ચોખા

લાલ ગેરુનો રોગ

Gonatophragmium sp.

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાના મૂળમાં ટાંકણી જેવા, પીળાશ પડતા લીલાથી આછા નારંગી રંગના ટપકા.
  • લાલ લાઇનો અથવા ટપકાંથી પાંદડાની ટોચ સુધી ડાઘાઓ.
  • સામાન્ય રીતે એક પાંદડા દીઠ એક અથવા બે પટ્ટી.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

આ રોગ ફૂલની કળીઓ બેસવાની શરૂઆતથી છોડના ઉત્પાદનના તબક્કામાં પહોંચે ત્યારે થાય છે. શરૂઆતમાં, પાંદડાના જખમ પાંદડાના બ્લેડના પાયા પર હળવા પીળા-લીલાથી આછા નારંગી રંગના ટાંકણી-કદની ફોલ્લીઓ તરીકે દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, ત્યારે નુકશાન પાંદડા ડાળી સાથે જોડાણના ભાગથી ઉપરના છેડા સુધી વધે છે અને લાલ લીટીઓ અને ડાઘા બનાવે છે. નુકસાનથી પાંદડા વળી જાય છે તેના કોષ નાશ પામે છે અને પાંદડાઓનો દેખાવ અસ્પષ્ટ થઇ જાય છે. લક્ષણો ગુંચવાડો પેદા કરે છે કે તે નારંગી રંગના પાંદડાનો રોગ છે કે બેક્ટેરિયાથી થતો પાંદડાનો રોગ છે, અને તે ગંભીર તબક્કામાં લગભગ સમજી શકાતુ નથી. તેમ છતાં લાલ ગેરુના રોગમાં દરેક પાન દીઠ એક કે બે ડાઘા હોય છે અને તે નારંગી ડાઘો દર્શાવે છે અને ત્યાંથી પાંદડાની ટોચ સુધી લાંબી લાઇન દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ક્ષણે કોઈ જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ નથી. તમે જો જાણતા હોય તો કૃપા કરીને અમને સૂચિત કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. થિયોફોનેટ મીથાઈલનો છંટકાવ રોગના ઉપર અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે.

તે શાના કારણે થયું?

લક્ષણો જીનસ ગોનાટોફ્રેગમિયમ જાતિના ફૂગથી થવાનું માનવામાં આવે છે. તે છોડ ઉપર રોપણી સમયથી હાજર હોવા છતાં, સામાન્ય રીતે આ લક્ષણો ડાળી પર ફુલ આવવાની શરૂઆતથી છોડ ઉત્પાદન તબક્કા સુધી પહોંચે ત્યારે ઉદભવે છે. વાતાવરણના પરિબળો જેવા કે ઉંચુ ઉષ્ણતામાન, ઉંચા પ્રમાણમાં ભેજ, પાંદડાંની ભારે ભીનાશ અને વધારે નાઇટ્રોજનનો પુરવઠો રોગની વૃદ્ધિમાં વધારો કરશે. એવું માનવામાં આવે છે કે પેથોજન છોડના કોષમાં પ્રવેશીને ઝેર પેદા કરે છે અને તે છોડની ટોચ સુધી નસો દ્વારા લઇ જઇને લાક્ષણિક પટ્ટી બનાવે છે. લાલ પટ્ટી દક્ષિણપૂર્વ એશિયા અને ભારતમાં ચોખાના ઉત્પાદન માટે સંભવિત ખતરો છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો ઉગાડો.
  • છોડવાઓ વચ્ચે પૂરતી જગ્યા હોય એની ખાતરી કરો અને સારામાં સારો બીજ દર રાખો.
  • રોગના લક્ષણોના ચિહ્નો માટે ખેતરની નિયમિત દેખરેખ રાખો.
  • વધારે પડતુ નાઇટ્રોજન યુક્ત ખાતર ન આપો.
  • કળીઓની શરૂઆત દરમ્યાન વચ્ચે વચ્ચે પાણી છોડવાથી રોગના વિકાસને દૂર કરી શકાશે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો