અન્ય

પશ્ચિમી છોડના કિડાં

Lygus hesperus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કુમળા ફળ પર વાટા, ખાડા અને ઇજા તથા ચીમળાયેલ ટપકાં, જે વિકૃતિઓમાં પરિણમે છે અથવા પુખ્ત ફળો "બિલાડી જેવા ચહેરા" માં પરિણમે છે.
  • ફળની છાલ નીચે સફેદ ચેતનવંતો વિસ્તાર.
  • કળીઓ અને અંકુર ચીમળાઈ અને નાશ પામે છે, અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે

11 પાક

અન્ય

લક્ષણો

વિકાસ પામતી કળીઓ અને કુમળા ફળો ને ખોરાક તરીકે લેવાથી થતું નુકસાન કુમળા ફળ પર વાટા, ખાડા અને ઇજા તથા ચીમયેલ ટપકાં નિર્માણ કરે છે. લણણી સમયે, ફળ ખુબ જ વિકૃત બને છે, આ લક્ષણો ને ઘણી વખત "બિલાડી-જેવો ચહેરો" તરીકે ઓળખવામાં આવે છે, અને સપાટી પર ઘણી વાર પ્રવાહી ઝરતું જોઈ શકાય છે. ફળની છાલ નીચે સફેદ ચેતનવંતો વિસ્તાર તથા સડો પામતા બીજથી ફળન આંતરિક નુકસાન દેખાય છે. ખોરાકથી ફૂલની કળીઓ પણ વિકૃત અથવા નાશ પામે છે, અને અંકુર, કે જે ચીમળાય અથવા મૃત્યુ પામે છે અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ કીટકો માટે યજમાનની અત્યંત વિશાળ શ્રેણી છે કે જેમાં કઠણ ફળાઉ વૃક્ષ અને રોઝાસૈઈ ફળો, બિનઉપજાઉ જમીન પર ઉગતી કુદરતી વનસ્પતિ અને નજીકના વિસ્તારના નિંદણનો સમાવેશ થાય છે. આ જીવાતો વૃક્ષ પર પ્રજનન કરતી નથી, પરંતુ યજમાન પરથી વાડીમાં આક્રમણ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ જંતુઓના શિકારીઓમાં મોટી આંખવાળા કીડા, મુગ્ધા કીડા, હત્યારા કીડા અને કોલોપ્સ ભ્રમરો ,તેમજ ઇંડા શિકારી માં અત્યંત ઝીણા ચાંચિયો કીડા નો સમાવેશ થાય છે. પરોપજીવી જંતુ માં અનફેસ ઇઓલ્સ અને ટ્રાઇસોલકસ હેલીમોર્ફે નો સમાવેશ થાય છે, જે બિલાડી ના ચેહરા જેવા જંતુઓ ના ઇંડા માં ઇંડા મૂકે છે. લીમડાના અર્ક પર આધારિત ઉત્પાદનો પણ એલ. હેસપેર્સ અને ઈ. કોન્સપિરસસ ની વસતીને ઘટાડી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બિલાડી ના ચેહરા જેવા જંતુઓ સામે ઈસ્ફેનવલેરેટ, ફોર્મેટાનેટ હાયડ્રોક્લોરાઇડ, ઇન્ડોક્ષીકાર્બ અથવા લામડા-સીહલોથ્રિન સમાવતા જંતુનાશકો અસરકારક છે. આ સંયોજનો માછલી અને જળચર પ્રાણીઓ માટે અત્યંત ઝેરી હોય છે અને સપાટી પરનાં જળાશયોમાં વહેતા પાણીમાં તેનો છંટકાવ ટાળવો જોઈએ. પ્ય્રેથ્રોઇડ ઉત્પાદનો નો છંટકાવ પણ પુખ્ત કીડાને લક્ષિત કરે છે.

તે શાના કારણે થયું?

સામાન્ય રીતે ઓળખાતા "બિલાડી ના ચહેરા" જેવા લક્ષણો કીટકોની ઘણી પ્રજાતિઓ દ્વારા નિર્માણ થાય છે, જેમાં છોડના કીટક લાયગસ હેસપેર્સ અને સ્ટીંક કીટક યુસચિસ્ટસ કોન્સપિરસસનો સમાવેશ થાય છે. પુખ્ત કીડા જમીનના આવરણમાં ઠંડી દરમ્યાન ટકી રહે છે. મોસમ શરૂઆતમાં, તેઓ મોટા પાન વાળા પાક પર અથવા નજીકના ખેતરના નીંદણ પર નભે છે. ઉનાળાના ઉત્તરાર્ધમાં, જયારે આ વૈકલ્પિક યજમાનો સુકાય છે, આ કીડા રોઝાસૈઈ અને ફળના ઝાડના પર્ણસમૂહ પર ઉડે છે. છોડના પુખ્ત કીડા સપાટ, અર્ધ-અંડાકાર, અને રંગમાં પીળો, લીલો, અને કાળા કે ઘેરા કથ્થઈ રંગના હોય છે. તમામની પીઠ પર નજરે દેખાતા પીળા અથવા આછા લીલા રંગનું ત્રિકોણ હોય છે. પુખ્ત સ્ટિંક કીડા સપાટ કવચ આકારના હોય છે અને તેનો રંગ રાખોડી-લીલો અથવા કથ્થાઈ હોય છે. સ્ટિંક કીડા, ઘોંઘાટીયા ઉડે છે અને મોં પાસેનો ભાગ લાંબો, સોય જેવો જેનાથી સૂચી શકાય તેવો હોય છે. જે ફળની વાડીમાં જમીન પર મોટા પાનવાળા નીંદણ હોય, અથવા નજીકના ખેતરમાં જ રજકો હોય અથવા અન્ય યજમાન છોડ હોય તેને નુકશાન થઇ શકે છે.


નિવારક પગલાં

  • વાવણી માટે બિલાડી જેવા ચહેરા નિર્માણ કરતા જંતુઓ સામે શિકારીને આકર્ષિત કરે તેવી જગ્યાની પસંદગી કરો અને જંતુનાશકોનો આડેધડ ઉપયોગ ટાળો.
  • પુખ્ત સ્ટિંક કીડાની હાજરી માટે સમયાંતરે ફળઉ ઝાડના પર્ણસમૂહનું નિરીક્ષણ કરો.
  • ખાસ આલોચનાત્મક સમય ત્યારે છે જ્યારે અડીને રહેલ યજમાન નીંદણ સુકાય છે અથવા નજીકના યજમાન પાક લણણી કરવામાં આવે છે.
  • ઘાસના ખેતરની બાજુમાં, ખુબ જ નીંદણ વાળા અથવા બિનઉપજાઉ જમીનને અડીને જરદાળુના વૃક્ષોની રોપણી કરશો નહિ.
  • મોસમની શરૂઆતમાં નીંદણ માટે યોગ્ય સંચાલન કરો.
  • જમીન પર પડેલ કીડાનો ઉપદ્રવ વૃક્ષની ઘટામાં ફેલાઈ શકે છે તેથી, ફળની લણણીના બે અઠવાડિયામાં વાડીનું ઘાસ કાપવું નહિ.
  • જાળીની મદદથી પુખ્ત કીડાને પકડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો