કાસાવા

કાસાવામાં લીલા કરોળિયાના કીટકો

Mononychellus tanajoa

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના પીળા ડાઘા.
  • આખા પાનનું પીળું થવું.
  • અંતિમ અંકુર "મીણબત્તી લાકડી" લક્ષણ દર્શાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક
કાસાવા

કાસાવા

લક્ષણો

આ કીટકો સામાન્ય રીતે નાના પાંદડાની નીચે, લીલી દાંડી અને કસાવાની સહાયક કળીઓ ખાઇ જાય છે. તેઓ તેમના ચીરવાના અને ચૂસવાના મુખના ભાગોને દરેક કોષમાં દાખલ કરે છે અને અન્ય લીલા હરિતદ્રવ્યની સાથે સામગ્રીને બહાર કાઢે છે. પાંદડા પર, ખોરાકની પ્રવૃત્તિ નરી આંખે લેમિના પર નાના પીળા ડાઘાના રૂપમાં દેખાય છે. ભારે ચેપ નબળી વૃદ્ધિ સાથે પાંદડા પર ચાઠા પડી જાય છે પાછળથી જે ખરી શકે છે અને મરી શકે છે. અંકુરીત ટોચ પર હુમલો 'કેન્ડલ સ્ટીક'ના ચિન્હોની લાક્ષણિકતામાં પરિણમે છે, જે નેક્રોટિક પાસાનો ઉલ્લેખ કરે છે અને અંકુરિત ટોચ ખરી જાય છે. 2-9 મહિનાના કસાવા છોડ ચેપ માટે સૌથી સંવેદનશીલ હોય છે. ગંભીર કીટકોનો હુમલો કંદની ઉપજમાં 20-80 % નુકશાનમાં પરિણમી શકે છે. તદુપરાંત, કસાવા દાંડીની ગુણવત્તા ઘટે છે, પરિણામે પાકને કાયમ રાખવા માટે વાવેતર સામગ્રીની અછત સર્જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલીક શિકારી જાતિઓ અસરકારક રીતે કીટકોની વસતીને ઘટાડે છે. એમ્બલીસિયસ લિમોનિકસ અને એ. આઈડેયસનો પરિચય લીલા કરોળિયાના કીટકોનો ઉપદ્રવ 50%ઘટાડે છે. શિકારી ફૂગ ટાયફ્લોડ્રોમાલસ એરિપો અને ટી. મનિહોટી આફ્રિકાના ઘણા દેશોમાં મૂકવામાં આવ્યા છે, જે કસાવા લીલા કરોળિયાના કીટકોની વસ્તીને સફળતાપૂર્વક નિયંત્રિત કરે છે. લીમડાના તેલના સંયોજનો ધરાવતા દ્રાવણનો છંટકાવ સંતોષકારક પરિણામો પણ બતાવી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં સાથે એકીકૃત અભિગમનો વિચાર કરો. મોનોચેલસ તાનાજોઆના રાસાયણિક નિયંત્રણની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તેનાથી વિકાસ અવરોધાય છે અને ગૌણ રોગ ફાટી નીકળી શકે છે. જંતુના નિયંત્રણ માટે માત્ર અકારિસાઇડ એબેમેક્ટીન અસરકારક જણાયું હતું.

તે શાના કારણે થયું?

લક્ષણો લીલા કરોળિયાના કીટકો મોનોચેલસ તાનાજોઆ અને મોનોચેલસ પ્રોગ્રેસિવસની ખોરાકની પ્રવૃત્તિને કારણે થાય છે. તેઓ નાના પાંદડાઓની નીચેની બાજુએ તેમના ચીરી શકે અને ચૂસી શકે તેવા મોંના ભાગોને દાખલ કરીને દરેક કોષમાંથી રસ ચૂસીને કોષની સામગ્રી બહાર કાઢીને ખાઇ જાય છે. તેઓ કસાવાના નાના કીટકો માનવામાં આવે છે પરંતુ અનુકૂળ પરિસ્થિતિઓમાં, ઉદાહરણ તરીકે, સૂકી મોસમ દરમિયાન, તેઓ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. કીટકો સક્રિયપણે એક છોડથી બીજા છોડમાં જઈ શકે છે, પરંતુ પવન અને પાણીના છંટકાવ દ્વારા પણ પ્રસરાઇ શકે છે. તેઓ કાપણી પછી 60 દિવસ સુધી જીવી શકે છે, રોગના કીટાણુંને વહન કરનાર ઘણીવાર ખેડૂતો પોતે જ હોય છે, જે વિસ્તારો અથવા ખેતરો વચ્ચે ચેપગ્રસ્ત છોડની સામગ્રીનું પરિવહન કરે છે. નાના કીટકો રંગમાં લીલા હોય છે, પછીથી પુખ્ત વયે પીળા થઈ જાય છે. તેઓ તેમના અસ્પષ્ટ શરીરના વિભાજન દ્વારા ઓળખી શકાય છે જે એક જ શરીરનો દેખાવ આપે છે. પુખ્ત માદાઓ નર કરતાં મોટી હોય છે અને 0.8 મીમીના કદ સુધી પહોંચી શકે છે.


નિવારક પગલાં

  • સારી સહનશીલતા સાથેની જાતોનો ઉપયોગ કરો.
  • વાવેતર માટે માત્ર પ્રમાણિત કટીંગનો ઉપયોગ કરો.
  • જ્યારે સૂકી મોસમ શરૂ થાય ત્યારે છોડનો પૂરતો પ્રતિકાર સુનિશ્ચિત થાય તે માટે વરસાદની ઋતુની શરૂઆતમાં વાવેતર કરો.
  • જો શક્ય હોય તો બે અથવા ત્રણ હરોળમાં વટાણાના બીજ સાથે આંતર પાક લો અને ઢાળમાં વાવેતર ટાળો.
  • લક્ષણો અથવા કીટકો જોવા માટે મેનિઓક ખેતરનુ નિયમિત નિરીક્ષણ કરો.
  • ચેપગ્રસ્ત સામગ્રીને બજારો અથવા અન્ય ખેતરોમાં પરિવહન કરવાનું ટાળો કારણ કે આ પ્રસરવા માટેનું મુખ્ય કારણ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો