પી. ટેટ્રાસ્પોરા ફૂગ, જે પાંદડાંને કોણીય રીતે બાળે છે, તે બગીચામાં જમીન પરના ચેપગ્રસ્ત પાંદડા પર શિયાળામાં ટકી રહે છે. તેથી, છત્ર ન બનાવતાં નિષ્ક્રિય પાંદડાને કાપવાથી ફૂગને ફેલાવા માટે રસ્તો મળતો નથી. વસંતમાં ભીના હવામાન દરમ્યાન ફૂગના બીજ પાણીના છાંટા અથવા પવન દ્વારા આ ખરતાં પાંદડા પરથી નવા પાંદડા અને વિકાસ પામતાં ફૂલ પર ફેલાય છે. નાશ પામતાં પાંદડા પર ઠંડીમાં ટકી રહેનાર ફૂગ સામાન્ય રીતે ચેપનું એક જ જીવન ચક્ર ધરાવે છે. ક્યારેક સળંગ સતત વરસાદના અમુક દિવસો પછી, ચેપના બીજ ચેપગ્રસ્ત પાંદડાંના મૃત કોષો પર નિર્માણ થવા છતાં વેલા સાથે જોડાયેલ હોઈ શકે છે. જો સીઝન દરમિયાન ભેજવાળી પરિસ્થિતિ મળી રહે તો, આ રોગના બીજકણ કોઈપણ સમયે ગૌણ ચેપ વિકસાવી શકે છે. આ સમજાવે છે કે શા માટે આ રોગ મોટા ભાગના વર્ષોમાં ન દેખાવા છતાં, લાંબા સમય સુધી વરસાદવાળા હવામાનના વર્ષોમાં ગંભીર હોઇ શકે છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત સ્રોતોમાંથી જ મેળવેલ વાવેતરની સામગ્રી ઉપયોગમાં લેવી.
  • વેલા વચ્ચે પૂરતી જગ્યા હોય તેની ખાતરી કરવી.
  • છોડમાં સારો હવા ઉજાસ રહે તેવા પગલાં લેવા, જેમ કે વધારાના ડાળી-પાંદડાં કાપી દૂર કરવા.
  • રોગ લક્ષણો માટે નિયમિતપણે બગીચાનું નિરીક્ષણ કરો.
  • બગીચામાં ઉત્તમ પ્રકારની સ્વચ્છતા જાળવો, ઉદાહરણ તરીકે તેમાંથી નીંદણ અને છોડના અવશેષો દૂર કરીને.
  • સૂકા અથવા ચેપગ્રસ્ત વેલાને બગીચાથી દૂર લઇ જઈને, બાળી અથવા ઊંડા દફનાવીને નાશ કરો.
  • પાંદડાનો કચરો લણણી કરાયેલ ફળ પર અથવા બગીચાઓ વચ્ચે મશીનરીનું પરિવહન ન થાય તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો