ચોખા

વ્હોરલ મેગટ

Hydrellia philippina

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પીળી ફોલ્લીઓ, સફેદ અથવા પારદર્શક ડાઘા અથવા પટ્ટાઓ અને પાંદડા પર કાણાં.
  • પાંદડાઓનો નાશ અને છોડની વૃદ્ધિ અટકવી.
  • ક્યારેક અનાજમાં દાણા આંશિક ભરાય છે.
  • પારદર્શક અને હલકાં નાના જંતુઓ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

એચ. ફિલિપીનાના કીટકો વળી ગયા ન હોય તેવા પાંદડાના અંદરના ભાગને ખાય છે. જેમ જેમ વનસ્પતિના પાંદડા તબક્કાવાર ધીમે ધીમે ખુલે છે, તેઓ પીળા ડાઘાઓ અથવા આંતરિક માર્જિનને અસર કરે છે, અથવા પારદર્શક ડાઘા અને કાણાં પાડે છે. ક્ષતિગ્રસ્ત પાંદડા વિકૃત થઈ જાય છે અને પવનથી તૂટી શકે છે. કીટકો ઉપરના પર્ણને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે ધાર પર નાના કાણા અને વિકૃત માર્જિન તરીકે દેખાય છે. જો તેઓ વિકાસશીલ ડુંડા સુધી પહોંચે છે, તો ડુંડામાં અનાજનું આંશિક ભરણ જોઇ શકાય છે. સામાન્ય રીતે, ચોખાના છોડ વ્હોરલ મેગટ દ્વારા થતા નુકસાનની ભરપાઈ કરી શકે છે અને પાકના મહત્તમ ખેતીના તબક્કા દરમિયાન લક્ષણો અદૃશ્ય થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ઓપિયસ, ટેટ્રાસ્ટિચસ અને ટ્રાઇકોગ્રામા જાતિના નાના ભમરી ઇંડા અને મેગોટ્સને પરોપજીવી બનાવે છે. ઇંડા પર શિકાર કરતા શિકારીઓમાં ડોલીકોપસ, મેડેટેરા અને સિન્ટોર્મન જાતિની માખીઓનો સમાવેશ થાય છે. ઓક્થેરા બ્રેવિટિબાયલિસ પ્રજાતિની એફિડ્રિડ માખીઓ અને ઓક્સિઓપ્સ જાવાનુસ, લાઇકોસા સ્યુડોઆન્યુલાટા અને નિયોસ્કોના થિસી જાતિના કરોળિયા પુખ્ત વયના કીટકોને ખાઇ જાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. સામાન્ય રીતે, એચ. ફિલિપિનાના લક્ષણો પાકના વધારેમાં વધારે ખેડાણના સમય દરમિયાન અદૃશ્ય થઈ જાય છે અને તેથી જંતુનાશક દવાના છંટકાવની ભલામણ કરવામાં આવતી નથી. ગંભીર ઉપદ્રવના કિસ્સાઓમાં, છોડના મૂળમાં જંતુનાશક દવાની નાની ગોળીઓ (ગ્રેન્યુઅલ્સ) કોલસા અથવા લીમડાના તેલ સાથે આપવાથી અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે. ખાસ કરીને રવિપાકની ઋતુમાં અને મોડા છોડ વાવ્યા હોય તેવી સ્થિતિમાં આ થાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો અર્ધ-જળચર વ્હોરલ મેગગોટ, હાઇડ્રેલિયા ફિલીપીનાના નાના કીટકોને કારણે થાય છે. તે પર્ણને કોરી ખાનારા કુટુંબનો સભ્ય છે, તેમા તફાવત એટલો છે કે તે ફેલાયેલા પાંદડાને વિસ્તરે તે પહેલા તેને ખોદી નાંખે છે, આમ પાંદડાની ધાર પર નેક્રોટિક જખમની અનન્ય પેટર્ન બનાવે છે. તે સિંચાઈવાળા ખેતરો, તળાવો, ઝરણાં અને સરવરો અથવા વિપુલ પ્રમાણમાં શાંત પાણી અને લીલીછમ વનસ્પતિવાળા સ્થળોએ સામાન્ય છે. ચોખાની વર્ષભરની ખેતી, અને નાના રોપાઓનું પ્રત્યારોપણ પણ તેના વિકાસની તરફેણ કરે છે. જો કે, તે સીધા બીજ વાવ્યા હોય તેવા અને વાવણી માટે તૈયાર ખેતરો, અથવા પાણી ઉલેચી નાખેલા ખેતરો તરફ જતા નથી. પૂરેપૂરા વિકસીત કીટકો છોડની ડાળીની બહાર રહે છે. તેમનો મૂળભૂત યજમાન ચોખા છે છતાં તે બ્રેચિરિયા એસપી., સિનોડોન એસપી., ઇચિનોક્લોઆ એસપી., લીરસિયા એસપી., પેનિકમ એસપી. જેવી ઘાસની જાતો , અને જંગલી ચોખા ઉપર જોવા મળે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • ખેતરોમાં સીધા બી વાવો અથવા સીડબેડનો ઉપયોગ કરો, કારણ કે તે પરિપક્વ જંતુઓ માટે આકર્ષક નથી.
  • નાઇટ્રોજન સંયોજનો સાથે વધુ ખાતર ન વાપરો.
  • પાક-વાવણી પદ્ધતિઓનો ઉપયોગ કરો જે છોડને ઝડપથી પાણીની સપાટીને આવરી લેવા સક્ષમ બનાવે છે, કારણ કે તેનાથી ડાંગરને કીટકની ઓછી અસર થાય.
  • પાણીની સપાટીને એઝોલા અને સાલ્વિનિયા મોલ્સ્ટાથી ઢાંકીને ચેપને રોકવામાં મદદ કરી શકે છે.
  • ટ્રાન્સપ્લાન્ટિંગ પછીના પ્રથમ 30 દિવસ દરમિયાન નિયમિત સમયગાળે પાણીનો નિકાલ કરો.
  • વ્યાપકપણે વપરાતા જંતુનાશકોના દુરૂપયોગને ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો