ચોખા

ચોખાના પાનના કીટક (ચોખાના પાંદડા સડી જવા)

Oligonychus spp.

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચેની બાજુએ પાવડર વાળો જાળીનો પદાર્થ – ઉપરની બાજુએ પીળા બદામી ડાઘા.
  • પાંદડા ભૂખરા અને સૂકા થઇ જાય છે.
  • ખૂબ સૂક્ષ્મ જંતુ જેને વિપુલદર્શક કાચ વગર જોવું શક્ય નથી.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ઉપરની સપાટીમાં સફેદ ડાઘા દેખાય છે જે ધીરે ધીરે પીળા અથવા ભૂરા થઇ સૂકાઇ જાય છે. તેને લીફસ્ટીપિંગ કહેવામાં આવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં, સંપૂર્ણ પર્ણ ભૂરા-સફેદ થાય છે અને સૂકાઇ જાય છે. જીવાત ખૂબ નાજુક જાળુ પાંદડાની સપાટી પર બનાવે છે જે પાવડરના દ્રવ્ય જેવુ દેખાય છે. ચેપવાળો છોડ આછો પીળો અને ફીક્કો દેખાય છે કરણ કે કીટકો પાંદડાની પેશીઓને કોતરી કાઢે છે અને તેમાંથી નીકળતો રસ ચૂસે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જૈવિક વિકલ્પોમાં 10 ગ્રામ/કિલો બીજ પર સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા સાથે બીજની સારવારનો સમાવેશ થાય છે. ચોખાના છોડને લીમડાની કેક સાથે મિશ્રિત યુરિયાનો ઉપયોગ પણ સારા પરિણામ આપે છે. લક્ષણોની તપાસ બાદ ભીના સલ્ફર (3 ગ્રામ) નો છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. સ્પિરોમેસિફેન ધરાવતી મિટસાઇડ્સ ઓ. ઓરિઝિયા સામે અત્યંત અસરકારક છે. જો કે, ચેપનુ સ્તર, ખર્ચ અને કીટકની વસ્તી ગીચતા પર સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સારવાર ધ્યાનમાં લેવી જોઈએ. સમયસર કાર્યવાહી આવશ્યક છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો ચોખાના પાનના કીટક, ઓલિગોનીચસ ઓરિઝાના પાંદડાનો રસ ચૂસવાથી થાય છે. આ કીટક ઘણું સૂક્ષ્મ છે છતા તે મોટી સંખ્યામાં પાંદડાઓની નીચેની બાજુએ સ્થાયી થાય છે. પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે આ કીટકનું આખું જીવન ચક્ર 8-18 દિવસ લઇ શકે છે. પુખ્ત વયના કીટક લૈંગિક રીતે પરિપક્વ થાય છે અને તેઓ શક્ય તેટલી વહેલી તકે સમાગમ કરે છે. ઇંડા પાંદડાની નીચેની બાજુએ, પાંદડાની મધ્યમાં અને નસો સાથે હરોળમાં મૂકે છે. ઉચ્ચ તાપમાન (25° સે અને તેથી વધુ) અને ઉચ્ચ સાપેક્ષ ભેજના સમયગાળા દરમિયાન નુકસાન સૌથી ગંભીર છે. ભેજવાળા નીંદણમાં (ઇચીનોકોલા કોલોના) જે સામાન્ય રીતે ચોખાના પાક સાથે જોવા મળે છે, તે આ જીવાતનો વૈકલ્પિક યજમાન હોઈ શકે છે. સામાન્ય રીતે તેમનો ઉપદ્રવ ચોખાના ખેતરમાં આગામી વર્ષમાં ફરી આવશે, જ્યાં અગાઉના વર્ષ દરમિયાન આ ઘટના જોવા મળી હતી.


નિવારક પગલાં

  • નિયમિતપણે કીટકોના લક્ષણો માટે ખેતરનુ નિરીક્ષણ કરો.
  • ચોખાના છોડના ખેતરમાંથી નિંદામણ ઘાસ કાઢી નાખો કે જે જીવજંતુને આવકારવાનો વિકલ્પ બની રહે છે.
  • અતિશય નાઇટ્રોજન યુક્ત ખાતરને ટાળો, જે વિનાશકારી કીટકની તરફેણ કરે છે.
  • લણણી પછી ચોખાના બધા ઘાસને દૂર કરો.
  • લણણી પછી ઉંડી ખેડ કરો.
  • પાકની ફેરબદલી, જે વિનાશકારી જંતુને આવકારતા ન હોય તેવો પાક સાથે કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો