ચોખા

ચોખાના ડૂંડાના કીટક

Steneotarsonemus spinki

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાના આવરણનું વિકૃતિકરણ.
  • પાંદડા પર બદામી ડાઘા, ડૂંડામાં દાણા બેસતા નથી, કદરૂપા અનાજના દાણા સીધુ માંથુ અને પોપટની ચાંચ જેવા વળેલા દાણા.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

પાંદડાની આવરણની પાછળ ખોરાક લેવાય છે અને તજની હાજરીથી ત્યાં ચોકલેટ-બ્રાઉન ડાઘ શોધી શકાય છે. બાહ્ય આવરણ દૂર કરવામાં આવે ત્યારે કીટકો ઘણીવાર સીધી જોઇ શકાય છે.કીટકો વૃદ્ધિ પામતા ડૂંડાને પણ બૂટના તબક્કાથી દૂધના તબક્કામાં ખાય છે. આ નુકશાનથી તકવાદી ફૂગ પેથોજનનો વિકાસ પામી રહેલા અનાજના દાણામાં અને પાંદડાના આવરણમાં પ્રવેશ થાય છે. જે રોગમાં પરિણમે છે (ઉદા તરીકે આવરણનો સડો) તેના પરિણામે સ્પાઇકલેટ વંધ્યત્વ, છોડનું વંધ્યત્વ, સીધા માથા અને "પોપટ-બીકિંગ" નામના અનાજની લાક્ષણિક વિરૂપતા તરફ દોરી જાય છે. તે ખૂબ મહત્વની અને આખી દુનિયામાં ચોખાના પાક ઉપર હુમલો કરનાર કિટક છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ખાતરી કરો કે જંતુનાશકના વધારે પડતા ઉપયોગથી ડાંગરના ખેતરો (કરોળિયા, એન્ડો-પેરાસિટોઇડ ભમરી, વગેરે) પર એસ સ્પિંકીના કુદરતી દુશ્મનોને મારવા નહીં.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. ભારે ચેપના કિસ્સામાં, હેક્સીથાયઝોક્સ અથવા સલ્ફર સંયોજનો ધરાવતી જંતુનાશકનો છંટકાવ કરો. છંટકાવ પહેલાં, ખેતરને પાણીથી ભરી દો. જેથી કિટકો ઉપર છોડના ઉપર ચઢી જવાનુ દબાણ આવે. જેનાથી સારવારની ક્ષમતામાં વધારો થશે.

તે શાના કારણે થયું?

લક્ષણો ચોખાના ડૂંડાના કીટક, સ્ટેનેટોટર્સનિમસ સ્પિન્કીની ખોરાકની પ્રવૃત્તિને કારણે થાય છે. ખેતરમાં મોટી વસ્તીની વૃદ્ધિ માટે ઉચ્ચ તાપમાન અને ઓછો વરસાદ આદર્શ છે. શ્રેષ્ઠ પરિસ્થિતિઓ 25.5 ડિગ્રી સેલ્સિયસ અને 27.5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું ઉષ્ણતામાન અને ભેજ 80 થી 90% વચ્ચેની હોય એ યોગ્ય પરિસ્થિતી છે છે. સઘન, સાતત્યપૂર્ણ ચોખાની ખેતી, અને ખેતરો વચ્ચે સાધનોની વહેંચણી પણ તેની વસ્તીવધારામાં મદદરૂપ થાય છે. ચોખાના છોડ આખા વર્ષ દરમ્યાન ચેપી થઇ શકે છે. તેમ છતાં વધારેમાં વધારે વસ્તીની શરૂઆતમાં - વાવણીના તબક્કામાં હોય છે અને છોડ પરિપૂર્ણ થાય ત્યારે ઘટી જાય છે. નુકશાનનું કારણ નક્કી કરવાનું ઘણી વખત મુશ્કેલ બને છે કારણ કે આ કીટક ચોખાના બીજા કિટકો જેવા કે સરોકારમ ઓરિઝે (આવરણનો સડો) અને બુર્કહોલ્ડિઅરિયા ગ્લુમા (બેક્ટેરિયલ પેનિકલ બ્લાઈટ)ની સાથે મળી ગયેલુ હોય છે.


નિવારક પગલાં

  • નિયમિતપણે કીટકોના લક્ષણો માટે ખેતરનુ નિરીક્ષણ કરો.
  • લણણી પછી, ખેતરને વાવણી કરતા પહેલા ફેલાયેલા તણખણાં બાળી નાંખો.
  • લણણી પછી બે અઠવાડિયા માટે ખેતરને પડતર રાખો.
  • રોપાઓને ઘીચતાપૂર્વક લાઇનોમાં વાવો.
  • ફળદ્રુપ જમીનનો ઉપયોગ એનપીકે ના પ્રમાણસર જથ્થા સાથે કરો.
  • ખેતરમાં અને આજુબાજુ નકામા ઘાસ ઉપર કાબુ રાખવાની ખાત્રી કરો.
  • ચોખાનો પાકની ફેરબદલી વટાણા અથવા કઠોળના છોડ સાથે કરો જેથી કીટકોનું જીવનચક્ર તૂટી જાય.
  • સારી પદ્ધતિઓ અને બધા ઓજારો જે ચોખાની ખેતીમાં વપરાય છે તેની સ્વચ્છતા અને સુખાકારીના પ્રમાણની જાળવણી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો